ભોંયરીંગણી લો અને ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ હૃદયરોગ, અરુચિ મટાડો

ભોંયરીંગણીએનાં પાન, થડ, ડાળી એમ બધાં જ અંગો પર કાંટા હોવાથી સંસ્કૃતમાં એને કંટકારી કહે છે. ફૂલ જાંબુડિયા રંગનાં, ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળદવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે. તે ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ હૃદયરોગ, અરુચિ, પાર્શ્વશુળ વગેરે મટાડે છે.

(૧) ભોંયરીંગણીનાં પાકાં, પીળાં ફળ નાના મટકામાં ભરી, તેના મોં પર કપડું બાંધી ઉપર માટીનો લેપ કરી ચૂલા પર ચડાવી તપાવવું. અંદરનાં ફળ કાળાં થઈ જાય ત્યારે ઊતારી વાટીને બાટલી ભરી લેવી. પાથી અડધી ચમચીની માત્રામાં એક ચમચી મધમાં મિશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી ખાંસી, શ્વાસ-દમ, વરાધ-સસણી અને અજીર્ણમાં ખૂબ જ ફાયદો થાય છે.

(૨) ભોંયરીંગણીનાં મૂળ, ફૂલ, ફળ, પાન, છાલ સાથે આખો છોડ સૂકવી, ખબ ખાંડી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણથી અડધા ભાગની હીંગ મેળવી ચણાના બે દાણા જેટલું ચર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવું. આનાથી વાયુનું અનુલોમન થઈ ઉગ્ર શ્વાસ પણ બેસી જાય છે.

(૩) ભોંયરીંગણીનો રસ બે ચમચી જેટલો દિવસમાં ત્રણ વખત મધ નાખી પીવાથી તમામ જાતના મૂત્રરોગ મટે છે. ભોંયરીંગણી મૂત્રલ છે.

(૪) લીલાં કે સૂકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી શ્વાસ, સસણી, કફવાળી ઉધરસ, મોટી ઉધરસ, લોહીમાં કફનું વધવું વગેરે મટે છે.

(પ) પાનના ઉકાળામાં મગ પકવી રોજ ખાવાથી દમ મટે છે.

(૬) પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.

(૭) દાંત દુ:ખતા હોય, દાંતમાં કૃમિ થયા હોય, દાંત હાલતા હોય કે સડી ગયા હોય, તેમાંથી પરુ નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરિયા થયો હોય તો ભોંયરીંગણીના બીનો પ્રયોગ કરવો.

(૮) ભોંયરીંગણીનો પંચાંગ સાથેનો આખો છોડ સૂકવી, અધકચરો ખાંડી ૧૦ ગ્રામ ભૂકો બે ગલાસ પાણીમાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળીને પીવાથી કાયમી શરદી, કફ, ખાલી ખાંસી તેમ જ ધીમો તાવ રહેતો હોય તો તે મટે છે. વળી એનાથી દમ, સસણી-વરાધ, ખંજવાળ, કૃમિ અને હૃદયરોગમાં પણ ફાયદો થાય છે.

(૯) માથામાં ટાલ પડતી હોય તો ભોંયરીંગણીનો રસ અને મધ સરખા ભાગે મિશ્ર કરી લગાવવાથી સારો ફાયદો થાય છે.

(૧૦) ભારોઈયરીંગણીનું ચૂર્ણ મધમાં ચાટવાથી સૂકી ઉધરસ મટે છે.

(૧૧) ભોંયરીંગણીનો આખો છોડ મૂળ સાથે ઉખેડી બરાબર ધોઈને છાંયડામાં સૂકવી તેના નાના નાના ટૂકડા ૧૦ ગ્રામ જેટલા કપડામાં બાંધી પોટલી મગ સાથે બાફવાથી ભોંયરીંગણીના પંચાંગના ગુણો મગમાં ઉતરશે, છતાં મગનો સ્વાદ બગડશે નહિ. એમાં આદુ, લસણ વગેરે નાખી ખાવાથી કફ છૂટો પડવાથી દમ મટે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.