ભાઈએ રિક્ષા ચલાવીને ભણવાનો ખર્ચ કર્યો, બહેન બની ડેપ્યુટી કલેક્ટર.

ફી ભરવા માટે ભાઈ ચલાવતો હતો રીક્ષા, પરિણામે બહેન બની ડેપ્યુટી કલેક્ટર

મુશ્કેલ પરિસ્થિતિઓ ઉભી થશે, તો ઉચ્ચ ધ્યેયથી જીત મેળવી શકશો

વહાણમાં કાણું પડી જશે, તો તરવૈયાની કુશળતા અજમાવશે

હા, સફળતાનો રસ્તો પડકારોના પગેરા ઉપર ઉઘાડાપગે ચાલ્યા પછી મળે છે. પગમાં ઘણા કાંટા વાગે છે, પરંતુ જ્યારે લક્ષ્ય નિર્ધારિત થાય છે, ત્યારે આપણા લોહીના નિશાનો ઘણા લોકોને માર્ગ બતાવવા માટે કામ આવે છે. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના જોશી સંઘવી ગામની રહેવાસી વસિમા શેખની કહાની પણ કંઈક એવી જ છે. તમામ સમસ્યાઓનો સામનો કર્યા પછી તેણે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં મહિલા ટોપર્સની યાદીમાં ત્રીજો નંબર મેળવ્યો છે.

‘મારી માતાને હવે ધોમધખતા તડકામાં બીજા લોકોના ખેતરોમાં કામ કરવું નહીં પડે કારણ કે હું ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છું.’

વસીમા શેખના જણાવ્યા મુજબ. આઠ લોકોના પરિવારમાં કમાણી કરનારા માત્ર બે જ છે. વસીમાની માતા અન્ય ખેતરોમાં કામ કરે છે, જ્યારે મોટો ભાઈ ઓટો રિક્ષા ચલાવે છે. પિતા માનસિક રીતે બીમાર છે, જેના કારણે ઘરમાં આર્થિક તંગી રહેતી હતી. એટલું પર્યાપ્ત ન હતું કે સંબંધીઓની ટૂંકી વિચારસરણીએ સમસ્યાઓમાં વધારો કર્યો. તેમનું માનવું હતું કે એક છોકરીને ભણાવવું નકામું છે કારણ કે તે એક દિવસ લગ્ન કરીને પોતાના ઘરે ચાલી જશે.

વસીમાનું ગામ દારૂનું વ્યસની, બાળલગ્ન, નિરક્ષરતા અને ઘરેલું હિંસા જેવી દુષ્ટતાથી ભરેલું છે. પરંતુ આ બધી મુશ્કેલીઓ અને સંસાધનોનો અભાવ છતાં પણ તેમણે એમપીએસસીમાં ટોચનું સ્થાન મેળવ્યું.

વસિમાએ તેની આ સફળતાનો સંપૂર્ણ શ્રેય તેની માતાને આપ્યો. તેની માતા વધુ ભણી શકી ન હતી, પરંતુ તે પોતાની પુત્રીને આગળ ભણાવવા માંગતી હતી. વસીમાએ પણ શિક્ષણનું મહત્વ સમજ્યું. તેણીએ તેના તાલુકાના એસએસસી બોર્ડમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને 2015 માં યશવંતરાવ ચવ્હાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી હતી.

જો કે, આગળનો રસ્તો વધુ મુશ્કેલ હતો. લોકોએ વસીમાને કહ્યું કે તેને સારી તૈયાર થવા માટે કોચિંગમાં જોડાવું પડશે, અભ્યાસની સામગ્રી માટે ઘણા પૈસા ચૂકવવા પડશે. કદાચ આ બધા માટે તેને તેના ઘરથી ઘણું દૂર પણ જવું પડી શકે છે. આવા સમયે વસીમાનો મોટો ભાઈ ઇમરાન આગળ આવ્યો અને તેણે બીએસસીના બીજા વર્ષમાં જ પોતાનો અભ્યાસ છોડી દીધો અને ઓટો રિક્ષા ચલાવવાનું શરુ કરી દીધું, જેથી તેની નાની બહેન આગળ અભ્યાસ કરી શકે.

વસીમાએ છ મહિનાના કોચિંગ પછી સ્વ-અધ્યયન શરૂ કરી દીધું. તેની સ્ટ્રેટજી ઘણી સામાન્ય હતી કે મેંસમાં જતા પહેલા જ બધું ભણી લે પછી અંતમાં ફક્ત રીવીઝન જ બાકી રહે. તેની આ મહેનત કામ કરી ગઈ અને મેંસ ક્લીયર થઈ ગઈ, પરંતુ ઇન્ટરવ્યૂમાં તે બે નંબર માટે બહાર નીકળી ગઈ. જો કે, વસીમા નાગપુરના વેચાણ વેરા વિભાગમાં ક્લાસ ટુ અધિકારી તરીકે પસંદ થઇ ગઈ. તેણે નોકરી જોઈન્ટ કરી લીધી અને તેના ભાઈને ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાનું કહ્યું. તે સમયે પણ સિવિલ સર્વિસની તૈયારી કરતી રહી અને આ વખતે તેણે સફળતા પ્રાપ્ત કરી લીધી.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.