બજારમાં 4 પ્રકારના માસ્ક મળી રહ્યા છે, જાણો તેની વિશેષતા અને તમારા માટે કયું માસ્ક સારું રહશે.

બજારમાં વેંચતા આ 4 પ્રકારના માસ્ક માંથી તમારા માટે કયું માસ્ક છે શ્રેષ્ઠ, જાણો દરેક માસ્કની વિશેષતાઓ

N95 ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ માટે ઉપયોગી છે, સામાન્ય લોકો તબીબી માસ્કનો ઉપયોગ કરી શકે છે

યાદ રાખો કે માસ્કને યોગ્ય રીતે પહેરવું જરૂરી છે, પહેર્યા પછી તેને વારંવાર ન તો સ્પર્શ કરો અને ન તો તેને કાઢો

તારા પાર્કર પોપ/રશેલ અબ્રામ્સ/ઈડન વીંગાર્ટ/ટોની સેનિકોલા. કોરોના વાયરસ સામેની લડતમાં માસ્ક સૌથી મોટુ હથિયાર તરીકે ઉભરી આવ્યું છે. સીડીસી, ડબ્લ્યુએચઓ જેવી ઘણી આરોગ્ય સંસ્થાઓ લોકોને માસ્ક પહેરવાની વિનંતી કરી રહ્યા છે. ભારતમાં પણ સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું, તેમ છતાં પણ મોટી સંખ્યામાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે.

પરંતુ માસ્કની મદદથી તમે કોઈના શ્વાસ માંથી નીકળેલા ટીપાંની મદદથી ચેપ લગાવવા અને ચેપ લાગવાથી બચી શકો છો. ખાંસી લેતા, છીંક લેતા અથવા વાત કરતી વખતે માસ્ક વાયરસ ધરાવતા ટીપાંને ટ્રેપ કરી લે છે, જેનાથી વાયરસ બીજી વ્યક્તિ સુધી પહોચવાની સંભાવના ઓછી થઇ જાય છે. બજારમાં ચાર પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે. તેમની જુદી જુદી લાક્ષણિકતાઓ છે. તેથી યોગ્ય માસ્ક પસંદ કરો, સલામત બનો.

આ છે માસ્કના વિવિધ પ્રકાર અને જાણો તેમાંથી તમારા માટે કયું માસ્ક શ્રેષ્ઠ છે :-

રોગચાળા દરમિયાન N95 માસ્ક સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. આ માસ્ક નાના કણો (0.3 માઇક્રોન્સ) ને લગભગ 95 ટકા સુધી રોકી લે છે. સામાન્ય રીતે આટલા નાના કણોને રોકવા અત્યંત મુશ્કેલ હોય છે. માણસના સરેરાશ વાળનું કદ 70 થી 100 માઇક્રોન પહોળું હોય છે.

આ માસ્ક સિંગલ યુઝ હોય છે અને પોલિએસ્ટર અને અન્ય સિન્થેટીક રેસામાંથી બનેલા હોય છે. તેમાં ફાઇબરનું એક પડ હોય છે, જે ફિલ્ટરનું કામ કરે છે. તે કણોને રોકે છે.

આ માસ્કમાં એ ખાતરી કરી લો કે તમારી ત્વચા અને માસ્કમાં કોઈ અંતર ન હોવું જોઈએ. તેમાં એક નોઝપીસ હોય છે જે ચહેરાના આકાર અનુસાર ઢાળી શકે છે. ઘણા આરોગ્ય સંભાળ કામદારો વાર્ષિક ફિટિંગ પરિક્ષણોમાં કરાવે છે, જેથી હવા લિકેજની તપાસ થાય છે અને માસ્કનું કદ બંધ બેસે છે. જો તમારા ચહેરા ઉપર દાઢી છે, તો તે યોગ્ય રીતે ફિટ થશે નહીં. આ માસ્ક બાળકોના ચહેરા ઉપર પણ ફીટ બેસતું નથી.

કેટલાક N95 માસ્કમાં ફ્રન્ટ ઇજેક્શન વાલ્વ હોય છે, જેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે. આ માસ્ક સામાન્ય રીતે બાંધકામમાં વપરાય છે. વાલ્વ વાળા માસ્કનો ઉપયોગ હોસ્પિટલ કે ઓપરેશન રૂમ જેવા સ્થળોએ ન કરવો જોઈએ. આવી સ્થિતિમાં જ્યારે તમે શ્વાસ લો ત્યારે તે અન્યનું રક્ષણ કરતું નથી.

