બજારમાં ચાલ્યો કોરબાના કાળા ચોખાનો જાદુ, વિદેશોમાં પણ ધૂમ વેચાણ.

કોરબાના કાળા ચોખાનો જાદુ બજારમાં જોવા મળ્યો, 1 કિલોના ભાવ જાણીને ચકિત થઈ જશો, વિદેશથી ઝડપી વધી રહી છે માંગ

કાળા ચોખા : કાર્બોહાઇડ્રેટથી મુક્ત આ ચોખા ડાયાબીટીસના દર્દી પણ ખાઈ શકે છે. હૃદય માટે પણ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત કરે છે.

કાળા ચોખા : કોરબા. શું તમે ક્યારેય કાળા ચોખા વિશે સાંભળ્યું છે? એ જાણીને જરૂર આશ્ચર્ય થશે, પણ ચોખાની ઘણી જાતોમાં તે પણ એક પ્રજાતિ છે. તે આયુષ્ય માટે ઓળખવામાં આવે છે. આરોગ્ય માટે ફાયદાકારક આ ચોખાની માંગ દેશની સાથે સાથે વિદેશમાં પણ વધી રહી છે. અનાજના વાટકા તરીકે ઓળખાતા છત્તીસગઢના કોરબા જિલ્લાના ખેડૂતો પણ કાળા ચોખાના વાવેતર તરફ ઝડપથી આકર્ષિત થઈ રહ્યા છે. આ વર્ષે 112 ખેડુતો લગભગ 250 એકરમાં તેની ખેતી કરી રહ્યા છે. બે વર્ષ પહેલાં માત્ર દસ એકરમાં તેની શરૂઆત કરવામાં આવી હતી.

છત્તીસગઢ સરકાર પહેલાથી જ પરંપરાગત અનાજના વાવેતરને બદલે અન્ય પાક તરફના ખેડૂતોનું વલણ વધારવા પ્રયત્નો કરતી રહે છે. પરોપકારી સંસ્થા, બુખરી ગામ વિકાસ શિક્ષણ સમિતિએ તેની શરુઆત બે વર્ષ પહેલાં કરી દીધી હતી. આ સંસ્થાની પહેલ ઉપર જિલ્લાના કરતલામાં રહેતા ગણતરીના ખેડુતોએ દસ એકરમાં કાળા ચોખાનો પાક રોપ્યો હતો.

પાક સામાન્ય અનાજ કરતા બમણા ભાવે વેચાઈ ગયો. તેનાથી પ્રોત્સાહિત થઈને ગયા વર્ષે 100 એકરમાં આશરે 25 ટન કાળા ચોખાનું ઉત્પાદન કરવામાં આવ્યું. તેને કોલકાતાની એક ટ્રેડિંગ કંપનીએ ખરીદી લીધા. લોકડાઉન થવાને કારણે સપ્લાય થઇ શકી નહિ. આ વર્ષે આ ક્ષેત્રના ખેડુતો ખૂબ જ ઉત્સાહિત છે. તેથી, આશરે 250 એકરમાં કાળા ચોખાની ખેતી કરવામાં આવી રહી છે. તેનાથી 50 ટન કાળા ચોખાનું ઉત્પાદન થશે.

સમિતિના અધ્યક્ષ સૂર્યકાંત સોખલેએ જણાવ્યું હતું કે નાબાર્ડ માંથી આપવામાં આવેલી શ્રી પદ્ધતિની તાલીમ લીધા પછી ખેડૂતોએ પાક લેવાનું શરૂ કર્યું. ખેડૂત સમાજ પેકેટ બનાવીને પણ વેચી રહ્યો છે. ખેડુતો 100 રૂપિયા કિલો સુધીનો નફો મેળવી રહ્યા છે. પશ્ચિમ બંગાળની એક વેપારી કંપનીએ 25 ટન કાળા ચોખાનો ઓર્ડર આપ્યો છે. દક્ષિણ ભારતની વેપારી કંપનીઓ પણ કાળા ચોખા માટે સંપર્ક કરી રહી છે. મોટા શહેરોમાં આ ચોખા 400 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે.

ડાયાબીટીસના દર્દી પણ ખાઈ શકે છે

કાર્બોહાઇડ્રેટ્સથી મુક્ત આ ચોખા ડાયાબીટીસના દર્દી પણ ખાઈ શકે છે. હૃદય માટે પણ ફાયદાકારક છે. તે કોલેસ્ટરોલના સ્તરને પણ નિયંત્રિત કરે છે. પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોવાને કારણે અપચાની સમસ્યાને પણ દૂર કરવામાં મદદગાર છે. એંટીઓક્સીડેંટ તત્વને કારણે આંખ માટે પણ ફાયદાકારક છે. આને કારણે આ ગુણકારી ચોખાની માંગ મહાનગરોમાં સારી એવી છે. સ્થાનિક બજારમાં આ ચોખા ભલે પ્રતિ કિલો 150 થી 200 રૂપિયામાં વેચાઇ રહ્યા હોય પરંતુ ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઇન 399 રૂપિયા પ્રતિ કિલો કિંમત છે.

