ભવિષ્યની ચિંતા કરવા માટે આજે બચત કરવી જરૂરી છે, પરંતુ આની પણ એક સીમા હોવી જોઈએ.

શેઠે ઘરડી મહિલાને કહ્યું – તમારા માટે લોટ લાવ્યો છું, પરંતુ ઘરડી મહિલાએ ના કહી દીધી, શેઠ જિદ્દ કરતા રહ્યા તો ઘરડી મહિલાએ કાંઈક એવું કયું કે તેમની આંખો ખુલી ગઈ.

એક નગરમાં એક શેઠ રહેતા હતા. તે ઘણા મહેનતુ હતા અને પોતાની મહેનતથી તેમણે પુષ્કળ ધન સંપત્તિ ભેગી કરી હતી. શેઠને વારસામાં પિતા પાસેથી કાંઈ જ મળ્યું ન હતું અને બધું તેની પોતાની મહેનતનું હતું. આમ તો તેની પાસે હિસાબ ન હતો કે કેટલી સંપત્તિ તેની પાસે છે. તેની ગણતરી કરવા માટે તેમણે એક હિસાબી અધિકારીને બોલાવ્યો અને તેને કહ્યું કે તે સમય કાઢીને જણાવે કે કેટલી સંપત્તિ છે.

શેઠને આઠમી પેઢીની થવા લાગી ચિંતા.

હિસાબી અધિકારીને શેઠની સંપત્તિની ગણતરી કરવામાં લગભગ ૧ અઠવાડિયું થઇ ગયું. અધિકારીએ શેઠને કહ્યું કે તમારી પાસે પુષ્કળ ધન છે. પરંતુ ખાસ કરીને કહું, તો તમારી 7 પેઢી કાંઈ પણ કર્યા વગર બેઠા બેઠા આ ધન વાપરી શકે છે અને પોતાનું જીવન આરામથી પસાર કરી શકે છે. હિસાબી અધિકારીની વાત સાંભળીને શેઠ ખુશ થવાના બદલે ચિંતામાં પડી ગયા. તેમને ચિંતા સાતમી પેઢી સુધી ના હતી. તેમણે વિચાર્યું કે મારી આઠમી પેઢી ધન વગરની રહેશે? રાત દિવસ તેને એ જ ચિંતા સતાવતી.

તે ચિંતામાં શેઠ સંત પાસે ગયા અને કહ્યું – મારી પાસે મારી આવનારી સાત પેઢીઓ માટે તો પુરતું ધન છે, પરંતુ આઠમી પેઢી ભૂખી ન મરે તેના માટે કાંઈક બતાવો. સંત શેઠની તકલીફ સમજી ગયા અને તેને કહ્યું કે તેનો ઉપાય ઘણો સહેલો છે. અહિથી થોડે દુર એક વસ્તી છે, ત્યાં એક ઘરડી મહિલા રહે છે. તેને ત્યાં કોઈ કમાવા વાળું નથી. કાલે તેને ત્યાં જજો અને બસ અડધો કિલો લોટ દાન કરી દેજો. તમારી તમામ મનોકામના પૂરી થઇ જશે અને તમને તમારી તમામ તકલીફોનો ઉકેલ પણ મળી જશે.

શેઠથી કાલની રાહ જોઈ શક્યા નહિ અને તે થોડા જ સમયમાં ઘરડી મહિલા પાસે પહોચી ગયા. સંતે કહ્યું હતું કે અડધો કિલો લોટ આપવાનો છે, પરંતુ શેઠ બોરી ભરીને લોટ લઇને પહોચી ગયા. શેઠે ઘરડી મહિલાને કહ્યું – હું તમારા માટે લોટ લાવ્યો છું, આ ભેંટનો સ્વીકાર કરી લો. ઘરડી મહિલાએ કહ્યું – દીકરા લોટ તો મારી પાસે છે, મારે નથી જોઈતો.

ઘરડી મહિલાએ લોટ લેવાની ના કહી દીધી :-

શેઠે કહ્યું કે છતાં પણ રાખી લો. ઘરડી મહિલાએ કહ્યું – દીકરા લોટ છે, મારે નથી જોઈતો, શું કરીશ રાખીને મારે જરૂર નથી તેની. શેઠે કહ્યું – સારું બોરી ભરીને ન લો પણ અડધો કિલો તો રાખી લો. ઘરડી મહિલાએ કહ્યું દીકરા આજે તો મારી ખાવાની વ્યવસ્થા થઇ ગઈ છે. શેઠે કહ્યું – તો પછી તે કાલ માટે રાખી લો.

ઘરડી મહિલાએ કહ્યું કે કાલની ચિંતા હું આજે શા માટે કરું. જેવી રીતે આજે વ્યવસ્થા થઇ ગઈ તેમ કાલે પણ થઇ જશે. ઘરડી મહિલાની વાત સાંભળીને શેઠની આંખ ખુલી ગઈ. તેણે વિચાર્યું કે એક ઘરડી મહીલાને કાલની ચિંતા નથી અને હું આઠમી પેઢી વિષે વિચારીને દુ:ખી થઇ રહ્યો છું. મારી ચિંતાનું કારણ અભાવ નહિ તૃષ્ણા છે.

આપણે ભવિષ્ય વિષે હંમેશા ધ્યાન રાખવું જોઈએ અને થોડું બચાવીને રાખવું જોઈએ, પરંતુ તેની પણ પોતાની એક મર્યાદા હોય છે. “જરૂરી પ્રમાણમાં ધન સંપત્તિ હોવા છતાં પણ કાલ વિષે વિચારીને દુ:ખી રહેવું ભવિષ્ય સુરક્ષિત કરવાની યોજના નહિ પરંતુ મૂર્ખતા છે.” તે પણ એક પ્રકારની લાલચ છે અને ખોટું છે. જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિશાન. જય હિન્દ…

આ માહિતી ન્યુઝટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.