તબીબી માસ્ક

આ પ્રકારના માસ્ક ઘણા પ્રકારનાં હોય છે અને N95 કરતા ઓછા અસરકારક હોય છે. આમાંના કેટલાક માસ્ક લેબ કંડીશનની અંદર 60 થી 80 ટકા નાના કણોને રોકી લે છે. જો તમે મેડિકલ માસ્ક યોગ્ય રીતે પહેર્યું છે, તો તે કોરોના વાયરસને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

સામાન્ય રીતે તબીબી માસ્ક શ્વાસ લેતા યોગ્ય અને પેપર જેવા સેંથેટિક ફાઈબર માંથી બને છે. તે લંબચોરસ આકારમાં હોય છે અને પ્લેટસ બનેલી હોય છે. તેના આકારને કારણે તે ચહેરા ઉપર સરળતાથી ફેલાઈને ફીટ બેસી જાય છે. આ માસ્ક નિકાલજોગ હોય છે અને એક વખતના ઉપયોગ માટે બનેલા હોય છે.

આ માસ્ક તમને મોટા ટીપાંથી બચાવે છે, પરંતુ ચહેરા ઉપર ઢીલું હોવાને લીધે તે N95 કરતા ઓછા અસરકારક હોય છે.

ઘર બનાવટના માસ્ક

તબીબી માસ્કની ઓછી સપ્લાયને કારણે ઘણા લોકો ઘરમાં બનેલા માસ્કનો ઉપયોગ કરે છે. જો તે સારુ ફેબ્રિક અને વધુ યોગ્ય રીતે બનાવવામાં આવે છે, તો તે તબીબી માસ્ક જેવું રક્ષણ આપે છે.

એક સારા હાથ બનાવટના માસ્ક એવા મટીરીયલ માંથી તૈયાર કરવામાં આવે છે, જે વાયરસના કણને રોકવામાં સક્ષમ હોય છે. તે સુતરાઉ કાપડમાંથી બને છે.

આવા માસ્ક હેવી કોટન ટી-શર્ટ માંથી પણ બનાવી શકાય છે. એવું મટીરીયલ જેમાં વધારે પ્રમાણમાં દોરા હોય છે. આ માસ્ક વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે. ઇન્ટરનેટ ઉપર સુતરાઉ માસ્ક બનાવવાની ઘણી રીતો રહેલી છે. એવા માસ્ક શોધો જેમાં ઓછામાં ઓછા બે સ્તરો હોય અને તે તમારા નાક અને મોઢાને આવરી લે.

ઘર બનાવટના ફિલ્ટર માસ્ક

આ એક અલગ પ્રકારના સુતરાઉ માસ્ક હોય છે, જે 100% સુતરાઉ ટી-શર્ટ માંથી બનેલા હોય છે. આ માસ્કની પાછળ એક અસ્તર હોય છે, જે ફિલ્ટરનું કામ કરે છે.

અમે તેમાં એક કોફી ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે. પેપર ટુવાલનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. એક પ્રયોગ સૂચવે છે કે કાગળના ટુવાલના બે સ્તરો 0.3 માઇક્રોન માંથી 23 થી 33 ટકા સુધી અવરોધિત કરે છે.

લોકો આ દરમિયાન ઘણા ફિલ્ટર મટીરીયલનો ઉપયોગ કરી રહ્યાં છે. આમાં એયર ફિલ્ટર્સ અને વેક્યૂમ બેગ્સ શામેલ છે. આ અસરકારક હોઈ શકે છે, પરંતુ તેમાં જોખમ હોઈ શકે છે. કેટલીકવાર તે શ્વાસ લેવા લાયક નથી હોતા અને કેટલીકવાર હાનિકારક રેસા હોય છે, જેને શ્વાસ સાથે અંદર લેતા હો છો.

તેની સાથે જ સરેરાશ એક વ્યક્તિને આટલા ફિલ્ટરેશનની જરૂર હોતી નથી. તમે જે પણ ફિલ્ટરનો ઉપયોગ કરો, તે સુનિશ્ચિત કરી લો કે તેની બાજુમાં સુતરાઉ અથવા તેના જેવા મટીરીયલનું કોઈ એક સ્તર હોય.

માસ્કને યોગ્ય રીતે પહેરવું મહત્વપૂર્ણ છે :-

એક માસ્ક ત્યારે જ અસરકારક રહેશે જ્યારે તેને યોગ્ય રીતે પહેરવામાં આવે. આપણે બહાર નીકળતી વખતે અથવા જાહેર સ્થળોએ જતી વખતે માસ્ક પહેરવું જોઈએ. યાદ રાખો કે તેને વારંવાર ઉપર નીચે ન કરો. જો કે કોઈ પણ માસ્ક 100 ટકા સુરક્ષા આપતું નથી, તેવામાં તમે વારંવાર હાથ ધોઈ અને સામાજિક અંતરથી વધુ સુરક્ષા કરી શકો છો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.