ઇન્ડોનેશિયા સહિત ઘણા દેશોમાં વપરાશ

સમિતિના અધ્યક્ષ સોખલેએ જણાવ્યું કે ઈન્ડોનેશિયા સહિતના ઘણા દેશોમાં આ કાળા ચોખાની માંગ ઝડપથી વધી રહી છે. કોરોના સમયગાળાને કારણે રોગ પતિકારક શક્તિ વધારવાની સલાહ ડોકટરો આપી રહ્યા છે. કાળા ચોખા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી આ ચોખાની વપરાશ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વધી ગઈ છે.

આ જાતિનો જૂનો ઇતિહાસ

કાળા ચોખાને છત્તીસગઢમાં કારીયાઝિની તરીકે પણ ઓળખાવામાં આવે છે. આ પ્રજાતિ ઘણી જૂની છે. દંતકથા છે કે ખોદકામ દરમિયાન હાંડલીમાં અનાજ મળ્યું હતું. ત્યારથી, તેનો પાક લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. સૈનિકોને આ ચોખા ખવડાવવામાં આવતા હતા, જેથી તેઓનું આરોગ્ય સારું રહે અને યુદ્ધમાં સારું પ્રદર્શન કરી શકે. સામાન્ય ચોખા કરતાં કાળા ચોખા રાંધવામાં વધારે સમય લાગે છે. લગભગ છ થી સાત કલાક પાણીમાં પલાળી રાખવામાં આવે, તો તે ઝડપથી પાકી જાય છે.

બિસ્કીટ પણ બનાવે છે

તે સામાન્ય અનાજની જેમ જ ખેતી કરવામાં આવે છે. 90 થી 110 દિવસમાં પાક તૈયાર થઇ જાય છે. ખેડૂતો સારા દાણાને અલગ કરીને બીજ તૈયાર કરે છે અને તેને વધુ કિંમતે વેચે છે. તે એકમાત્ર ચોખા છે, જેમાંથી બિસ્કિટ પણ તૈયાર કરવામાં આવે છે. જુદી જુદી ચારથી પાંચ જાતિઓના કાળા ચોખા ખેડૂત ઉગાડી રહ્યા છે.

કાળા ચોખાના આ છ ફાયદા

હૃદયને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે તેનો ઉપયોગ ફાયદાકારક છે. તેમાં રહેલા ફાયટોકેમિકલ્સ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. સાથે જ તે હૃદયની ધમનીઓમાં આર્થોસ્ક્લેરોસિસ પ્લેક ફર્મેશનની શક્યતા ઘટાડે છે, જેથી હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકની સંભાવના પણ ઓછી થાય છે.

મેદસ્વીપણું ઓછું કરવા માટે લોકો ચોખા ખાવાનું લગભગ બંધ કરે છે. તેવામાં કાળા ચોખા ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે કાળા ચોખા મેદસ્વીપણાને ઘટાડવા માટે ફાયદાકારક છે.

પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોવાથી કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે. પેટનું ફૂલવું અથવા અન્ય પાચન સાથે જોડાયેલી સમસ્યાઓમાં લાભ પ્રદાન કરે છે. રોજ તેનું સેવન કરવાથી કોઈ નુકસાન થતું નથી.

કાળા ચોખામાં એંથોસાયનીન નામનું એંટીઓક્સીડેંટ પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે. જે રક્તવાહિની અને કેન્સર જેવા રોગો સામે રક્ષણ કરવામાં મદદગાર છે. તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.

આ ચોખાનો ઘાટો રંગ તેમાં રહેલા ખાસ એંટીઓક્સીડેંટ તત્વોને કારણે હોય છે, જે તમારી ત્વચા અને આંખો તેમજ મગજ માટે ફાયદાકારક હોય છે.

અધ્યયનોમાં એ સાબિત થયું છે કે કાળા ચોખાના સેવનથી શરીરમાંથી હાનિકારક તત્વોને શરીરમાંથી દૂર કરવામાં અસરકારક સાબિત થયું છે.

ખેડુતોનો આપવામાં આવી રહ્યો છે સહકાર

કાળા ચોખાનું ઉત્પાદન કરતા ખેડુતોને વિભાગ દ્વારા સમર્થન મળી રહ્યું છે. આગામી સમયમાં તેને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી તેઓને વ્યાપારી લાભ મેળવી શકે. – એમ.જી.શ્યામકુંવર, સહાયક નાયબ નિયામક, કૃષિ વિભાગ

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.