અયોધ્યામાં કોરોનાના કપરા સમયમાં ભૂખ્યા વાંદરાઓનું પેટ ભરી રહ્યો છે આ વ્યક્તિ

અયોધ્યામાં આ વ્યક્તિ આવી રીતે ભૂખ્યા વાંદરાઓનું પેટ ભરી રહ્યો છે.

અયોધ્યા નગરી રામ નામથી તરબોળ છે. દરેક તરફ રામલલાના ભજન-કીર્તનની ગુંજ છે. વીઆઈપી નેતા હોય, અથવા સાધુ સંત કે પછી અયોધ્યાના સામાન્ય નાગરિક, દરેક વ્યક્તિ રામ મંદિરના ભૂમિ પૂજનના એક ઐતિહાસિક કાલ-ખંડની દરેક ક્ષણને ભરપૂર જીવી લેવા માંગે છે. અહીં બધું જ પીતાંબરી થઈને રામમયી દેખાઈ રહ્યું છે.

અયોધ્યા ભક્તિના રંગની સાથે ગંગા-યમુના સભ્યતાની ધરતી પણ છે. તે ધરતી, જ્યાં કયારેક બાબરી મસ્જિદના વકીલ હાશિમ અંસારી અને રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ એક જ રીક્ષામાં બેસીને પોતપોતાના મુકદ્દમાની પેરવી કરવા માટે જતા હતા.

તીર્થનગરી અયોધ્યાનું નામ લેવામાં આવે અને અહીં દરેક જગ્યાએ રહેલા વાંદરા ધ્યાનમાં ના આવે એવું તો થઈ શકે નહિ. પણ કોરોના મહામારીના છેલ્લા થોડા મહિનામાં અયોધ્યાના વાંદરા પણ ભોજન માટે ઘણું કષ્ટ ભોગવી રહ્યા છે. એક અનુમાન અનુસાર, અયોધ્યામાં લગભગ 8,000 વાંદરા રહેલા છે.

છેલ્લા 4-5 મહિનામાં કોરોનાને કારણે માણસની હલચલ ઓછી થવાથી અને અયોધ્યામાં પર્યટકોના ન આવવાથી વાંદરાને ખાવાનો સામાન શોધવામાં તકલીફ થવા લાગી. એવામાં તે ખોરાકની શોધમાં ઉગ્ર થઈને માણસો પણ હુમલો કરવા લાગ્યા.

તીર્થ નગરીના સામાન્ય જીવનમાં વર્ષોથી વાંદરા એટલા ભળી રહ્યા છે કે, તે ખુબ જ પ્રેમ અને આરામથી કોઈ પણ માણસનો ખાવાનો સામાન લઈ લેતા હતા, અને પછી તેમના જ માથા અને ક્યારેક ખભા પર બેસીને ખાવાનું શરૂ કરી દેતા હતા. મંદિરોના ભંડારા સમયે પણ પ્રસાદ લેવા માટે વાંદરાઓની ફોજ હાજર રહેતી હતી. સામાન્ય દિવસોમાં આ વાંદરા ધમાચકડી તો પહોંચાડતા હતા, પણ કોઈને નુકશાન પહોંચાડ્યા વગર. પણ કોરોના અને લોકડાઉનને કારણે ખાવાનું ન મળવાને કારણે તે આક્રમક થઈ ગયા.

એવામાં અયોધ્યામાં એક વ્યક્તિ એવા પણ છે જેમણે વાંદરાઓની આ દયનિય સ્થિતિને સમજી. રામ મંદિર સાથે જોડાયેલ મુદ્દાથી દૂર આ વ્યક્તિને વાંદરાઓનું પેટ ભરીને એમની સેવા કરવાની દરેક સમયે ચિંતા રહે છે. તે વ્યક્તિનું નામ છે ટોની સિંહ. વાંદરા પણ ટોની સિંહ અને તેમની કારને એટલી ઓળખવા લાગ્યા છે કે, તેને દૂરથી જ જોઈને દોડીને તેમની પાસે આવી જાય છે. અહીં સુધી કે લોકો હવે ટોની સિંહને ‘મંકી-મેન’ ના નામથી ઓળખવા લાગ્યા છે.

અયોધ્યા પાસે જ જનૌરા ગામમાં રહેતા ટોની સિંહ પોતાના કારની ડિક્કીમાં આ વાંદરાઓ માટે કેળા, ચણા અને ફણગાવેલા અનાજ ભરીને રાખે છે. બિલ્ડીંગ મટીરીયલની દુકાન ચલાવતા ટોની સિંહ અયોધ્યાના જે જે વિસ્તારોમાંથી પસાર થાય છે, ત્યાં વાંદરા તેમને એ રીતે ઘેરી લે છે જાણે કે વર્ષોથી તેમને ઓળખતા હોય. જેવા જ ટોની સિંહ પોતાની કારની ડિક્કી ખોલે છે કે ડર્ઝનો વાંદરા તેમની ડીક્કીમાં ઘૂસીને ખોરાક પર હાથ સાફ કરવા લાગે છે.

ટોની સિંહને પણ વાંદરાઓનું પેટ ભરીને આત્મસંતોષ મળે છે. તેમનું કહેવું છે કે, હિંદુ માન્યતામાં વાંદરાઓને બજરંગબલીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. અયોધ્યાના અધ્યક્ષ પણ હનુમાનને જ સમજવામાં આવે છે. ટોની સિંહ અનુસાર, તે પોતે જે કાંઈ પણ કરવામાં સમર્થ છે, તેની પાછળ ભગવાન રામ અને હનુમાનથીનો મહિમા છે.

જણાવી દઈએ કે, રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ અને મંદિર માટે કાયદાકીય લડાઈ લડવાવાળા પરલોકવાસી પરમહંસ રામચંદ્ર દાસને પણ અયોધ્યાના વાંદરા સાથે ઘણો પ્રેમ હતો. સંયોગથી પરમહંસ જે રીતે પ્રેમથી વાંદરાને ‘ચબૈ-ચબૈ’ કરીને બોલાવતા હતા, ટોની સિંહ પણ વાંદરાઓને બરાબર એજ અંદાજમાં બોલાવે છે.

અયોધ્યાની બહારથી આવેલા કોઈ પણ વ્યક્તિ ટોની સિંહને વાંદરાઓથી આ રીતે ઘેરાયેલા જોઈ તો ચકિત થઈ જાય છે. ટોની સિંહનો વાંદરાઓ સાથે પ્રેમનો આ ક્રમ શરૂ જ છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી શક્ય છે, તે આ જ રીતે આ વાંદરાઓની સેવા કરતા રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.