આ બજારમાં દેશી કપડા પર લાગે છે વિદેશી બ્રાન્ડનાં લોગો, અમેરિકાએ જણાવ્યું દુનિયાનું કુખ્યાત માર્કેટ.

દિલ્હીનીના કરોલબાગ વિસ્તારની આસપાસ આવેલા ટેંક રોડ માર્કેટ વિષે તો બધા જાણે છે. અહિયાં મોટામાં મોટી કંપનીઓના કપડા સસ્તી કિંમતે મળે છે. તે ઉપરાંત ટેંક રોડને નકલી વસ્તુ બનાવવા અને વેચવાની બાબતમાં દુનિયાભરમાં ઓળખાય છે. અમેરિકાએ એનક રોડ માર્કેટને દુનિયાની સૌથી કુખ્યાત માર્કેટ ગણાવી છે.

પીટીઆઈના સમાચાર મુજબ, અમેરિકાએ ભારત પાસે તેનું વહેલામાં વહેલી તકે સમાધાન કાઢવા અને ચોક્કસ પગલા ભરવાનું કહ્યું છે. યુએસ નોટોરીયસ માર્કેટ્સ લીસ્ટ એટલે કુખ્યાત બજારોની યાદીમાં અમેરિકાએ ૩૩ ઓનલાઈન અને ૨૫ ઓફલાઈન માર્કેટ્સનો સમાવેશ કર્યો છે.

અહિયાં જીન્સ ટીશર્ટનું વેચાણ સાથે કપડાની સિલાઈ પણ થાય છે.

ટેંક રોડ દિલ્હીની સૌથી જૂની માર્કેટ માંથી એક છે. અહિયાં જીન્સ ટીશર્ટનું વેચાણ સાથે સાથે કપડાની સિલાઈ પણ થાય છે. આ બજારમાં સૌથી પહેલા જીન્સનું વેચાણ અને તેનું બનાવવાનું કામ શરુ થયું હતું. તે સમયે ભારતમાં આયાત કરવામાં આવતા જીન્સની કિંમત ૨ હજાર રૂપિયા થતી હતી. પરંતુ અહિયાંના વેપારીઓએ ભારતમાં જ બનેલી જીન્સ ઉપર વિદેશી બ્રાંડનો લોગો લગાવીને તેને ૩૦૦-૪૦૦ રૂપિયામાં વેચવાનું શરુ કરી દીધું.

અહિયાં જીન્સના ૧૦૦ થી વધુ દેસી બ્રાંડ જોડાયેલી છે.

તમને જણાવી આપીએ કે અહિયાંની જીન્સ ૧૦૦ થી વધુ દેશી બ્રાંડ સામેલ છે, જે દુબઈ સહીત ઘણા દેશોમાં લોકપ્રિય છે. ટેંક રોડ માર્કેટના જાણકારોનું કહેવું છે કે અહિયાં કપડામાં જે બ્રાન્ડોના નકલી લોગો લગાવે છે, તેને ચીન માંથી આયાત કરવામાં આવે છે. આ બજાર પહેલા પણ ઘણી વખત અમેરિકાના નિશાન ઉપર આવી ગઈ છે. આ આખી માર્કેટમાં ૪ હજારથી વધુ દુકાનો છે.

આવી રીતે ભારતના લગભગ દરેક મોટા શહેરોમાં આવી દેશી બજાર હોય જ છે. જ્યાં આવા નકલી લોગો સાથે વિદેશી બ્રાન્ડની નકલી વસ્તુ આરામથી વેચવામાં આવે છે. તમારી સીટી કે ગામમાં પણ આવી કોઈ બજાર હોય તો કોમેન્ટ બોક્ષમાં અવશ્ય કોમેન્ટ કરશો. જેથી બીજા પણ આવી બજારો વિષે જાણી શકે. અને જયારે પણ તમારી સીટી કે ગામમાં આવે તો અવશ્ય ત્યાં મુલાકાત લે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મની દૈનિક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.