ભોલેની શિવરાત્રી પછી કૃષ્ણના રંગમાં રંગાશે ભક્તો, જાણો ક્યારે છે હોળી અને હોલિકા દહન

ભગવાન શંકરની મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પછી દરેક ભારતીય નાગરિક રંગોનો તહેવાર હોળીનો ખુબ જ ઉત્સુકતાથી રાહ જૂએ છે. હિન્દૂ ધર્મમાં હોળી પર્વનું ખૂબ જ મહત્વ છે. હિન્દૂ પંચાગ અનુસાર હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે.

હિન્દૂ ધર્મ અનુસાર હોળીનો તહેવાર બે દિવસ ઉજવાય છે. પહેલા દિવસે રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે પછી બીજા દિવસે રંગો વાળી હોળી રમાય છે. હોલિકા દહનના દિવસે સૂકી લાકડીઓનો ઢગલો કરી તેની પૂજા અને પરિક્રમણા કરવામાં આવે છે. જ્યારે હોળીના દિવસે રંગ, અબીલ અને ગુલાલ વડે હોળી રમાય છે. આ વર્ષે 20 માર્ચ 2019 ના દિવસે હોલિકા દહન છે અને 21મી માર્ચ 2019 ના દિવસે હોળી ઉજવવામાં આવેશે.

હોલિકા દહનની વિધિ :-

જે સ્થાન પર હોલિકા દહન કરવાનું હોય, તે સ્થાનને બરાબર રીતે સાફ કરી લેવી. પછી તે જગ્યા પર ગંગા જળ છાંટી તેને શુધ્ધ કરવી. ત્યાર બાદ સૂકી લાકડીઓનો તે જગ્યા પર ઢગલો કરવો. લાકડીઓના ઢગલાને અગ્નિ પ્રગટાવતા પહેલા હોલિકાનું વિધિવત પૂજન કરવું. પૂજા કરતી વખતે ઉત્તર દિશામાં અથવા પૂર્વ દિશામાં તરફ મોં કરી બેસવું. પૂજા બ્રાહ્મણ પાસે કરાવી શ્રેષ્ઠ ગણાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીના દિવસે કરવામાં આવતા ઉપાયોથી ટૂંકા સમય ગાળામાં શુભ ફળ મળે છે. આજે અમે તમને અમુક સરળ ઉપાયોની માહિતી આપીએ છીએ. આ ઉપાયો નીચે પ્રમાણે છે.

પૈસાની ઉણપ ના આવે તેના માટેનો ઉપાય :-

હોળીની રાત્રે ચંદ્ર ઉદય થયા બાદ જયાંથી તમને ચંદ્ર દેખાય ઘરના છાપરા પર અથવા ખુલી જગ્યા પર ઉભા રહો. પછી ચંદ્રમાનું ધ્યાન કરતા ચાંદીની એક ડીસમાં સૂકી ખજૂર, થોડાક મખાને(કમળના બીજ) રાખી, શુધ્ધ ઘીનો દીવો, ધૂપ અથવા અગરબત્તી કરી ચંદ્રમાની પૂજા કરો. ત્યાર બાદ ચંદ્રમાને દૂધ ચડાવો.

દૂધ ચડાવ્યા બાદ સફેદ મીઠાઈ અથવા સાબુદાણાની કેસર મેળવેલી ખીર પ્રસાદ તરીકે અર્પણ કરો અને ચંદ્રમાને સમૃદ્ધિ આપવા વિનંતી કરવી. ત્યાર બાદ પ્રસાદ અને સૂકી ખજૂર તથા મખાને બાળકોમાં વહેંચી દો. પછી આવનાર દરેક પૂનમે ચંદ્રમાને દૂધ ચડાવો. થોડાક સમયમાં તમને જણાશે કે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ તમારી પ્રગતિ થઈ રહી છે.

વ્યાપારમાં સફળતા મેળવવા :-

એક સ્વચ્છ જગ્યા પર લાલ રંગનું કપડું પાથરો , તેના પર ઘઉંનું આસન બનાવી તેના પર એક એકાક્ષી ( એક આખવાળું) નારિયેળ મૂકવું. તેને સિંદૂરથી ચાંદલો કરવો. ત્યાર બાદ મગની માળા વડે નીચે આપેલ મંત્રનો જાપ કરો. 21 માળા સુધી મંત્રનો જાપ કરવો. ત્યાર બાદ લાલ કપડાંને તેના પર મૂકેલ બધી જ વસ્તુઓ સાથે એક પોટલી બનાવી લેવી. તેને પોતાની દુકાનમાં એવી રીતે મુકો કે જેથી તમારી દુકાને આવતા ગ્રાહકની નજર એના પર પડે. આમ કરવાથી ધંધામાં સફળતા મળવાના યોગ બને છે. આ મંત્રનો જાપ કરવો- ૐ શ્રી શ્રી પરમ સિદ્ધિ વ્યાપાર વૃદ્ધિ નમ:

ગ્રહોની શાંતિ માટે :-

હોળીની રાતે ઉત્તર દિશામાં બાજોટ પર સફેદ કપડું પાથરી તેના પર મગ, ચણાની દાળ, ચોખા, ઘઉં, મસૂર, કાળા અડદ અને તલની ઢગલીઓ બનાવો. હવે તેના પર નવગ્રહ યંત્રની સ્થાપના કરો. ત્યાર બાદ યંત્રને કેસરનો ચાંદલો અને ઘીનો દીવો કરવો. પછી નીચે આપેલ મંત્રનો જાપ કરવો. જાપ કરવા માટે સ્ફટિક માંથી બનેલી માળાનો ઉપયોગ કરવો. જાપ થઈ ગયા બાદ યંત્રને તમારા ઘરમાં મંદિરમાં મૂકી દેવું, આમ કરવાથી તમારા ગ્રહો અનુકૂળ બનશે. આ મંત્રનો જાપ કરવો- બ્રહ્મ મુરારી ત્રિપુરાન્તકારી ભાનુ શશી ભૂમિ-સુતો બુધશ્ચ.