સગા ભાઈ દ્વારા દગો ખાધા પછી ફક્ત 20 રૂપિયા થી શરુ કર્યો ધંધો, આજે છે 1,000 કરોડ ના માલિક

આ વાત એક એવા માણસની છે જેમણે સખત મહેનત, ધગશ અને સંઘર્ષ સાથે સફળતાની સીડી ઉપર પહેલું ડગલું મુક્યું, અને સતત આકરી મહેનત કરીને આજે જે સ્થાન પ્રાપ્ત કર્યુ, તે મોટાભાગના લોકો માટે એક સપના જેવું છે. મોટા ભાઈ દ્વારા દગો મળ્યા પછી આ વ્યક્તિના મનમાં જયારે પોતાનો ધંધો શરુ કરવાની ઈચ્છા ઉભી થઇ તો, ખિસ્સામાં પડેલા લગભગ ૨૦ રૂપિયાની રકમે સપના ઉપર પાણી ફેરવી દીધું. પરંતુ હાર ન માનીને ૫૦૦ રૂપિયા ઉછીના લઇને તેમણે પોતાના સપનાનો પાયો નાખીને ૧૦૦૦ કરોડના વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી નાખી.

સફળતાની આ વાર્તા છે ભારતના મહાન વેપારી નીતિન શાહની. મહારાષ્ટ્રના નાના વેપારી પરિવારમાં જન્મેલા નીતિનના પિતા જીનીથ ફાયર સર્વિસીસ નામની એક નાની એવી અગ્નિ શમન સાધનો બનાવવાની દુકાન ચલાવતા હતા. નીતિન અભ્યાસ માંથી સમય કાઢીને નાની ઉંમરમાં જ પોતાના પિતા સાથે કામ કરતો હતો.

કોલેજમાં પ્રવેશ મેળવ્યા પછી પણ નીતિન હંમેશા રજાઓમાં પિતા સાથે જ કામ કરતો. પરંતુ પરિવારમાં સૌથી નાનો હોવાને કારણે તેના મોટા ભાઈએ તેની સાથે ષડ્યંત્ર કરીને વારસાગત ધંધા ઉપર કબજો જમાવી લીધો. નાનપણથી જ વેપારમાં રસ ધરાવતા નીતિનને ઘણું દુ:ખ થયું અને તેણે પોતાનો ધંધો શરુ કરવાનું નક્કી કરી લીધું. પરંતુ દુર્ભાગ્યથી વેપાર શરુ કરવા માટે તેના ખિસ્સામાં તે સમયે માત્ર ૨૦ રૂપિયા હતા.

પોતાના શરુઆતના સંઘર્ષને યાદ કરીને નીતિન જણાવે છે, કે મેં મિત્ર પાસેથી ૫૦૦ રૂપિયા ઉછીતા લીધા અને ઓટો ગેરેજમાં કામ કરવાનું શરુ કર્યુ. તે વાત ૧૯૮૪ ની છે. ત્યાં સુધી હું મીકેનીકલ એન્જીનીયરીંગમાં ડીપ્લોમાં કરી ચુક્યો હતો. પિતા સાથે કામ કરતા કરતા થોડા કોન્ટેક્ટ પણ બનાવ્યા હતા. તેમાંથી એક ડીપાર્ટમેન્ટ ઓફ ઈટોમિક એનર્જી (ડીએઈ) માં સીનીયર એડવાઇઝર હતો. તેમણે મને ડીપાર્ટમેન્ટમાં ફાયર એકસ્ટીંગઝરના મેન્ટેનન્સનો કોન્ટ્રેકટ આપ્યો.

આ કોન્ટ્રાક્ટના મળ્યા પછી નીતિનને શરૂઆતમાં સફળતા મળી. આ કામ માટે તેણે ત્રણ લોકોને પોતાની સાથે રાખ્યા અને કામ શરુ કર્યુ. શરુઆતમાં તેની પાસે ઘણા ઓછા ઇકવીપમેંટસ હતા, પરંતુ તેણે તેનાથી શરુ કરીને પોતાનું કામ ચાલુ રાખ્યું.

છ સાત મહિનામાં જ નીતિને ૨૦ લાખ રૂપિયા જમા કરી લીધા, અને ૧૨૦૦ સ્ક્વેર ફૂટ જમીન ખરીદીને નીતિન ફાયર પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી નામથી એક કંપનીની શરુઆત કરી. ઘણા નાના નાના કામને આધારે કંપનીને ૧૯૮૬ માં ઓએનજીસીમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ મળી ગયો. આ કોન્ટ્રાક્ટ કંપનીને એક નવા શિખર ઉપર પહોચાડવામાં અસરકારક સાબિત થઇ.

વર્ષ ૧૯૮૬ ના અંત સુધી કંપનીનું ટર્નઓવર ઓવર ૭ કરોડ રૂપિયાની ઉપર થઇ ગયું. વર્ષ ૧૯૮૭ માં કંપનીને વિકસાવતા નીતિને ૧ કરોડમાં ગુજરાતના ઉમરગાંવમાં ૫૦,૦૦૦ સ્ક્વેર ફૂટ જમીન ખરીદી અને અહિયાં ૨૫ કર્મચારીઓ સાથે અગ્નિ શમન સાધનો બનાવવાની શરુઆત કરી. તે સમયે તેના મુંબઈનો ધંધો નાનો એવો હતો.

નીતિને અટક્યા વગર થાક્યા વગર પોતાના ધંધાને આગળ વધારતા વર્ષ ૧૯૮૮ માં ગોવામાં ઓફીસ ખોલી અને ઇકવીપમેંટસની ડીઝાઈનીંગ, મેન્યુફેક્ચરીંગ અને મેન્ટેનન્સ જેવી સુવિધાઓ આપવાનું શરુ કર્યુ. ત્યાર પછી ૧૯૮૯ માં યુકેની કંપની અપોલો ફાયર ડીટેકટર્સની સાથે ભાગીદારી કરીને જુન ૨૦૦૭ ના રોજ ૬૫ કરોડ રૂપિયાના આઈપીઓ લાવ્યા.

વર્ષ ૨૦૦૮ માં તેમણે નીતિન વેચર્સના માધ્યમથી એક ૩૦ વર્ષ જૂની સંયુક્ત અરબ અમીરાતની કંપની ન્યુ એજ કંપનીમાં ભાગીદારી ખરીદવાનું શરુ કરી દીધું. ૨૦૧૦ માં તેમણે કંપનીને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરી લીધી. આ કંપનીની અબુધાબી, દુબઈ અને શારજહામાં ઓફીસ સાથે તમામ જગ્યાએ અગ્નિ સુરક્ષા પ્રણાલી પણ સ્થાપિત છે.

હાલમાં જ યુરોપીય બજારમાં પોતાનો પગ જમાવવાના ઉદેશ્યથી નીતિને એક યુરોપીય વેચરની સ્થાપના કરી છે. આજે તે દુનિયાની એકમાત્ર કંપની છે જે સક્રિય ગેસો, રાસાયણિક ગેસો અને પાણી સહીત તમામ પ્રકારના અગ્નિ સુરક્ષા ઉત્પાદનો પુરા પાડી રહ્યા છે. માત્ર ૫૦૦ રૂપિયાની સામાન્ય રકમથી શરુ થઇને આજે કંપનીનું ટનઓવર ૧,૦૦૦ કરોડ રૂપિયા ઉપર છે.