બે ટીપા સરસીયાના તેલથી સ્વાઈન ફ્લુ થશે દુર, જાણો કેવી રીતે?

આયુર્વેદ સારવાર પદ્ધતિ ફરી એક વખત સાબિત થઇ છે, ઝડપથી ફેલાવો કરી રહેલા સ્વાઈન ફ્લુનો ભય દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. તેવામાં સરસીયાના તેલના ટીપા રામબાણ બની રહ્યા છે.

અંધારામાં તીર ચલાવી રહેલી આધુનિક સારવાર પદ્ધતિને આયુર્વેદ એ ફરી રસ્તો દેખાડ્યો છે. સરસીયાના બે ટીપા નાકમાં નાખો અને સ્વાઈન ફ્લુના વાયરસ નાશ. ચરક સંહિતામાં દર્શાવેલો આ નુસખા ફંગસ, બેક્ટેરિયા અને પદુષણને પણ અટકાવે છે. તમામ દર્દી ઉપર આ પ્રયોગ રામબાણ સાબિત થયો.

પ્રતિમર્શ નસ્ય વિધિથી સાજા થયા દર્દી :-

ચરક સંહિતાના ત્રીજા અધ્યાય અને વાગભટ્ટમાં ૧૨૧ પ્રકારના જ્વરોનું વર્ણન છે. તેમાં વાત શ્લેશ્મિક જવર જ આજનો સ્વાઈન ફ્લુ છે. એવા દર્દીઓએ મખમલ માસ્ક પહેરવું અને અલગ વિભાગમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. આયુર્વેદ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ નાકમાં બે બે ટીપા સરસીયાનું તેલ નાખવાથી ઝીણામાં ઝીણા કણ ગળા અને ફેફસા સુધી નથી પહોચી શકતા. તેને પ્રતિમર્શ નસ્ય કહે છે, જેમાં તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જો કોઈ તેલ નથી નાખી શકતા તો તે નાકમાં તેની કોટિંગ કરી શકો છો.

પીએમ -૧૦ થી પણ બચાવ :-

આંગળીમાં થોડું એવું તેલ લગાવીને નાકમાં ફેરવવાથી વાયરસ અને ફૂગ તેમાં ચોંટી જશે. તેલમાં ઘાટાપણું અને એંટીસેપ્ટિક ગુણધર્મ હોવાથી પીએમ-૧૦ ના કણથી લઇને કોઈ પણ પદુષણ તેમાં ફસાઈ જાય છે. તે ગુણધર્મને કારણે અથાણાને ખરાબ થવાથી બચાવવા માટે સરસીયાનું તેલ નાખવામાં આવે છે. તે મ્યુકોસાની અંદર ભીનાશ રાખે છે, જેથી સુંઘવાની ક્ષમતા જળવાયેલી રહે છે. આંખોની દ્રષ્ટિ પણ વધે છે.

નાકનું તાપમાન ૩૩ ડીગ્રી થવાથી, વધે છે વાયરસ :-

માઈક્રોબાયોલોજીસ્ટ ડૉ. અમિત ગર્ગ કહે છે કે સ્વાઈન ફ્લુના વાયરસ ઠંડીમાં સંક્રમિત થાય છે. વરસાદ, ગરમી અને આર્દ્રતાને કારણે જ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં રોજના સરેરાશ ૧૫ નવા દર્દી મળી રહે છે. અહિયાં આયુર્વેદિક સારવાર પદ્ધતિમાં નાક દ્વારા ઈલાજનો રસ્તો છે. નાકથી લઇને ગળા સુધી એચ૧એન૧ વાયરસ લગભગ ૪૮ કલાક સુધી રોકાય છે, જે દરમિયાન તેને નાશ કરી શકાય છે.

૨૦ નવા દર્દી મળ્યા, આંકડો ૨૩૪ સુધી પહોચ્યો :-

મેરઠમાં રાજ્યના સર્વાધિક દર્દી છે. નવી દિલ્હીનું નજીક હોવાથી દરરોજ આવ જા થવાથી વાયરસ ફેલાઈ રહ્યા છે. મેડીકલ કોલેજની લેબ એ મંગળવારે ૪૦ નમુનાની તપાસ કરી, જેમાં ૨૦ માં એચ૧એન૧ ની પુષ્ટિ થઇ. જાન્યુઆરીથી અત્યાર સુધી ૮૯૬ નમુનામાં ૩૪૨માં બીમારી મળી છે. તેમાં મેરઠના ૨૩૪ અને બીજા પાસેના જીલ્લા ના ૧૦૮ દર્દી છે.

તેમનું કહેવું છે :-

આયુર્વેદ માં ૧૨૧ પ્રકારના તાવ દર્શાવ્યા છે. સ્વાઈન ફ્લુ સાથે મળતા એવા લક્ષણો વાળા દર્દીના પેશાબને ખાસ વિલયનમાં તપાસનું સૂત્ર બતાવવામાં આવ્યું છે. તુલસી પત્ર, લીમડો, ગીળો અને પીપળાના પાંચ પાંચ પાંદડાની રાબ બનાવીને પીવો અને સંજીવની વટી પણ લો.

ડૉ. બ્રજભૂષણ શર્મા, વરિષ્ઠ આયુર્વેદાચાર્ય :-

આયુર્વેદમાં પ્રતિમર્શ નસ્યનો રસ્તો સ્વાઈન ફ્લુના વાયરસને ગળામાં જવા જ નથી દે. એટલે ફેફસા સુરક્ષિત રહેવાથી નીમોનીયા થતો નથી. નાકમાં બે ટીપા તેલ નાખવાનો આ નુસખો સરળ અને સચોટ છે. પરંતુ સરસીયાનું તેલ શુદ્ધ હોય તો ઉત્તમ. વનસ્પા અને વાસાની રાબ પણ અસરકારક છે.

ડૉ. ચંદ્રચુડ મિશ્ર, આસીસ્ટન. પ્રોફેસર, મહાવીર આયુર્વેદિક મેડીકલ કોલેજ