ભગવાન શિવનું અદભુત મંદિર, જ્યાં વાઘના રૂપમાં છે વિરાજમાન, મંદિરના દ્વારપાલ છે ભૈરવનાથ.

વાઘના રૂપમાં આ અદભુત મંદિરમાં વિરાજમાન છે દેવોના દેવ મહાદેવ, ભૈરવનાથ છે આ મંદિરના દ્વારપાલ

આપણા દેશમાં એવા ઘણા બધા હજારો મંદિરો છે. જેનું પોતાનું અલગ જ મહત્વ હોવાનું કહેવાય છે, જો આપણે ભગવાન શિવના મંદિરો વિશે વાત કરીએ તો દેશ અને દુનિયામાં હજારો શિવ મંદિરો છે અને આ બધા શિવ મંદિરો સાથે કેટલીક દંતકથા જરૂર જોડાયેલી છે, હંમેશા ભક્તો આ મંદિરોમાં જઈને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે, એટલું જ નહીં, પરંતુ ઘણા એવા મંદિરો પણ છે, જ્યાં દરરોજ કોઈને કોઈ ચમત્કારો જોવા મળે છે.

આ ચમત્કારોની સામે લોકોની આસ્થા ખુબ જ અતૂટ બની ગઈ છે, આજે અમે તમને એક એવા પ્રાચીન શિવ મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ અદ્દભુત છે, કારણ કે આ મંદિરમાં ભગવાન શિવજી વાઘના રૂપમાં બેઠા છે.

તમે લોકોએ ઘણા શિવ મંદિરોની વિશેષ વાર્તા વિશે સાંભળ્યું હશે, પરંતુ અમે તમને જે શિવ મંદિર વિશે જણાવી રહ્યા છીએ તે ઉત્તર ભારતનું એકમાત્ર પ્રાચીન શિવ મંદિર છે, જે દક્ષિણ મુખી છે, જેમાં શિવ શક્તિની જળ લહેર પૂર્વ દિશામાં છે, આજે અમે તમને ભગવાન શિવના એક એવા ધામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે કહેવામાં આવે છે કે મહાદેવનું આ ધામ સૌથી વધુ પ્રિય છે, ભગવાન શિવજીનું આ મંદિર ગોમતી સરયુ નદીના સંગમ ઉપર આવેલું છે. જેને બાગેશ્વરનું બાગનાથ મંદિર કહેવામાં આવે છે.

બાગેશ્વરના બાગનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવજી અહીંયા વાઘના રુપમાં નિવાસ કરે છે, આ મંદિરનું નિર્માણ 1602 માં ચંદ્રવંશી રાજા લક્ષ્મીચંદ દ્વારા કરાવવામાં આવ્યું હતું, આ મંદિરની નજીકમાં બડેશ્વર મંદિર છે અને તેની નજીક ભૈરવનાથજીનું મંદિર બનાવવામાં આવેલું છે. એવું કહેવામાં આવે છે કે બાબા કાળ ભૈરવ આ મંદિરમાં દ્વારપાલ તરીકે વાસ કરે છે અને આ સ્થાન ઉપરથી તેઓ આખા વિશ્વ ઉપર દ્રષ્ટિ જાળવી રાખે છે.

શિવ પુરાણના માનસ વિભાગ મુજબ તે વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે આ શહેરને શિવના ગણ ચંડીશ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું, દેવોના દેવ મહાદેવની ઇચ્છા પછી જ આ નગરને વસાવવામાં આવ્યું હતું, મહાદેવને આ શહેર ખૂબ જ પ્રિય છે.

પુરાણોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શાશ્વત સમયમાં મુનિ વશિષ્ઠ તેમની કઠોર તપશ્ચર્યાની શક્તિથી બ્રહ્માની કમંડળ માંથી નીકળીને સરયુને લઈને આવી રહ્યા હતા, તે સ્થળ ઉપર બ્રહ્મકપાલી પાસે માર્કન્ડેય ઋષિ તપશ્ચર્યામાં લીન થઈને બેઠા હતા, વશિષ્ઠજીને તેમની તપસ્યા ભંગ ન થઇ જાય, તે વાતનો ડર લાગવા લાગ્યો હતો, એવું કહેવામાં આવે છે કે ધીરે ધીરે ત્યાં પાણી ભરાવા લાગ્યું, સરયુ નદી આગળ વધી શકી ન હતી, ત્યાર પછી શિવજીએ વાઘનું રૂપ ધારણ કરીને માતા પાર્વતીજીને ગાય બનાવી દીધા હતા.

એવું કહેવામાં આવે છે કે મહાદેવે બ્રહ્મ કપાલી પાસે ગાય ઉપર કૂદકો મારવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે ગાય ભાંભરવા લાગી અને માર્કડેય ઋષિની આંખો ખુલી ગઈ હતી, પછી ઋષિ ગાયને મુક્ત કરાવવા દોડી ગયા. વાઘે મહાદેવ અને ગાયે માતા પાર્વતીનું રૂપ ધારણ કરી લીધું, ત્યાર પછી ઋષિને દર્શન આપીને તેમને ઇચ્છિત વરદાન આપ્યું અને મુનિ વશિષ્ઠને પણ આશીર્વાદ પ્રાપ્ત થયા.

બાગનાથ મંદિરમાં જઈને ભક્ત બેલપત્રથી તેમની પૂજા કરે છે અને કુમકુમ, ચંદન અને પતાશા ચડાવવાની પરંપરા માનવામાં આવે છે, દેવોના દેવ મહાદેવને ખીર અને ખીચડીનો ભોગ ચડાવવામાં આવે છે, ભગવાન શિવનું આ અદભુત મંદિર દિલ્હીથી 502 કિલોમીટર દૂર આવેલું છે. પરંતુ તમે આ મંદિર સુધી પહોંચવા માટે દિલ્હીથી બસ અને ટ્રેનની સુવિધા મેળવી શકો છો.

આનંદ વિહાર બસ સ્ટેશન અને જુના દિલ્હી રેલ્વે સ્ટેશનથી તમને હલ્દવાની પહોંચવા સુધીનું સાધન મળી જશે, તમે અહીંયાથી ટેક્સી દ્વારા અલ્મોડા થઈને બાગેશ્વર પહોચી શકો છો અને ભગવાન શિવજીના આ ધામના દર્શન કરી શકો છો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.