આ છે ભારતના 9 સૌથી શ્રીમંત ભિખારી, કમાણી જાણીને તમારા હોંશ ઉડી જશે. એક પાસે તો છે ક્રેડીટ કાર્ડ.

ભારત એક વિકાસશીલ દેશ છે, હજુ પણ ૪૦ ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. અને ન જાણે કેવી રીતે ગુજરાન ચલાવે છે, ઘણી જગ્યા એ ચાર રસ્તા ઉપર ઘણા ભીખારીઓ ભીખ માગતા જોવા મળે છે. જેને તમે રોજ એક કે બે રૂપિયા આપો છો, કે જે ભિખારીને સિક્કાની ભીખ આપો છો, અને તે એક કરોડપતિ નીકળ્યા તો, તમારા ચહેરાના ભાવ ખરેખર જોવા જેવા હશે. પરંતુ તે સાચું છે.

આજે અમે તમને ૯ ભીખારીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. જે ભારતના શ્રીમંત ભીખારીઓ માંથી એક છે. જે દરેક રીતે સુખી છે, તેમના બાળકો કોન્વેન્ટ સ્કુલમાં ભણે છે, તેમની પાસે પોતાનો બિજનેશ છે, દુકાનો છે, બેંક બેલેન્સ કરોડોમાં છે, તેમ છતાં પણ ભીખ માગવી તેમનો ધંધો છે.

નંબર ૯. ભરત જૈન :-

મરાઠીમાં બોલવા વાળા ભરત જૈન ૪૯ વર્ષના છે, તે દરરોજ ૮ થી ૧૦ કલાક મુંબઈના પરેલ ઉપર ભીખ માંગે છે, અને મહિનાના લગભગ ૬૫ હજાર રૂપિયા કમાઈ લે છે, જો કે ત્યાંના મુખ્યમંત્રીના પગારથી પણ વધુ છે. છે ને હોંશ ઉડાડવા વાળી વાત. અને સાંભળો તેની પાસે ૭૦-૭૦ લાખના બે ફ્લેટ છે.

ભરત ભાંડુ વિસ્તારમાં એક જ્યુસની દુકાનના માલિક છે. આ જગ્યાએ તેની બીજી ૧૦ દુકાનો છે, જેનું મહીને ૧૦ હજાર લેખે ભાડું આવે છે. ભરતના કુટુંબમાં તેના પિતા અને પત્ની અને બાળકો છે. ભરત ભારતના સૌથી મોટા શ્રીમંત ભિખારી છે. છતાં પણ તે પરેલ ઉપર ભીખ માંગતા જોવા મળે તો નવાઈ ન પામતા.

નંબર ૮. પપ્પુ કુમાર :-

આ ભાઈ પટનાના છે. તેનું બેંક બેલેન્સ ૧ કરોડથી વધુ છે. છતાં પણ લોકો પાસે એવું કહીને ભીખ માંગે છે કે ઘણા દિવસોથી ખાવાનું નથી ખાધું. કાંઈક ખાવા માટે તો આપી દો, અને તેના છોકરાને તે ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ભણાવી રહ્યા છે. છે ને મજાનું.

નંબર ૭. માસુ :-

આ ભાઈ ફિલ્મ સ્ટુડિયોમાં કપડા બદલીને ઓટો દ્વારા ભીખ માગવા વાળા સ્થળ ઉપર પહોચી જાય છે, તે પરેલમાં રહે છે ત્યાં તેનો પોતાનો એક રૂમ નો ફ્લેટ છે.સાથે જ ૩૦ લાખની બીજી સંપત્તિ સાથે લગભગ ૬૦ લાખની સંપત્તિ છે. પરિવાર વાળાના સમજાવવા છતાં પણ તે ફેશનેબલ રીતે ભીખ માગવાનું નથી છોડતા.

નંબર ૬. કિશન કુમાર ગીતે :-

તે એક ફ્લેટમાં રહે છે અને ૮ થી ૧૦ કલાક ભીખ માંગે છે અને મહીને ૧૦ થી ૧૫ હજાર કમાઈ લે છે. તે ઉપરાંત કૃષ્ણ કુમાર પાસે બેંક બેલેન્સ તરીકે લાખો રૂપિયા જમા છે.

નંબર ૫. સાહિત્ય દેવી :-

આ છે ભારતની સૌથી પ્રસિદ્ધ મહિલા ભિખારી તે પટનામાં રહે છે અને વર્ષના ૩૬ હજાર આરામથી કમાય છે, ભીખની આવકથી તે તેની દીકરીના લગ્ન કરી ચુકી છે. તેની પાસે પોતાનું ઘર પણ છે. પણ જાણવા જેવી વાત સાત યાત્રા કરી ચુકી છે.

નંબર ૪. સમ્ભાજી :-

સ્મ્ભાજી ભિખારી મુંબઈના વિરારથી આવે છે, તેની રોજની આવક ૧૫૦૦ રૂપિયાની છે, તે ઉપરાંત તેની પાસે બે ઘર અને અને તેણે બેંકમાં રોકાણ પણ કરી રાખ્યું છે.

નંબર ૩. હાજી :-

હાજી મુંબઈના છે તેની રોજની આવક ૨૦૦૦ રૂપિયા છે. તહેવારોના સમયમાં તેની આવક વધી જાય છે. સાથે જ તેની પાસે પોતાનું ઘર છે અને સાથે ૧૫ લાખ નો પ્લોટ ઉપરાંત હાજી પાસે પોતાનું ઝરીનું કારખાનું છે. જ્યાં ૧૫ લોકો કામ પણ કરે છે. પોતાના પરિવાર વાળા ના સમજાવવા છતાં પણ તે ભીખ માગવાનું નથી છોડતા.

નંબર ૨. રામબાઈ :-

ખંભ ની રામબાઈ ને બધા ઓળખે છે તે ખંભમાં ઘણી લોકપ્રિય છે. પણ તેણે પોતાની સંપત્તિનો ખુલાસો તો નથી કર્યો પણ જયારે તેની સંપત્તિનો ખુલાસો થશે તમારા જરૂર હોંશ ઉડશે.

નંબર ૧. લક્ષ્મીદાસ :-

લક્ષ્મીદાસ ને સૌથી ઉંમરલાયક ભિખારી ગણવામાં આવે છે. લક્ષ્મી એ ૧૯૬૪ માં ૧૬ વર્ષ ની ઉંમર થી જ ભીખ માગી રહી છે. લક્ષ્મીદાસને પોલીયો છે અને તેણે ભીખ માગીને મોટું બેંક બેલેન્સ બનાવી લીધું છે. હમણાં હાલમાં જ તેને બેંકનું ક્રેડીટ કાર્ડ પણ મળ્યું છે.

હવે તમે અમને જણાવો કે આ ભિખારી માંથી તમને સૌથી વધુ જાણવા જેવા લાગ્યા છે.

આ માહિતી પત્રિકા, યુડ્યુબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.