ભરેલા વિવિધ ટેસ્ટી શાક ભાવતા હોય તો બનાવો કાઠીયાવાડી ભરેલા બટાટા નું શાક

 

ભરેલાં બટાટા

સામગ્રી

-500 ગ્રામ નાના બટાટા

-1 ચપટી હિંગ

-1 ચમચી જીરું

-મીઠું સ્વાદાનુસાર

-તેલ જરૂર પ્રમાણે

-કોપરાનું ખમણ

ચટણી માટે-

-1 ઝૂડી કોથમીર

-7 થી 8 કળી લસણ

-50 ગ્રામ દાળિયા

-1 ચમચી લાલ મરચું પાવડર

-2 નંગ લીંબુનો રસ

-5 ચમચી કોપરાનું છીણ

-1 ચમચી ખાંડ

-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌપ્રથમ બટાટાને અધકચરા બાફી લો. પછી તેને છોલી નાખવા અને વચ્‍ચેથી એક કાપો મૂકવો. પછી ચટણીની બધી સામગ્રી લઈને ચટણી વાટી નાખવી અને તેમાં લીંબુનો રસ નાખવો.

પછી બટાટામાં આ ચટણી ભરીને બટાટા તૈયાર કરવા. પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને હિંગનો વઘાર કરો.

લગભગ અડધી મિનિટ બાદ તેમાં તૈયાર કરેલા બટાટા ધીમેથી વઘારવા. શાક ચડી જાય એટલે તેની ઉપર કોપરાનું ખમણ ભભરાવી સર્વ કરવુ.

ઉપર ની રીત ને વિડીયો ની રીત થોડી ઘણી અલગ હશે એટલે જો વિડીયો માં જોઈ ને બનાવતા હોય તો વિડીયો જ ધ્યાન માં લેજો.

વિડીયો