આયુર્વેદ દિવસ : આ છે ભારતના ટોચના 5 આયુર્વેદ ડેસ્ટિનેશન્સ.

વિશ્વની પ્રાચીનકાળ ની સારવાર પધ્ધતિઓ માંથી એક છે આયુર્વેદ આજે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ પદ્ધતિથી સારવાર કરાવવા માટે લોકો ખાસ ટ્રીપ સુધીના આયોજન કરવા લાગ્યા છે. આયુર્વેદ દિવસ ઉપર અમે તમને જણાવી રહ્યા છીએ ભારતના ટોચના 5 આયુર્વેદ ડેસ્ટિનેશન્સ

વિશ્વની પ્રાચીનકાળ સારવાર પદ્ધતિઓ માંથી એક આયુર્વેદ નામ બે શબ્દો માંથી મળીને બનેલુ છે. ‘આયુષ’ અને ‘વેદ’. આ સારવાર પદ્ધતિ ન માત્ર ભારત પણ હવે વિદેશોમાં પણ પોપ્યુલર થઈ રહી છે. બીજા દેશોના લોકો પણ ભારત આવીને તેના વિશે વધુ જાણવાનો પ્રયાસ કરે છે. આયુર્વેદ દિવસ ઉપર

સોમાથીરમ આયુર્વેદ રીજોર્ટ, કેરળ :-

કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં આવેલા કોવલમ વચ્ચેથી થોડા કિલોમીટરના અંતરે સોમાથિરમ આયુર્વેદ રીજોર્ટ છે, જેણે વર્ષ ૧૯૮૫ માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. શહેરના દેકારાથી દૂર અહિયાં તમને ન માત્ર શાંતિની અનુભૂતિ થશે પણ આયુર્વેદ તમારા શરીર માંથી તનાવ અને બિમારીઓને દૂર કરવામાં પણ મદદ કરશે.

અહીંયા તમને અનુભવી ડોક્ટર્સ અને થૅરપિસ્ટ મળશે, જે તમને આયુર્વેદિક સારવાર દરમિયાન લેવામાં આવતી ડાયટથી લઇને બીજી વસ્તુઓમાં મદદ કરશે. ખાસ વાત એ છે કે તિરુવનંતપુરમ એરપોર્ટથી આ રીજોર્ટનું અંતર આશરે ૨૧ કી.મી. છે, તેવામાં બહારથી આવવાથી પણ તમને અહિયાં પહોચવામાં મુશ્કેલી નહિ પડે.

આનંદ રિજૉર્ટ, ઉત્તરાખંડ :-

ઉત્તરાખંડની ટિહરી ગઢવાલ જીલ્લામાં સુંદર પર્વતો વચ્ચે આવેલા આનંદ રિઝોર્ટ, આયુર્વેદ ટ્રીપ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ખાસ વાત એ છે કે અહીંયા તમને ન માત્ર હજારો વર્ષ જૂના આયુર્વેદ થેરપી, પણ નવા જમાનાની અરોમા થેરેપીનો અનુભવ કરવાની તક મળશે. તેની સાથે યોગ, યુરોપિયન અને થાઈ મસાજ અને મેડિટેશન માર્ગદર્શિકાની પણ સુવિધા અહિયાં છે.

અહીંયા આવનારા મહેમાનો માટે કસ્ટમાઈઝ પ્લાન પણ ઉપલબ્ધ છે, જેને જરૂરીયાત મુજબ પછી પણ ફેરવી શકાય છે. અહીંયા પહોંચવા માટે તમે દિલ્હીથી દેહરાદૂન સુધીની ફ્લાઈટ કે દિલ્હીથી હરદ્વાર સ્ટેશન સુધીની ટ્રેનની ટીકીટ લઇ શકો છો. બન્ને સ્થળેથી એક કલાકની ડ્રાઈવ કરી અહિયાં પહોચી શકાય છે.

દેવૈયા આયુર્વેદ એન્ડ નેચર કેયર સેન્ટર, ગોવા :-

ગોવા આમ તો વિશ્વભરમાં પોતાના બીચો અને શ્રેષ્ઠ ટુરિસ્ટ સ્પોટ તરીકે જાણીતુ છે, પરંતુ ઘણા ઓછા લોકો જ જાણે છે કે અહીંયા આયર્વિદિક સારવાર માટે દેશની ટોચની જગ્યાઓ માંથી એક જગ્યા રહેલી છે. દેવૈયા આયુર્વેદ એન્ડ નેચર કેયર સેન્ટર ખૂબ જ ઓછા સમયમાં ઘણી પોપ્યુલર થઇ. અહીંયા તમને યોગ સાથે પંચકર્મ સારવાર અને ધ્યાન, સંગીત, જીવનશૈલી પસંદગી, ડાયેટ પ્લાન અને દવાઓની મદદથી ફ્રેશ થવામાં મદદ મળશે.

કૈરાલી આયુર્વેદિક હેલ્થ રીજોર્ટ, કેરળ :-

કૈરાલી આયુર્વેદિક હેલ્થ રીજ઼ૉર્ટ કેરળમાં આવેલા એક બીજું જાણીતુ આયુર્વેદિક સારવાર માટે બનાવવામાં આવેલ સ્થાન છે. પલકકડ આવેલા આ રિજોર્ટમાં ન માત્ર તમે શારીરીક રીતે પણ માનસિક રીતે પણ પોતાને તનાવ મુક્ત અનુભવશો. અહીંયા ઘણી ગંભીર બીમારીઓની પણ સારવાર આપવામાં આવે છે. અહીંયા આવતા લોકોને ધ્યાનની અલગ અલગ રીતો શીખવવામાં આવે છે, જેઓ તે પોતાની જીવનશૈલીમાં સમાવેશ કરી પોતાને સ્વસ્થતા જાળવી રાખી શકે છે.

દ લીલા, ઉદયપુર :-

સિટી ઓફ લેક્સ એન્ડ પૈલેસેસ તરીકે જાણીતુ ઉદયપુરમાં આવેલું દ લીલા આર્યર્વેદિક રીટ્રીટ માટે પણ એક ઉત્તમ સ્થળ છે. હોટ મસાજ, ફેશિયલ, યોગ, ધ્યાનથી લઇને અન્ય વસ્તુઓ દ્વારા અહીંયા આવી રહેલા મહેમાનો રાજસ્થાનની સુંદરતા વચ્ચે ટેન્શનને દૂર કરી શકે છે. ઉદયપુર દેશભરના મુખ્ય શહેરોથી સારી રીતે જોડાયેલું છે, જેમ કે અહીંયા પહોંચવા માટે, તમારે વધુ મુશ્કેલી ભોગવવી નહી પડે.