સરકારી યોજના : હવે પોતાની પત્નીના નામ ઉપર ખોલાવશો આ ખાતું તો સીધા આવશે ૫૦ લાખ રૂપિયા

એ વાત તો બધા જાણે છે કે મોટાભાગના લોકો પોતાના જ ફ્યુચર પ્લાનિંગને લઈને દુ:ખી રહે છે. ખાસ કરીને આજના સમયમાં વધતી જતી છેતરપીંડીની બાબતમાં દરેક એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે, જ્યાં તેનું ધન સુરક્ષિત રહે. અને કદાચ તમે પણ એ જ વિચારતા હશો કે અમારે અમારા આગળ આવનારા ભવિષ્યને સુધારવા માટે કાંઈક કરવાની જરૂર છે.

આજના સમયમાં એક એવી યોજના બહાર પડી છે, જે તમારા માટે ઘણી લાભદાયક છે. આ એક એવો વિકલ્પ છે જેમાં જો તમારી પત્ની હાઉસવાઈફ છે કે નોકરી ધંધો કરે છે, તો બન્ને જ સ્થિતિમાં તમે પોતાની વાઈફના નામે પબ્લિક પ્રોવીડંડ ફંડ (PPF) એકાઉન્ટ ખોલાવી શકો છો. આજના સમયમાં પીપીએફ એકાઉન્ટને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને તેની ઉપર મળતું રીટર્ન પણ ખાતરી વાળું હોય છે.

એવી સ્થિતિમાં જો તમે રોકાણનો વિચાર કરી રહ્યા છો, તો તે તમારા માટે એક સરસ વિકલ્પ સાબિત થઇ શકે છે. તમારી વાઈફના પીપીએફ એકાઉન્ટમાં વધુમાં વધુ ૧.૫ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે. જો તમે એટલા જ ફંડ ઉપર દર વર્ષે તમારી વાઈફના નામથી પીપીએફ એકાઉન્ટમાં જમા કરાવો છો, તો ૧૫ વર્ષ પછી તેને મેચ્યોર થાય એટલે તમને લગભગ ૫૦ લાખ રૂપિયાનો ફંડ મળશે.

તે સમયે આ ફંડ તમને ઘણું કામ આવી શકે છે. હાલમાં પીપીએફ એકાઉન્ટ ઉપર વર્ષનું ૭.૮ ટકા રીટર્ન મળે છે. તે હિસાબે જો પીપીએફ એકાઉન્ટમાં તમે ૧૫ વર્ષ સુધી વર્ષના ૧.૫ લાખ રૂપિયાના દરથી જમા કરાવો છો, તો તેના વ્યાજના હિસાબે તમારો કુલ ફંડ લગભગ ૪૩ લાખ રૂપિયા થશે. સરકાર તરફથી પણ પીપીએફ યોજના ઉપર વ્યાજની દર ત્રણ મહીને સમીક્ષા કરવામાં આવે છે.

આવનારા સમયમાં પીપીએફના વ્યાજદરમાં પણ ઘટાડો થઇ શકે છે, અને તેમાં વધારો પણ થશે. તેવામાં જો વ્યાજ દરોમાં વધારો થાય છે, તો તમે પીપીએફ એકાઉન્ટમાં ૧૫ વર્ષ સુધી રોકાણ કરી લગભગ ૫૦ લાખ રૂપિયાના માલિક બની જશો. પીપીએફ એકાઉન્ટના નિયમ અનુસાર તેમાં વર્ષના ૧.૫ લાખ રૂપિયાથી વધુ જમા નથી કરી શકાતા. આ યોજનામાં એક બીજી શરત છે, જેની હેઠળ તમે તમારા જોઈન્ટ એકાઉન્ટ તરીકે નથી ખોલાવી શકતા.

આ ખાતાને તમે તમારી પત્ની કે પછી તમારા બાળકના નામ ઉપર જ ખોલાવી શકો છો, અને આ ખાતામાં ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા વાર્ષિકથી લઈને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા વર્ષના જમા કરી શકો છો. આ ખાતામાં ૧૦૦ રૂપિયા પ્રતિ વર્ષ વાર્ષિક દરથી જમા કરાવી શકાય છે. આ ખાતાને જો યોગ્ય રીતે નથી ચલાવવામાં આવતું તો ૫૦ રૂપિયા દંડ ચૂકવવો પડી શકે છે.

આ પીપીએફ એકાઉન્ટમાં કોન્ટ્રીબ્યુશન કરવાથી સૌથી મોટો ફાયદો એ રહે છે, કે તેમાં જમા કરાવેલી રકમ ઉપર મળતા વ્યાજ ટેક્સ મુક્ત હોય છે. એટલે કે તમારા એકાઉન્ટમાં મેચ્યોર થવા સુધી જે રકમ મળશે તેમાંથી ટેક્સ કપાશે નહિ. આ યોજનામાં જોડાવા માટે તમે તમારી પાસેની બેંકોમાંથી જાણકારી મેળવી શકો છો, અને સરકારની આ યોજનાથી તમે તમારા આવનારા સમયને સુરક્ષિત કરી શકો છો.