ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

ખાસ છે મધુબલીની આ ગામડામાં બનેલ આ ખાદીની જનોઈ, પાતળી એટલે કે પૂછશો નહીં, વિદેશમાં પણ થાય છે પ્રશંસા

બિહારના મધુબની જિલ્લાના પાંચ ડઝનથી વધુ ગામોમાં સો થી વધુ મહિલાઓ જનોઈ બનાવે છે. તેની મજબુતીને લઈને તે થોડી અલગ હોય છે. તેની માંગ દેશની બહાર પણ છે.

મધુબની. જનોઈ બનાવવાનું કામ પ્રાચીન કાળથી મહિલાઓ કરી રહી છે, પરંતુ બિહારના મધુબની જિલ્લાના પાંચ ડઝનથી વધુ ગામોમાં આ કામ મોટા પાયે કરવામાં આવે છે. ત્યાં બનાવેલી જનોઈની કંઈક તો વિશેષતા છે કે તેની માંગ વિદેશ સુધી છે. સો કરતા વધારે મહિલા આ કામ કાયમી ધોરણે કરી રહી છે. કોરોના રોગચાળાના સંકટ દરમિયાન પણ ઘરેલુ ચાલતો આ વ્યવસાય ચાલુ રહ્યો.

સનાતન ધર્મની વિવિધ સંસ્કૃતિઓમાં ઉપનયન (યજ્ઞોપવીત) પણ એક સંસ્કાર છે. ઉપનયન એટલે બ્રહ્મ (ભગવાન) અને જ્ઞાન પાસે લઇ જાય છે. પ્રાચીન સમયમાં શિષ્ય, સંત અને બ્રાહ્મણને દીક્ષા આપવામાં જનોઈ ધારણ કરવી પડતી હતી. વર્ણવ્યવસ્થા સાથે જોડીને જોઈએ તો તેની સાથે જોડાયેલી ટીકાઓથી દૂર રહીએ તો ચોક્કસ વર્ગ માટે તે આસ્થા સાથે જોડાયેલી બાબત છે. જ્યારે માંગ છે તો તેની પૂર્તતા તો થશે જ. મધુબનીના ગામોમાં જનોઈનું ઉત્પાદન અને વેપાર આ માંગ અને પૂર્તતાના નિયમ ઉપર આધારિત છે.

એટલી પાતળી છે કે મોટી ઈલાયચીની છાલમાં સમાઈ જાય

સવાલ એ ઉભો થાય છે કે ખરેખર એવી કઈ વિશેષતા છે મધુબની ગામોની જનોઈમાં? આ જનોઈનો દોરો બાપુના સ્વદેશી ચળવળનો પ્રતીક ચરખો (અથવા તકલી) માંથી કાંતવામાં આવે છે. ખાદીના સુતરમાંથી બનેલી આ જનોઈ તેની મજબુતીને કારણે લાંબા સમય સુધી ચાલે છે. તેની મુખ્ય વિશેષતા પાતળી હોવાનું છે. એક સમયે, ભારતમાં બનેલી શાલની આખી આંટી એક વીંટીમાંથી પસાર થઇ જતી હતી. આ જનોઈ પણ એટલી પાતળી હોય છે કે મોટી ઈલાયચીની છાલની અંદર સમાઈ જાય.

કાનની પાસે નસો ઉપર વધુ દબાણ આપે છે પાતળી જનોઈ

જનોઈને મળ-મૂત્ર ત્યાગ કરતી વખતે કાનની ઉપર લપેટવામાં આવે છે. માનવામાં આવે છે શૌચ સમયે જનોઈને કાન ઉપર લપેટવાથી તેની પાસેથી પસાર થતી નસો ઉપર દબાણ પડે છે, જેનો સંબંધ સીધો આંતરડા સાથે હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. કાન ઉપર દબાણ પડવાથી મગજની નસો પણ ખુલી જાય છે, જેનો સંબંધ સ્મરણ શક્તિ સાથે હોય છે.

શૌચક્રિયા સમયે નસો ઉપર પડતા આ દબાણને કારણે બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે અને મગજના આઘાતનું જોખમ પણ ઓછું થાય છે. એવું માનવામાં આવે છે કે જનોઈ જેટલી પાતળી હશે, નસો ઉપર દબાણ એટલું જ વધુ આપશે.

10 થી 15 હજારના ખર્ચે શરૂ કરી શકાય છે ઉત્પાદન

આ ખાસ જનોઈ બનાવવા માટે મુખ્યત્વે ચરખો, રુ, સુતર અને રંગની જરૂર પડે છે. 10 થી 15 હજારના ખર્ચે તેનું ઉત્પાદન શરૂ કરી શકાય છે. આમ તો આ સુતર સ્થાનિક ખાદી ભંડારમાં પણ ઉપલબ્ધ હોય છે. માંગને ધ્યાનમાં રાખીને, સ્થાનિક બજારમાં પણ આ સૂતર ઉપલબ્ધ છે.

વાર્ષિક એક સ્ત્રી 12 થી 13 હજાર જનોઈ તૈયાર કરે છે

મધુબનીના રાજનગર બ્લોકના માંગરોની ગામની રહેવાસી રીટા પાઠક આવી જનોઈ બનાવે છે. એવું કહેવામાં આવે છે કે આશરે સો વર્ષ જુનો ચરખો અને તકલી તેને સાસરીયામાં વારસા તરીકે મળી છે. તે દરરોજ 30 થી 50 જનોઈ બનાવી લે છે. લોકડાઉન સમયગાળામાં તો તેણે 12 સો જનોઈ તૈયાર કરી. રીટા પાઠક કહે છે કે એક મહિલા દર વર્ષે 12 થી 13 હજાર જનોઈ તૈયાર કરી લે છે.

વાર્ષિક આવક 50 થી 75 હજાર રૂપિયાની થઇ જાય છે

મધુબની શહેરના ગિલેશન બજારની જનોઈ વેચનાર પ્રશાંત કુમાર કહે છે કે આમ તો જનોઈની ખરીદી કરવા વાળા મર્યાદિત વર્ગના લોકો છે, તેથી આવક તો વધારે થતી નથી, પરંતુ અન્ય માલ સાથે તેનું પણ વેચાણ થાય છે. જો જનોઈ ઉત્પાદકોની વાત કરીએ તો રીટા પાઠકની વાર્ષિક આવક 50 થી 75 હજાર રૂપિયા થઇ જાય છે.

દેશ-વિદેશમાં દુર દુર સુધી મધુબનીની શ્રેષ્ઠ જનોઈની માંગ

મધુબની ઉત્તમ ક્વોલેટીની આ જનોઈની માંગ વિદેશોમાં પણ છે. મધુબનીના જનોઈના વેપારી યુગલ કિશોર મહથાએ જણાવ્યું હતું કે તેની માંગ હંમેશા માટે રહે છે. હા, માંગલિક કામો, લગ્ન અને ઉપનયનના દિવસોમાં માંગ વધી જાય છે. તેની પૂર્તતા જિલ્લાના ગામોમાંથી થાય છે. વધુ માંગ હોય તો ઓર્ડર આપીને પણ બનાવરાવે છે. વિદેશથી આવતા ઇમિગ્રન્ટ્સ અહીંયાથી જનોઈ લઈ જાય છે. સ્થાનિક બજારમાં તેની કિંમત આઠથી 12 રૂપિયા છે, જ્યારે મહાનગરોમાં અને વિદેશમાં તેની કિંમત 30 થી 40 રૂપિયા સુધી હોય છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.