શાહબુદ્દીન રાઠોડ જેમણે હાસ્ય અને તત્વજ્ઞાન નો સુમેળે સંગમ કરી ને ખુબ ઊંડી હાસ્ય ની વાતો કરી છે

શાહબુદ્દીન રાઠોડ જેમણે હાસ્ય અને તત્વજ્ઞાન નો સુમેળે સંગમ કરી ને ખુબ ઊંડી હાસ્ય ની વાતો કરી છે ઘણા સારા પુસ્તકો લખ્યા છે

તેમણે ૧૦ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડો. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે

૧. મારે ક્યાં લખવું હતુ?

૨. હસતાં-હસાવતાં

૩. અણમોલ આતિથ્ય

૪. સજ્જન મિત્રોનાં સંગાથે

૫. દુ:ખી થવાની કળા

૬. શૉ મસ્ટ ગો ઓન

૭. લાખ રુપિયાની વાત

૮. દેવુ તો મર્દ કરે

૯. મારો ગધેડો ક્યાય દેખાય છે?

૧૦. હાસ્યનો વરઘોડો

૧૧. दर्पण जुठ न बोले (हिन्दी)

હાસ્યને એક અસરકારક ઔષધી તરીકે ઓળખવામાં આવે છે. ચીન એમના લોકો ને હસાવા માટે બજેટ માં કરોડો રૂપિયા વાપરે છે. આજે દુનિયાભરમાં લાફ્ટર કલબ્સ ઠેરઠેર શરૂ થયેલી જોવા મળે છે. વિજ્ઞાાનના આધાર સહિત એ જાણવા મળ્યું છે કે મુક્ત હાસ્ય એ એક એવી કુદરતી જડીબુટ્ટી છે આપણા માત્ર શરીરને જ નહી પરંતુ મનને મગજ અને બુદ્ધિને પણ ખુબ તંદુરસ્તી અને તાજગી આપે છે.

હાસ્ય અગણિત સ્થળો, પ્રસંગો, પરિસ્થિતિ, નાટક, ફિલ્મ, કવિતા, કાર્ટૂન, લેખો વગેેરેે અનેક સ્થળેથી હાસ્ય નીપજે છે અને હાસ્યકલાકારો એ કાઢી ને લોકો ને ખુબ હસાવે છે.

હાસ્યવૃત્તિ બે બાજુની છે હાસ્ય પેદા કરે તેવું કંઈક બોલવા લખવા કે કરવાની ક્ષમતા હાસ્ય પેદા કરવા માટે જેટલી આવશ્યક છે તેટલી જ આવશ્યક છે તે બોલેલું, લખેલું કે કરાયેલું સમજી શકવાની અને માણી શકવાની ક્ષમતા. આમ બંને બાજુએ સરખી ક્ષમતાઓ એક સાથે કામે લાગે નહીં, ત્યાં સુધી પેલું તન, મન, અને મગજને તર કરી દેનાર તંદુરસ્ત હાસ્ય નીપજી શકતું નહીં.

હંમેશા હસતા તેમજ આનંદમાં રહેવાથી પોઝિટિવ એન્ઝાઈમ્સનો સ્ત્રાવ થાય છે જે તમને સ્ટ્રેસમુક્ત કરે છે.પૂરતી હાસ્યવૃત્તિ ધરાવનાર માણસો જગત સાથે સરસ અનુકૂલન આસાનીથી સાધી શકે છે, તેના ફળરૂપે તેમનું વ્યક્તિત્વ તો સમતોલ બને જ છે એટલું જ નહીં તેનું બીજા સાથે કામ પણ સરળતાથી થઈ શકે છે.

આટલું જ નહીં તેમનામાં સરેરાશ કરતા વધારે ઊંચી બુદ્ધિમત્તા ખીલે છે અને તેથી તેઓ લગભગ બધે જ આવકાર્ય, ઈચ્છનીય ગમતા અને પ્રશંસા યોગ્ય બને છે.

આપણા ગુજરાતમાં સાંસ્કૃતિક તેમજ વેસ્ટર્ન સંગીતનો એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. ભજન, સંતવાણી અને હાસ્યના ડાયરા ઉપરાંત લગ્નમાં પણ હવે તો સંગીતનો એક અલગ માહોલ ઉભો થાય છે.

વિડીયો