ભગવાન તેનો જ સાથ આપે છે જે જપ-તપ સિવાય આ 3 કામ પણ કરે છે

મહાભારતના અશ્વમેધિક પર્વમાં યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણ સાથે ધર્મ અને કર્મને લઈને કેટલીક વાતો પૂછી છે. તેના પર શ્રીકૃષ્ણએ જવાબ પણ આપ્યો છે. ભગવાન કૃષ્ણએ એક શ્લોક મુજબ જણાવ્યું છે કે, ભગવાન હંમેશા આવા જ માણસનો સાથ આપે છે, જે માણસ આ 4 સરળ કામ કરે છે.

શ્રીકૃષ્ણ જણાવે છે કે, જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખે છે, અને હંમેશા ધર્મના રસ્તા પર ચાલે છે, એવા લોકોથી ભગવાન ખુશ રહે છે. શ્રીકૃષ્ણએ આવા 4 કામ જણાવ્યા છે જેનાથી ભગવાન પણ ખુશ થાય છે.

આ ચાર કામમાં એક છે તપસ્યા. તપ સિવાય 3 કામ બીજા છે જે દરેક માણસે કરવા જોઈએ. અને એવા માણસના જાણે અજાણે કરેલા પાપ માફ થઇ જાય છે. તેથી, દરેકે આ 4 કામો જરૂર કરવા જોઈએ.

મહાભારતનો શ્લોક! दानेन तपसा चैव सत्येन च दमेन च।ये धर्ममनुवर्तन्ते ते नराः स्वर्गामिनः।।

1. દાન :

દાન કરવું હિંદુ ધર્મમાં ખુબ જ પુણ્યનું કામ મનાય છે. ઘણા ગ્રંથોમાં દાન કરવાના મહત્વ વિષે જણાવ્યું છે. શ્રીમદ્ભગવત મુજબ, જે માણસ જરૂરિયાત વાળાઓને નિયમિત રીતે દાન કરે છે, તેને પુણ્ય મળે છે. અને માણસે ક્યારેય પણ પોતાના દાનનો હિસાબ-કિતાબ ન કરવો જોઈએ. દાન ગુપ્ત રીતે જ કરવું જોઈએ અને તેનો દેખાવ ન કરવો જોઈએ. જે પણ દાનથી સંબંધી આ વાતોનું ધ્યાન રાખે છે, તેના બધા પાપ કર્મ મટી જાય છે, અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

2. મનને વશમાં રાખવું :

માણસનું મન ખુબ જ ચંચળ હોય છે. તે દરેક સમયે આમ તેમ ભટકતું જ રહે છે. જે માણસ પોતાના મનને વશમાં નથી રાખતા, તે ખુબ વધુ મહત્વાકાંક્ષાઓ વાળા હોય છે. એવા માણસો પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે કોઈ પણ ખોટું કામ કરી શકે છે, અને તેને પોતાના કર્મોના કારણે નર્કમાં જવું પડે છે. તેથી, સ્વર્ગની ઈચ્છા રાખવા વાળા લોકોએ પોતાના મનને વશમાં રાખવું જોઈએ.

3. તપસ્યા અથવા જપ :

તપ અને ભગવાનનું ધ્યાન કરવું દરેક માટે જરૂરી મનાય છે. ઘણા લોકો પોતાના વ્યસ્ત જીવનના કારણે ભગવાનનું ધ્યાન નથી કરતા. એવા માણસ પર દેવી દેવતા નારાજ રહે છે. દરરોજ દિવસમાં થોડો સમય ભગવાનનો તપ અને ધ્યાન વગેરેને માટે ખર્ચ કરવાંથી માણસની બધી તકલીફો આપોઆપ નાશ પામે છે, અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

4. હંમેશા સાચું બોલવું :

સાચું બોલવું એ માણસના સૌથી ખાસ ગુણો માંથી એક મનાય છે. જે માણસ સાચું બોલે છે, તેને જીવનમાં દરેક જગ્યાએ સફળતા મળે છે. ખોટું બોલતા અને ખોટું બોલવા વાળાનો સાથ આપતા માણસો પાપના ભાગીદાર ગણાય છે, અને તેને નર્કમાં યાતનાઓ ઝેલવી પડે છે. તેથી, દરેકે હંમેશા સાચું બોલવાનો અને દરેક પરિસ્થિતિમાં સત્યનો જ સાથ આપવાનો ગુણ અપનાવવો જોઈએ.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.