ઓક્ટોબરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, અત્યારથી કરી લો સંપૂર્ણ પ્લાનિંગ.

ઓક્ટોબર મહિનામાં આટલા દિવસ બંધ રહેવાની છે બેંક, તારીખો જાણીને અગાઉથી જ પ્લાનિંગ કરી લો. આવતા મહિનાથી આખા દેશમાં તહેવારોની સીઝન શરુ થઇ જશે. કોરોનાકાળમાં ઉજવવામાં આવી રહેલી આ તહેવારોની સીઝન દરમિયાન બેંકોની મહત્વની ભૂમિકા રહે છે. આમ તો આ વખતે ઓક્ટોબર મહિનામાં બેંક માત્ર અડધો મહિનો જ ખુલશે. એવું એટલા માટે કેમ કે આ વખતે ગેઝેટેડ રાજાઓ, સ્થાનિક અને બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળીને બેંકોમાં આશરે 15 દિવસ રજા રહેશે.

આમ તો લોકોની સુવિધા માટે એટીએમમાં જરૂરી રોકડની વ્યવસ્થા કરવામાં આવશે, અને ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ પણ ચાલતું રહેશે, જેથી લોકોએ ઘણી ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડશે. રજાઓની શરૂઆત આ વખતે 2 ઓક્ટોબરના રોજ ગાંધી-શાસ્ત્રી જયંતીથી થશે જે શુક્રવારે આવે છે.

bank
bank close

આવી રીતે રહેશે રજાઓ : ભારતીય રીઝર્વ બેંકની વેબસાઈટ મુજબ ઓક્ટોબર માસમાં દુર્ગા પૂજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરો, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-બની બારાવફાત, લક્ષ્મી પૂજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી / મહર્ષિ વાલ્મીકી જયંતી / કુમાર પૂર્ણિમા વખતે અલગ-અલગ રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.

આખા દેશમાં ક્યારે અને ક્યાં બંધ રહેશે બેંક?

02 ઓક્ટોબર શુક્રવાર મહાત્મા ગાંધી જયંતી (ગેઝેટેડ રજા),

04 ઓક્ટોબર રવિવાર અઠવાડિયાની રજા,

08 ઓક્ટોબર ગુરુવાર ચેહલ્લુમ સ્થાનિક રજા,

10 ઓક્ટોબર શનિવાર – બીજા શનિવારની રજા,

11 ઓક્ટોબર રવિવાર અઠવાડિયાની રજા,

17 ઓક્ટોબર શનિવાર કટી બિહુ / મેરા ચૌરન હોબ ઓફ લેનીંગઠો સનામાહી સ્થાનિક રજા,

18 ઓક્ટોબર રવિવાર અઠવાડિયાની રજા,

23 ઓક્ટોબર શુક્રવાર દુર્ગા પૂજા / મહાસપ્તમી સ્થાનિક રજા,

24 ઓક્ટોબર શનિવાર મહાઅષ્ટમી / મહાનવમી સ્થાનિક રજા,

25 ઓક્ટોબર રવિવાર અઠવાડિયાની રજા,

26 ઓક્ટોબર સોમવાર દુર્ગા પૂજા (વિજયાદશમી) / અબીગમન દિવસ ગેઝેટેડ રજા,

29 ઓક્ટોબર ગુરુવાર મિલાદ-એ-શેરીફ (પેગંબર મોહમ્મદ) સ્થાનિક રજા,

30 ઓક્ટોબર શુક્રવાર બારાવફાત (ઈદ-એ-મિલાદ) ગેઝેટેડ રજા,

31 ઓક્ટોબર શનીવાર મહર્ષિ વાલ્મીકી અને સરદાર પટેલની જયંતી / કુમાર પૂર્ણિમા સ્થાનિક રજા.

આમ તો તે સ્પષ્ટ કરી દઈએ કે બેંકોની આ તમામ રજાઓ અલગ-અલગ રાજ્ય અને અલગ-અલગ તહેવારને લઈને છે. જે રાજ્યોમાં સ્થાનિક રજાઓ છે, તેને છોડીને બીજા રાજ્યોમાં બેન્કિંગ કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.