ભારતમાં સિક્કાનો આકાર કેમ ઓછો થતો જાય છે?

ભારતમાં સિક્કા બનાવવાનું કામ નાણા વિભાગ 4 ટંકશાળાના માધ્યમથી કરે છે. ભારત સરકાર પ્રયાસ કરે છે કે કોઈ પણ સિક્કાની મેટલીક વેલ્યુ તેની ફેસ વેલ્યુથી ઓછી જ રહે કેમ કે જો એવું નહિ થાય તો લોકો સિક્કાને ઓગાળીને તેની ધાતુને બજારમાં વેચી દેશે. જેને કારણે ભારતની બજાર માંથી સિક્કા ગુમ થઇ જશે. સિક્કાની મેટલીક વેલ્યુ ઘટાડવા માટે સરકાર તેનો આકાર નાનો કરી રહી છે. ભુતકાળમાં બનેલા 1 રૂપિયાના મોટ્ટા સિક્કા જેનો આપણે સૌએ ઉપયોગ કર્યો છે. એ આત્યારે દેખાય છે? નથી દેખાતા. કારણ કે 1 રૂપિયાના વેલ્યુ કરતા તેમાં રહેલી ધાતુની વેલ્યુ વધારે હોવાથી કેટલાક લોકો દ્વારા તેને ઓગળી દેવામાં આવ્યા.

ભારતીય રીઝર્વ બેંક (RBI) ભારતની સૌથી મોટી મોદ્રિક સંસ્થા છે. RBI નવી નોટોને પ્રિન્ટ પણ કરે છે અને તેને આખા દેશમાં વાણીજ્ય બેંકોના માધ્યમથી વહેચે પણ છે. RBI દેશની અર્થવ્યવસ્થામાં મુદ્રાની પુરતીને નિયંત્રિત કરે છે.

જો દેશમાં મુદ્રાની પુરતી વધુ છે, તો તે પોલીસી રેટ જેવી રોકડ આરક્ષિ અનુપાત (CRR), બેંક રેટ અને રેપો રેટમાં વધારો કરીને મુદ્રાને અર્થવ્યવસ્થા માંથી બહાર કાઢી લે છે અને જો પૂર્તિ વધારવી હોય છે. મુખ્ય પોલીસી રેટમાં પણ ઘટાડો કરી દે છે.

શું તમે એ જાણો છો કે ભારતમાં સિક્કાની પૂર્તિ કોણ કરે છે? ભારતમાં એક રૂપિયાની નોટને છોડીને તમામ નોટોનું છાપકામ RBI જ કરે છે પરંતુ ૧ રૂપિયાની નોટ અને તમામ સિક્કાને ઢાળવાની જવાબદારી નાણા વિભાગ ઉપર છે, આમ તો નાણા વિભાગ એક રૂપિયાની નોટ અને સિક્કાને અર્થવ્યવસ્થામાં RBI ના માધ્યમથી જ વહેચે છે.

ભારતમાં સિક્કા ક્યાં બનાવવામાં આવે છે?

ભારતમાં ચાર સ્થળે સિક્કા ઢાળવામાં આવે છે :

૧. મુંબઈ

૨. કોલકત્તા

૩. હૈદરાબાદ

૪. નોયડા

નોંધ : મુંબઈ અને કલકત્તા ટંકશાળાની સ્થાપના અંગ્રેજો એ ૧૮૨૯ માં કરી હતી. જો કે હૈદરાબાદ ટંકશાળાની સ્થાપના હૈદરાબાદના નિઝામે ૧૯૦૩ માં કરી હતી. જેને ૧૯૫૦ માં ભારત સરકારે પોતાના કબ્જામાં લઇ લીધી હતી અને તેમણે ૧૯૫૩ થી સિક્કા ભારત સરકાર માટે ઢાળવાનું શરુ કર્યું હતું. સૌથી છેલ્લે મીંટની સ્થાપના ભારત સરકારે ૧૯૮૬ માં ઉત્તર પ્રદેશના નોયડામાં સ્થાપિત કરી હતી અને અહિયાં ૧૯૮૬ થી સિક્કા ઢાળવામાં આવી રહ્યા છે.

અહિયાં એ જણાવવું જરૂરી છે કે ઉપર આપવામાં આવેલી ૩ ટંકશાળા પોતાના ઢાળવામાં આવેલા સિક્કા ઉપર એક નિશાન બનાવે છે. જેની મદદથી તમે એ જાણી શકો કે કયો સિક્કો કઈ ટંકશાળામાં ઢાળવામાં આવ્યો છે.

નિશાનથી ખબર પડે છે ક્યાં ઢાળવામાં આવ્યો છે સિક્કો?

દરેક સિક્કા ઉપર એક નિશાન છાપવામાં આવેલું હોય છે. જે જોઈને તમને ખબર પડી જાય છે કે આ કઈ ટંકશાળાનો છે, જો સિક્કામાં છપાયેલી તારીખ નીચે એક સ્ટાર જોવા મળી રહ્યો છે, તો તે ચિન્હ હૈદરાબાદ ટંકશાળાનું ચિન્હ છે, નોયડા ટંકશાળાના સિક્કા ઉપર જ્યાં છાપકામનું વર્ષ છાપેલું હોય છે, તેની નીચે અને ઉપસેલા અક્ષર હોય છે. મુંબઈમાં ઢાળવામાં આવેલા સિક્કા ઉપર ડાયમંડનું નિશાન હોય છે જો કે કલકત્તા ટંકશાળા કોઈ નિશાન નથી બનાવતી.

