શંખ વગાડવાથી તમારા શરીર પર શું થાય છે અસર જાણો ડોક્ટર અને વૈજ્ઞાનીઓની રિસર્ચ

હાલની જ તાજી વાત છે કે સુરત મહાનગર પાલિકા દ્વારા અહીના શંખનાદ ક્લબનું સન્માન કરવામાં આવ્યું છે. આ ક્લબ દ્વારા 25 ડોક્ટરોએ સાથે મળીને શંખનાદથી થતા ફાયદા પર સંશોધન કરવામાં આવ્યું હતું. અને એ કારણે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ એને સ્થાન મળ્યું છે. આ ક્લ્બ દ્વારા 25,000 લોકોને શંખ વગાડવાની ટ્રેનિંગ આપવામાં આવી છે.

પૂજા-પાઠમાં શંખ વગાડવાનું ચલણ યુગો-યુગોથી ચાલી આવી રહ્યુ છે. દેશના ઘણા ભાગોમાં લોકો શંખને પૂજાઘરમાં મૂકે છે, અને એને નિયમિત રૂપથી વગાડે છે. એવામાં આ ઉત્સુકતા એકદમ સ્વાભાવિક છે કે શંખ ફક્ત પૂજા-અર્ચનામાં જ ઉપયોગી છે, અથવા એનો સીધી રીતે થોડા લાભ પણ છે.

પવિત્ર માનવામાં આવે છે શંખ :

હકીકતમાં સનાતન ઘર્મની ઘણી એવો વાતો છે, જે ન ફક્ત આધ્યાત્મિક રૂપથી, પણ ઘણા બીજા પ્રકારે પણ ફાયદાકારક છે. શંખ રાખવા, વગાડવા તેમજ એના પાણીનો ઉચિત ઉપયોગ કરવાથી ઘણા પ્રકારના લાભ થાય છે. ઘણા ફાયદા તો સીધી રીતે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. આગળ આ લેખમાં અમે તમને જણાવીશું કે પૂજામાં શંખ વગાડવા અને એના ઉપયોગથી કયા-કયા ફાયદા થાય છે.

શંખનાદથી થતા થોડા ફાયદા વિષે પણ જાણીલો.

શંખનાદથી આંખનું તેજ વધે છે, આપણા પેટના સ્નાયુઓને કસરત મળે છે, તેમજ વ્યક્તિને સાઇનશ જેવી બીમારીઓ થતી નથી.

શંખનાદથી આંખોના મોતિયા દૂર થાય છે, હૃદય અને મગજને માનસિક શાંતિ મળે છે. શ્વાસની તકલીફો દૂર થાય છે. તેમજ આપણી પાચન શક્તિ વધે છે.

શંખનાદથી મગજમાં વાઈબ્રેશન મળે છે, અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તથા રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને થાઇરોઇડની બીમારી માંથી છુટકારો મળે છે.

શંખનાદથી ચહેરા પર તેજ વધે છે, અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે,

શંખનાદથી શરીર સ્ફૂર્તિલું રહે છે અને તાજગીનો અનુભવ થાય છે. તથા હૃદયના દર્દીઓની તંદુરસ્તીમાં વધારો થાય છે.

શંખ વગાડવા પર 1961 માં એક સંશોધન થયું હતું. એ સંશોધન બર્લિન યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ કર્યુ હતું. અને એમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક વાર શંખનાદ કરવાથી 1500 સ્કવેર ફૂટ વિસ્તારમાં ટાઇફોઇડ, પ્લેગ કોલેરાના વાયરસ નાશ પામે છે.

1. એવી માન્યતા છે કે જે ઘરમાં શંખ હોય છે, ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. ધાર્મિક ગ્રંથોમાં શંખને લક્ષ્મીના ભાઈ જણાવવામાં આવ્યા છે. કારણ કે લક્ષ્મીની જેમ શંખ પણ સાગર માંથી ઉત્પન્ન થયું છે. શંખની ગણતરી સમુદ્ર મંથન માંથી નીકળેલા ચૌદ રત્નોમાં થાય છે.

2. શંખને એટલા માટે શુભ માનવામાં આવ્યું છે, કારણ કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને જ પોતાના હાથોમાં એને ધારણ કરે છે.

3. પૂજા-પાઠમાં શંખ વગાડવાથી વાતાવરણ પવિત્ર થાય છે. જ્યાં સુધી એનો અવાજ આવે છે, એને સાંભળીને લોકોના મનમાં સકારાત્મક વિચાર ઉત્પન્ન થાય છે. સારા વિચારોનું ફળ પણ સ્વભાવિક રૂપમાં સારું જ હોય છે.

4. શંખના જળથી શિવ, લક્ષ્મી વગેરેનો અભિષેક કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે અને એમની કૃપા પ્રાપ્ત થાય છે.

5. ભ્રમવૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શંખમાં પાણી રાખવા અને એને છાંટવાથી વાતાવરણ શુદ્ધ થાય છે.

6. શંખનો અવાજ લોકોને પૂજા અર્ચના કરવા માટે પ્રેરિત કરે છે. એવી માન્યતા છે કે શંખની પૂજાથી કામનાઓ પુરી થાય છે. એનાથી દુષ્ટ આત્માઓ પાસે નથી ભટકતી.

7. વૈજ્ઞાનિકોનું માનવું છે કે શંખના અવાજથી વાતવરણમાં રહેલા ઘણા પ્રકારના જીવાણુઓ અને વાયરસનો નાશ થાય છે. ઘણા ટેસ્ટ દ્વારા આ રીતના પરિણામ મળ્યા છે.

8. આયુર્વેદ અનુસાર શંખોદકની ભસ્મના ઉપયોગથી પેટની બીમારીઓ, પથરી, કમળો વગેરે ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો કે એનો ઉપયોગ એક્સપર્ટ વૈદ્યની સલાહથી જ કરવો જોઈએ.

9. શંખ વગાડવાથી ફેફસાનો વ્યાયામ થાય છે. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે જો શ્વાસના રોગી નિયમિત રૂપથી શંખ વગાડે, તો તે બીમારીથી મુક્ત થઇ શકે છે.

10. શંખમાં રહેલા પાણીનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. તે દાંત માટે પણ લાભદાયક છે. શંખમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ગંધકના ગુણ હોવાને કારણે તે ફાયદાકારક છે.

11. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ શંખમાં એવા ઘણા ગુણ હોય છે, જેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. શંખના અવાજથી ‘સુતેલી જમીન’ જાગ્રત થઈને શુભ ફળ આપે છે.