ઇતિહાસની સૌથી સુંદર અને ચાલબાજ રાણી જેણે ઘણા દેશોના રાજાઓ અને સેનાપતિઓ સાથે બનાવ્યા શારીરિક સંબંધ

આજે અમે વાત કરી રહ્યા છીએ મિસ્રની એ રાણીની જેણે પોતાની સુંદરતાથી આખી દુનિયાને હચમચાવી દીધી હતી. અમે વાત કરી રહ્યા છીએ મિસ્રના ઈતિહાસની સૌથી સુંદર અને સેક્સી રાણી ક્લિયોપેટ્રાની જેનું નામ ઈતિહાસમાં એક રહસ્યમય વ્યક્તિ તરીકે નોંધાયેલું છે.

ક્લિયોપેટ્રા વિષે કહેવામાં આવે છે, કે તે સુંદર અને સેક્સી હોવાની સાથે સાથે હોંશિયાર, ષડ્યંત્રકારી અને ક્રૂર પણ હતી. તે પણ કહેવામાં આવે છે કે તેણે પોતાના ફાયદા માટે કેટલાય પુરુષો સાથે સેક્સ સંબંધ બનાવ્યા હતા. તેવું ઈતિહાસમાં નોંધાયેલું છે કે ક્લિયોપેટ્રા રાજાઓ અને સેના અધિકારીઓને પોતાની સુંદરતામાં ફસાવતી અને તેનું ખૂન કરી દેતી હતી. ક્લિયોપેટ્રા પોતાની સુંદરતા ઉપરાંત પોતાના રહસ્યમયો કામ અને ષડ્યંત્રો માટે પણ ઓળખવામાં આવતી હતી. શોધકર્તા આજે પણ ક્લિયોપેટ્રાનું રહસ્ય જાણવામાં નિષ્ફળ રહ્યા છે. ઈતિહાસકારોના જણાવ્યા મુજબ ક્લિયોપેટ્રા સુંદર હોવાની સાથે સાથે હોંશિયાર અને ષડ્યંત્રકારી પણ હતી.

ઈતિહાસકારોના જણાવ્યા મુજબ ક્લિયોપેટ્રાએ એક સાંપને પોતાના વક્ષ સ્થળ ઉપર કરડાવીને આત્મહત્યા કરી લીધી હતી. અને અમુકનું માનવું છે કે ક્લિયોપેટ્રાનું મૃત્યુ કેફી પદાર્થનું સેવન કરવાથી થયું હતું. ક્લિયોપેટ્રા ઉપર કલાકારોએ ઘણા સાહિત્ય લખ્યા છે. દુનિયાભરના મૂર્તિ રચનાકારોએ ક્લિયોપેટ્રાની મૂર્તિઓ બનાવી અને બધા એ તેની સુંદરતાને પોત પોતાની રીતે દેખાડવા પ્રયાસ કર્યો. ક્લિયોપેટ્રા વિષે અંગ્રેજી સાહિત્યમાં ત્રણ નાટકકારો શેકસપિયર, ડ્રાઈડન અને બર્નોડ શા એ પણ લખ્યું છે. ક્લિયોપેટ્રા પોતાના સમયમાં દુનિયાની સૌથી પૈસાદાર અને સુંદર મહિલા હતી. જુલિયસ સીજર, માર્ક એંથોની અને આક્ટેવીયન ક્લિયોપેટ્રાના વિરોધી હતા, તેમ છતાંપણ જુલિયસ સીજરએ ક્લિયોપેટ્રાને મિસ્રની રાણી બનવામાં મદદ કરી હતી.

કહેવાય છે કે જયારે ક્લિયોપેટ્રા ૧૭ વર્ષની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થઇ ગયું. પિતાની વસિયત મુજબ તેને અને તેના નાના ભાઈ તોલેમી દિયોનીસીસને સંયુક્ત રીતે રાજ્ય પ્રાપ્ત થયું, અને તે મિસ્રી પ્રથા મુજબ તે પોતાના ભાઈની પત્ની થવાની હતી. પરંતુ રાજ્યાધિકાર માટે સંઘર્ષના પરિણામ સ્વરૂપ તેને રાજ્યથી દુર થઇને સીરીયા ભાગવું પડ્યું.

જુલિયસ સીજરનો સાથ : ક્લિયોપેટ્રાએ સાહસ નહોતું ગુમાવ્યું. તે સમયે જુલિયસ સીજર પોતાના દુશ્મન પોપેનો પીછો કરતા મિસ્ર આવ્યા. ત્યાં તેણે ક્લિયોપેટ્રાને જોઈ અને તે તેની સુંદરતા અને માદક આંખો ઉપર આફરીન થઇ ગયો. ક્લિયોપેટ્રાની સુંદરતાની જાળમાં ફસાયા પછી તે તેની સાથે યુદ્ધ કરીને તેને મિસ્રની રાણી બનાવવા માટે તૈયાર થઇ ગયો.

