ભગવાન ગણેશનું ચમત્કારિક મંદિર, જ્યાં પ્રેમી કપલની દરેક મનોકામનાઓ થાય છે પુરી.

દરેક પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક કોઈ સાથે પ્રેમ જરૂર કરે છે, કદાચ બની શકે છે કે તમે લોકોને પણ પ્રેમ થયો હોય? પરંતુ હંમેશા જોવામાં આવે છે કે પ્રેમ કરવા વાળા પ્રેમી કપલની ભાવનાઓને કોઈ નથી સમજી શકતું. જો કોઈ પ્રેમ કરે છે, તો તેના ઘર વાળા તેના સંબંધને સ્વીકારવાની સ્પષ્ટ ના કહી દે છે.

પરંતુ તમારી સાથે પણ કાંઈક એવું બની રહ્યું છે. તો તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આજે અમે તમને આ પોસ્ટ દ્વારા એક એવા મંદિરની જાણકારી આપવાના છીએ. જ્યાં માંગવામાં આવેલી દરેક ફરિયાદ જરૂર પૂરી થાય છે, આ મંદિરની અંદર પ્રેમ કરવા વાળી જોડીની દરેક મનોકામનાઓ પૂરી થઇ જાય છે.

ખાસ કરીને અમે તમને જે મંદિર વિષે જાણકારી આપવાના છીએ તે મંદિર રાજસ્થાનના જોધપુરમાં આવેલું છે, આ સ્થળ ઉપર ભગવાન ગણેશજીનું એક ચમત્કારિક મંદિર રહેલું છે, જ્યાં બે પ્રેમ કરવા વાળી જોડીની દરેક મનોકામનાઓ પૂરી થાય છે, આ મંદિરની અંદર પ્રેમી જોડી પોત-પોતાની મનોકામના લઇને આવે છે, ભગવાન ગણેશજીના આ મંદિરને ‘પ્રેમી ગજાનન મંદિર’ ના નામથી પણ લોકો ઓળખે છે.

આ મંદિર વિષે એવું માનવામાં આવે છે કે જે પ્રેમી જોડી લગ્નની ઈચ્છા લઇને આ મંદિરમાં પોતાની ફરિયાદ કરે છે તો તે પ્રેમી જોડીનો સંબંધ જલ્દી થઇ જાય છે. આ મંદિરમાં કપલ્સ પોતાના પ્રેમની ઈચ્છા માગે છે અને તેમની ઈચ્છા પૂરી થાય છે.

ખરેખર જોવામાં આવે તો ભગવાન ગણેશજીનું આ મંદિર પ્રેમી જોડીઓ માટે કોઈ વરદાનથી ઓછું નથી, એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં આવવા વાળા મોટાભાગે પ્રેમી જોડી પોતાના પ્રેમ માટે પ્રાર્થના કરે છે અને તે ભગવાન ગણેશજી પાસે એવી પ્રાર્થના કરે છે કે તે બન્નેના લગ્ન વહેલામાં વહેલી તકે થઇ જાય, અહિયાંના સ્થાનિક લોકો એવું જણાવે છે કે ભગવાન ગણેશજી અહિયાં આવવા વાળા પ્રેમી જોડીની દરેક મનોકામનાઓ પૂરી કરે છે, આ મંદિરમાં પ્રેમી જોડીની ઘણી ભીડ લાગેલી રહે છે.

ભગવાન ગણેશજીના પ્રેમી ગજાનન મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે આ મંદિર પહેલા ગુરુ ગણપતિના નામથી પ્રસિદ્ધ હતું એવું કેહેવામાં આવે છે કે જોડી લગ્ન પહેલા મળવા માટે અહિયાં આવતા હતા, ધીમે ધીમે અહિયાં પ્રેમી જોડી પણ આવવા લાગ્યા હતા, પ્રેમી ગજાનનના આ પ્રસિદ્ધ મંદિરમાં પ્રેમી જોડીની ઇચ્છાઓ પૂરી થાય છે.

આ મંદિરની અંદર આમ તો ઘણી ભીડ રહે છે પરંતુ બુધવારના દિવસે ભગવાન ગણેશજીના દર્શન કરવા માટે પ્રેમી જોડીની ભીડ ઘણી જોવા મળે છે, લોકોનું એવું માનવું છે કે ધીમે ધીમે આ અટલ પ્રેમી જોડીને મળવાનું સ્થાન બની ગયું છે, અહિયાં જે પણ પ્રેમી જોડી આવે છે. તે પોતાનો પ્રેમ અને સંબંધને મજબુત બનાવી રાખવાની પ્રાર્થના કરે છે, ભગવાન ગણેશજીના આ મંદિરમાં પ્રેમી જોડી પોતાના પ્રેમની સલામતીની પ્રાર્થના કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.