ભગવાન રામની સેવામાં સમર્પિત છે સદ્દામ હુસૈનનું જીવન, રાખે છે મંદિરમાં ખાસ ધ્યાન.

બેંગ્લોરના આ ગામમાં આ મુસ્લીમ વ્યક્તિ કરી રહ્યો છે ૩ વર્ષથી રામ મંદિરની સફાઈ

આપણા દેશમાં હંમેશા જ ધર્મ અને જાતીનો મુદ્દો રાજકીય પાર્ટીઓ તરફથી જરૂર ઉઠાવવામાં આવે છે. ધર્મના નામ ઉપર હંમેશા વોટ બેંકની રાજનીતિ કરવામાં આવે છે અને લોકો પાસેથી ધર્મના નામ ઉપર વોટ માંગવામાં આવે છે.

પરંતુ બદલાતા સમય સાથે હવે આપણો દેશ પણ બદલાઈ રહ્યો છે અને ઘણા એવા લોકો છે. જે ધર્મથી ઉપર માણસાઈને રાખે છે. જ્યાં એક તરફ ઘણી રાજકીય પાર્ટીઓ હિંદુ અને મુસ્લિમ સમુદાયના મુદ્દા ઉઠાવીને આ બન્ને ધર્મના લોકો વચ્ચે એક દીવાલ ઉભી કરવામાં લાગી રહે છે.

આ ૨૮ વર્ષના સદ્દામની કહાની ધાર્મિક એકતાનું એક ઉદાહરણ આ પાર્ટીઓ સામે રજુ કરે છે. બેંગ્લોરના રાજાજી નગર વિસ્તારમાં રહેવા વાળા સદ્દામ હુસેન કહેવા માટે તો મુસ્લિમ છે, પરંતુ તે દરરોજ રામ મંદિર જાય છે અને આ મંદિરની સાફ સફાઈ કરે છે.

રાજાજી નગર વિસ્તારમાં બનેલા એક રામ મંદિરની સંપૂર્ણ સાફ સફાઈનું ખાસ ધ્યાન સદ્દામ દ્વારા રાખવામાં આવે છે. સદ્દામ આ મંદિરને એક પળ માટે પણ ગંદુ થવા દેતો નથી. મંદિરમાં આવવા વાળા દરેક ભક્ત સદ્દામની ખુબ પ્રશંસા કરે છે. ભક્તો ઉપરાંત સદ્દામના પરિવાર વાળાને પણ પોતાના દીકરાના આ કામ ઉપર ઘણો ગર્વ છે.

ત્રણ વર્ષથી કરી રહ્યો છે મંદિરની સફાઈ :-

સદ્દામ હુસેન ત્રણ વર્ષથી રામ મંદિરની સફાઈ કરી રહ્યો છે અને આ મંદિરની દેખરેખમાં પણ લાગેલો છે. ખાસ કરીને સદ્દામ આ મંદિરમાં કામ કરતા પહેલા એક દુકાન ઉપર કામ કરતો હતો અને તે દરમિયાન તેને દુકાનના માલિક તરફથી મંદિરની સાફ સફાઈની જવાબદારી સોપવામાં આવી હતી અને સદામે આ જવાબદારીને સ્વીકારીને મંદિરની સાફ સફાઈ કરવાનું શરુ કરી દીધું.

વેંકટેશ બાબુ જેની દુકાનમાં સદ્દામ કામ કરતો હતો. તે મુજબ રામ મંદિરની કમિટી માટે જયારે તેને પસંદ કરવામાં આવ્યો, તો તેમણે સદ્દામને રામ મંદિરની સાફ સફાઈની જવાબદારી આપી દીધી અને સદામે તે જવાબદારીને સારી રીતે નિભાવી.

દર વર્ષે રામ નવમી ઉપર સૌથી પહેલા મંદિરે આવે છે :-

સદ્દામ દર વર્ષે રામ નવમીના અવસર ઉપર સવારે સૌથી પહેલા મંદિરે આવે છે અને પછી મંદિરની સાફ સફાઈ કરે છે. જેથી જયારે લોકો આ પર્વમાં મંદિરે આવીને રામ ભગવાનના દર્શન કરે તો તેમણે મંદિર એકદમ સાફ મળે. અને જયારે સદ્દામને એ પૂછવામાં આવ્યું કે તે કેમ મંદિરની સફાઈ કરે છે, તો તેનું કહેવું હતું કે એમ કરવાથી તેને માનસિક શાંતિ મળે છે અને મંદિરની સફાઈ કરવું તેને સારું લાગે છે.

સદ્દામ મુજબ આ મંદિરની સાફ સફાઈ કરે છે, તે વસ્તુનો વિરોધ ક્યારે પણ કોઈ વ્યક્તિએ નથી કર્યો. સદ્દામની આ કહાનીથી સ્પષ્ટ જાણી શકાય છે કે કેવી રીતે બેંગ્લોરના રાજાજી નગર વિસ્તારમાં રહેવા વાળા લોકોની વિચારસરણી ધર્મથી ઉપર છે અને આ સ્થળમાં રહેવા વાળા હિંદુ અને મુસલમાન લોકો વચ્ચે કેટલો પ્રેમ અને ભાઈચારો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.