જુલિયસ સીજરએ તોલેમી સાથે યુદ્ધ કર્યુ અને તોલેમી માર્યો ગયો અને ક્લિયોપેટ્રા મિસ્રની રાજગાદી ઉપર બેઠી. મિસ્રની પ્રાચીન પ્રથા મુજબ તે પોતાના એક બીજા નાના ભાઈ સાથે મળીને રાજ કરવા લાગી, પરંતુ તરત જ તેણે પોતાના આ નાના ભાઈને ઝેર આપી દીધું. ક્લિયોપેટ્રાના આદેશ ઉપર તેની બહેન અરસીનોઈની પણ હત્યા કરાવી દીધી.

જુલિયસ સીજર સાથે ક્લિયોપેટ્રાના સંબંધ : માનવામાં આવે છે કે તે રોમન સમ્રાટ જુલિયસ સીજરની રખાત હતી. તેનાથી એક પુત્ર પણ થયો પરંતુ રોમનોને આ સંબંધ કોઈ રીતે ન પસંદ આવ્યો. રોમન જનતા આ સંબંધનો વિરોધ કરતી રહી.

માનવામાં આવે છે કે રોમન શાસક જુલિયસ સીજરના જનરલ માર્ક એંથોનીનું ક્લિયોપેટ્રા ઉપર દિલ આવી ગયું હતું. તે તેની સુંદરતાથી મોહિત થઇ ગયા હતા. ક્લિયોપેટ્રાને જયારે એ ખબર પડી તો તે બન્નેએ શીયાળાની ઋતુ એક સાથે એલેકઝાન્ડરિયામાં પસાર કરી. કહે છે કે એંથોની સાથે તેના ૩ બાળકો થયા. દસ્તાવેજો દ્વારા જાણી શકાય છે કે તે બન્નેએ પાછળથી લગ્ન પણ કર્યા, તે બન્ને પહેલાથી જ પરણિત હતા. એંથોની સાથે મળીને તેણે મિસ્રમાં પોતાનું સંયુક્ત રીતે સિક્કો પણ જમાવ્યો હતો. ૪૪ ઈ.સ. પૂવેમાં જુલિયસ સીજરની હત્યા પછી તેના વારસદાર ગાએસ ઓક્ટેવિયન સીજરનો જયારે એંથોનીએ વિરોધ કર્યો તો તેની સાથે ક્લિયોપેટ્રા પણ હતી. બન્ને મળીને રોમન સામ્રાજ્ય સાથે ટક્કર લેવાની યોજના બનાવી, પરંતુ બન્નેને ઓક્ટેવિયનની ફોજો સામે હાર માનવી પડી.

ક્લિયોપેટ્રા પોતાના ૬૦ જહાજો સાથે યુદ્ધસ્થળ માંથી સિકંદરિયા ભાગી ગઈ. એંથોની પણ એની પાછળ પાછળ ભાગીને તેની સાથે આવીને ભળી ગયો. પાછળથી ઓક્ટેવિયનના કહેવાથી ક્લિયોપેટ્રાએ એંથોનીને દગો દીધો. ક્લિયોપેટ્રાના કહેવાથી તે એંથોનીની હત્યા કરવા માટે તૈયાર થઇ ગઈ. એંથોનીને તેને સમજાવી ફોસલાવી સાથે સાથે મરવા માટે તૈયાર કર્યો અને તે તેને સમાધી ભવનમાં લઇ આવી જે તેણે બનાવરાવ્યુ હતું. ત્યાં એંથોનીએ તે ભ્રમમાં આત્મહત્યા કરી કે ક્લિયોપેટ્રા પણ આત્મહત્યા કરી ચુકી છે અને પોતાના જીવનનો અંત કરી લીધો.

ક્લિયોપેટ્રાનું મૃત્યુ એક રહસ્ય : ક્લિયોપેટ્રા ઓક્ટેવિયનને પણ પોતાની રૂપ જાળમાં ફસાવીને પોતાનો જીવ બચાવીને ફરીથી મિસ્રની રાજગાદી પ્રાપ્ત કરવાની યોજના ઉપર કાર્ય કરી રહી હતી. પરંતુ જનશ્રુતિ મુજબ ઓક્ટેવિયન ક્લિયોપેટ્રાની રૂપ જાળમાં ન ફસાયો અને તેણે તેની એક ડંખવાળા જંતુથી હત્યા કરાવી દીધી. ત્યારે તે ૩૯ વર્ષની હતી. પરંતુ શું એ સાચું છે? ક્લિયોપેટ્રાનું મૃત્યુ પછી મિસ્ર રોમન સામ્રાજ્યનો ભાગ બની ગયું.