સૌથી મોટો પ્રશ્ન લોકોના મગજમાં એ થાય છે કે છેવટે નાણા વિભાગ સિક્કાનો આકાર દર વર્ષે ઘટતો કેમ જઈ રહ્યો છે અને સિક્કામાં ઉપયોગમાં લેવામાં આવતી ધાતુ પણ બદલવામાં કેમ આવી રહી છે.

જયારે ભારત સરકાર પાસે વધુ સિક્કા ઢાળવાની મશીનરી ન હતી, તો ઘણા વિદેશી ટંકશાળમાં ભારતના સિક્કા ઢાળવામાં આવ્યા અને પછી તેની આયાત ભારતમાં કરવામાં આવી હતી. ભારતના ૧૮૫૭-૫૮, ૧૯૪૩, ૧૯૮૫, ૧૯૭૭-૨૦૦૨ દરમિયાન સિક્કા આયાત કરવામાં આવ્યું હતું. આ સમય સુધી સિક્કા તામ્ર નીકલના બનાવવામાં આવતા હતા.

પરંતુ ૨૦૦૨ પછી જયારે તામ્ર નીકલની કિંમતોમાં વૃદ્ધી થઇ ગઈ તો સિક્કા બનાવવાનો ખર્ચ પણ વધી ગયો તે કારણે સરકારને સિક્કા બનાવવા માટે ‘ફેરીટીક સ્ટેનલેસ્ટીલ’ નો ઉપયોગ કરવો પડ્યો અને હાલમાં સિક્કા આ સ્ટીલ માંથી બનાવવામાં આવી રહ્યા છે. ‘ફેરીટીક સ્ટેનલેસ્ટીલ’ માં ૧૭% ક્રોમોયમ અને ૮૩% લોખંડ છે.

સિક્કાનો આકાર નાનો કેમ થતો જાય છે?

ખાસ કરીને કોઈ પણ સિક્કાની બે કિંમત હોય છે. જેમાં એકને કહેવામાં આવે છે કે સિક્કાની ‘ફેસ વેલ્યુ’ અને બીજી વેલ્યુ હોય છે તેની તેની ‘મેટલીક વેલ્યુ’

સિક્કાની ફેસ વેલ્યુ : આ વેલ્યુનો અર્થ તે સિક્કા ઉપર ‘જેટલા રૂપિયા લખ્યા’ હોય છે, તે તેની ફેસ વેલ્યુ કહેવાય છે, જેને જો કોઈ સિક્કા ઉપર ૧ લખ્યું હોય છે તો તેની ફેસ વેલ્યુ ૧ રૂપિયા જ હોય છે.

સિક્કાની મેટલીક વેલ્યુ : તેનો અર્થ છે સિક્કા જે ધાતુ માંથી બને છે, જો આ સિક્કાને ઓગાળવામાં આવે તો એ ધાતુની માર્કેટ વેલ્યુ કેટલી હશે.

હવે તમે એ વાત સરળતાથી સમજી શકશો કે ભારત સરકાર સિક્કાને કેમ નાના કરી રહી છે.

જો માની લો કે કોઈ સોની વ્યક્તિ પાસે ૧ રૂપિયાના આવા સિક્કા છે, જેને તે ઓગાળી દે અને તે ધાતુને બજારમાં બે રૂપિયામાં વેચી દે તો તેને ૧ રૂપિયાનો ફાયદો થઇ જશે. હવે જો બધા લોકો સિક્કા ઓગાળીને બજારમાં વેચી દે તો સિક્કા બજાર માંથી ગુમ જ થઇ જશે, જો કે સરકાર અને અર્થહવ્યવસ્થા બન્ને માટે ઘણી જ ઘાતક સ્થિતિ હશે.

એ કારણ છે કે સરકાર પ્રયાસ કરી રહી છે કે કોઈ પણ સિક્કાનો મેટલીક વેલ્યુ તેની ફેસ વેલ્યુથી ઓછી થઇ રહી છે જેથી લોકો સિક્કાને ઓગાળવાનો પ્રયાસ ન કરે કેમ કે એમ કરવાથી સરકારે નુકશાન વેઠવું પડશે. જેમ કે કોઈ એ બે રૂપિયાનો સિક્કો (ફેસ વેલ્યુ) ઓગાળી નાખ્યો અને તે ધાતુને બજારમાં વેચવાથી તેને માત્ર ૧ રૂપિયો (મેટલીક વેલ્યુ) મળે તો તેને ૧ રૂપિયાનું નુકશાન જશે. તેથી એ વ્યક્તિ એવું કરશે નહિ.

એટલે કે બજારમાં સિક્કાની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકાર દર વર્ષે સિક્કાનો આકાર ઘટાડતી રહે છે અને તેને બનાવવા માટે સસ્તી ધાતુનો ઉપયોગ કરે છે.

નોંધ : ભારતમાં સોનીએ જુના સિક્કા ઓગાળીને ચાંદીના ઘરેણામાં ઘણો ઉપયોગ કર્યો હતો, એટલા માટે આજે આ સિક્કા બજારમાં જોવા નથી મળતા. સમાચારોમાં એ વાત સામે પણ આવી છે કે ભારતના જુના સિક્કા બાંગ્લાદેશમાં મોકલી દેવામાં આવે છે, કેમ કે આ ધાતુ માંથી ત્યાં ‘બ્બેડ’ બનાવવામાં આવે છે.

આ રીતે તમે વાચ્યું કે ભારતમાં સિક્કાના આકારમાં ઘટાડો અને ધાતુમાં પરિવર્તન કેમ કરવામાં આવી રહ્યું છે. આશા છે કે તમે તેની પાછળના તર્કને સમજી ગયા હશો.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.