અષાઢ મહિનો શરુ થતાની સાથે સ્વાસ્થ્ય અને શુભ કામો સાથે જોડાયેલી આ 10 વસ્તુઓનું રાખો ધ્યાન

અષાઢ મહિનામાં શુભ કામો અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ 10 વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન, જાણો વિસ્તારથી

હિંદુ પંચાંગનો નવમો મહિનો અષાઢ મહિનો છે. આ મહિનાથી વર્ષા ઋતુની શરૂઆત થાય છે. આ મહિનામાં રોગોનું સંક્રમણ સૌથી વધારે થાય છે. આ મહિનાથી વાતાવરણમાં થોડો ભેજ આવવાનું શરૂ થઈ જાય છે. આ મહિનાને કામના પૂર્તિનો મહિનાઓ પણ કહેવામાં આવે છે. અષાઢ મહિનો આ વખતે 22 જૂનથી 20 જુલાઈ સુધી રહેશે.

આ મહિનામાં આવતા વ્રત અને તહેવાર :

અષાઢ મહિનાના પહેલા દિવસે ખડાઉ (લાકડાની પાદુકા), છત્રી, મીઠું તથા આંબળાનું દાન કોઈ બ્રાહ્મણને કરવામાં આવે છે. આ મહિનામાં શ્રી જગન્નાથની રથયાત્રા પણ કાઢવામાં આવે છે.

આ મહિનામાં સૂર્ય અને દેવી માતાની પણ ઉપાસના કરવામાં આવે છે. આ મહિનામાં તંત્ર અને શક્તિ ઉપાસના માટે ‘ગુપ્ત નવરાત્રી’ ઉજવવામાં આવે છે. આ મહિનાથી શ્રી હરિ વિષ્ણુ નિંદ્રામાં જતા રહે છે.

રોગોથી રક્ષણ :

અષાઢ મહિનામાં રોગ ફેલાવાનો ભય ઘણો વધારે હોય છે. જળવાયુમાં પરિવર્તનને કારણે એવું થાય છે. અષાઢ મહિનામાં જળ જન્ય બીમારીઓનો ભય ઘણો વધારે હોય છે. એટલા માટે સ્વચ્છ જળ અને રસદાર ફળોનું સેવન વધારે કરો.

કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા વાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ઘણું જરૂરી થઈ ગયું છે. આ મહિનામાં તમારે વરિયાળી, હિંગ અને લીંબુ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરવામાં કારગર છે.

તેના સિવાય અષાઢ મહિનામાં બીલી જરાપણ ન ખાવ. જ્યાં સુધી થઈ શકે તેલવાળી વસ્તુઓ ઓછી ખાવ. જંક ફૂડનો ત્યાગ કરો અને ભોજનમાં તેલ અને મીઠાની માત્રા પણ સંતુલિત કરો.

શુભ કાર્યો પર પ્રતિબંધ :

અષાઢ મહિનો શરૂ થયા પછી 4 મહિના સુધી શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. અષાઢ મહિનાની પૂનમે ગુરુ પૂર્ણિમાનો મહાન ઉત્સવ પર ઉજવવામાં આવે છે.

કયા દેવી દેવતાઓની ઉપાસના કરવી?

અષાઢ મહિનામાં સૌથી વધારે ફળદાયી ઉપાસના ગુરુની હોય છે. તેના સિવાય દેવી માતાની ઉપાસના પણ શુભ ફળ આપે છે. શ્રી હરિ વિષ્ણુની ઉપાસનાથી પણ સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે.

આ મહિનામાં જળ દેવની ઉપાસનાથી ધન પ્રાપ્તિ સરળ થઈ જાય છે. આ મહિનામાં મંગળ અને સૂર્યની ઉપાસના જરૂર કરો, જેથી ઉર્જાનું સ્તર જળવાઈ રહે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.