આમ તો ઘણા લોકો માને છે કે તેણે એંથોનીને દગો નથી આપ્યો. તેને એંથોની સામે જ સાંપનો ડંખ લગાવરાવી આત્મહત્યા કરી લીધી હતી અને જયારે એંથોનીએ જોયું કે ક્લિયોપેટ્રા મરી ગઈ છે ત્યારે તેને પણ આત્મહત્યા કરી લીધી, કેમ કે તે જાણતા હતા કે એને ક્યારે પણ ઓક્ટેવિયન કે તેના સૈનિકો મારી નાખશે.

માદક પદાર્થના સેવનથી થયું મૃત્યુ : જર્મનીના એક શોધકર્તાએ દાવો કર્યો છે કે પ્રાચીન મિસ્રની પ્રસિદ્ધ મહારાણી ક્લિયોપેટ્રાનું મૃત્યુ સર્પદંશથી નહિ, પરંતુ વધુ પ્રમાણમાં માદક પદાર્થના સેવનથી થયું હતું.

યુનીવર્સીટી ઓફ ટ્રાઈવરના ઈતિહાસકાર અને પ્રોફેસર ક્રીસ્ટોફ શેફરએ પોતાની આધુનિક શોધમાં દાવો કર્યો છે, કે અફીણ અને હેમ્લાક (સફેદ ફૂલો વાળું ઝેરીલું ઝાડ) ના મિશ્રણના સેવનને કારણે તેનું મૃત્યુ થયું હતું. ક્લિયોપેટ્રાનું મૃત્યુ ઓગસ્ટ ઈ.સ. ૩૦ પૂર્વમાં થયું હતું અને હંમેશાથી એ સમજવામાં આવી રહ્યું છે, કે તેનું મૃત્યુ કોબ્રા સાંપના કરડવાથી થયું હતું.

સુંદર બની રહેવા માટે શું કરતી હતી ક્લિયોપેટ્રા :

ગધેડીનું દૂધ : ઈતિહાસમાં ક્લિયોપેટ્રાનું વર્ણન ઘણું સુંદર યુવતી તરીકે કરવામાં આવ્યું છે, અને તેના માટે તે ગધેડીના દૂધનો ઉપયોગ કરતી હતી. તે સ્નાન કરવા માટે દરરોજ લગભગ ૭૦૦ ગધેડીનું દૂધ મંગાવતી હતી જેનાથી તેની ત્વચા સુંદર બની રહેતી હતી. હાલમાં થયેલી શોધમાં એ વાત સાબિત થઇ છે.

તુર્કીમાં થયેલા એક અધ્યયન મુજબ, એક શોધ દરમિયાન જયારે ઉંદરને ગાય અને ગધેડીનું દૂધ પીવરાવવામાં આવ્યું તો ગાયનું દૂધ પીવા વાળા ઉંદર વધુ જાડા જોવા મળ્યા. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે ગધેડીના દૂધમાં ગાયના દૂધની સરખામણીમાં ઓછી ચરબી હોય છે, જે દરેક રીતે સારૂ રહે છે. તો પછી ક્યાયની પણ મહારાણી હોય, તે તો એ પસંદ કરશે જ.

ક્લિયોપેટ્રાને ષડ્યંત્રકારી, પાપી, પોપ સંસ્કૃતિની આદેશ માનવામાં આવતી હતી. ક્લિયોપેટ્રા મિસ્રની છેલ્લી રાણી હતી, જેનું રહસ્ય આજે પણ દુનિયા માટે રહસ્ય છે. વર્ષ ૧૦૬૩ માં ક્લિયોપેટ્રા ઉપર એક હોલીવુડ ફિલ્મ બની હતી, જેનું નામ લીજ ટેલર હતું. ફિલ્મમાં ક્લિયોપેટ્રાની ભૂમિકા એવી જોરદાર ભજવવામાં આવી હતી કે એના દ્વારા ક્લિયોપેટ્રાને ફરીથી લોકોની યાદમાં જીવતા કરી દીધા હતા. આજસુધી ક્લિયોપેટ્રાને આ ફિલ્મના રૂપમાં જોવામાં આવે છે. હોલીવુડમાં હવે ફરીથી ક્લિયોપેટ્રા ઉપર એક ફિલ્મ બનવાની છે.