ભૂમિકા ચાવલાને થઇ ગયો હતો પોતાના યોગા ટીચર સાથે પ્રેમ, લગ્ન પછી બનાવી લીધું હતું ફિલ્મોથી અંતર.

‘તેરે નામ’ ફિલ્મથી જોરદાર શરૂઆત પછી કેમ ગાયબ થઇ ગઈ હતી ભૂમિકા ચાવલા, પોતાના જ યોગા ટીચર સાથે કર્યો પ્રેમ. બોલીવુડમાં અવાર નવાર નવી અભિનેત્રીઓ આવતી રહે છે. તેમાં અમુક તો કાયમી સ્થાન પ્રાપ્ત કરી લે છે, પરંતુ અમુક વિશેષ કમાલ નથી કરી શકતી. એવામાં સાઉથની અભિનેત્રીઓ પણ બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવવા પ્રત્યન કરે છે, અને આવું ઘણા સમયથી ચાલી રહ્યું છે. તેમાં ઘણી અભિનેત્રીઓએ સફળતા પ્રાપ્ત કરી, તો  ઘણી એવી પણ રહી જે થોડા સમય પછી ઇન્ડસ્ટ્રીમાંથી દુર થઇ ગઈ.

સલમાન ખાન સાથે ફિલ્મ ‘તેરે નામ’ થી લોંચ થયેલી ભૂમિકા ચાવલા પણ તે નામોમાંથી એક છે, જેણે મોટી અને સુપરહિટ ફિલ્મથી ડેબ્યુ કર્યું, પરંતુ થોડી જ ફિલ્મોમાં કામ કર્યા પછી તે ઇન્ડસ્ટ્રીથી દુર થઇ ગઈ. આમ તો ભૂમિકાને આજે પણ ‘તેરે નામ’ ફિલ્મમાં તેના જોરદાર અભિનય માટે યાદ કરવામાં આવે છે. ભૂમિકાએ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ જેટલી પણ ફિલ્મ કરી તે ઘણી જ ઉત્તમ કરી. ભૂમિકાની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મીની સ્ટોરી જેવી જ રહેલી છે. તે પોતાના યોગા ટીચરને પ્રેમ કરી બેઠી હતી.

યોગા ટીચર સાથે કર્યા લગ્ન : ભૂમિકાએ 21 ઓક્ટોબર 2007 ના રોજ પોતાના બોયફ્રેન્ડ અને યોગા ટીચર ભરત ઠાકુર સાથે લગ્ન કર્યા હતા. ભૂમિકા ચાવલા ભરત ઠાકુર પાસે યોગા શીખવા જતી હતી. તે દરમિયાન બંનેની ઘણી સારી દોસ્તી થઇ ગઈ. ભૂમિકાને ખબર જ ન પડી કે ક્યારે તે પોતાના યોગા ટીચરને દિલ આપી બેઠી. ભરત પણ શરુઆતથી જ ભૂમિકાને પસંદ કરતો હતો. બંનેએ એક બીજાને લગભગ 4 વર્ષ સુધી ડેટ કર્યા, અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો.

ભૂમિકાએ ક્યારે પણ મીડિયા સામે પોતાની રિલેશનશિપને આવવા નથી દીધી. 2007 માં બંનેએ નાસિકના ગુરુદ્વારામાં લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા. ભૂમિકા અને ભરત એકબીજા સાથે ઘણા ખુશ જોવા મળે છે. લગ્નના 7 વર્ષ પછી 2014 માં તેમના ઘરે દીકરા યશનો જન્મ થયો. ભૂમિકા વધુમાં વધુ સમય પોતાના કુટુંબને જ આપે છે.

એડ ફિલ્મોથી કરી શરુઆત : વર્ષ 1997 માં ભૂમિકા મુંબઈ આવી હતી. તેણે એડ ફિલ્મ અને હિન્દી મ્યુઝીક વિડીયો આલબમથી પોતાની કારકિર્દીની શરુઆત કરી. તેની સાથે જ તે ટીવી સીરીઝ ‘હીપહીપ હુર્રે’ માં પણ જોવા મળી. ભૂમિકાની ફિલ્મી કારકિર્દી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી શરુ થઇ. તેણે વર્ષ 2000 માં ફિલ્મ ‘યુવાકુડુ’ માં કામ કર્યું. ત્યાર પછી વર્ષ 2001 માં ફિલ્મ ‘કુશી’ માં અભિનેતા પવન કલ્યાણ સાથે કામ કર્યું. તેની તે ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સફળ રહી.

આ બોલીવુડ ફિલ્મોમાં કર્યું છે કામ : વર્ષ 2003 માં ભૂમિકાએ ફિલ્મ ‘તેરે નામ’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી. આ ફિલ્મમાં તેમણે સલમાન ખાન સાથે કામ કર્યું હતું. ફિલ્મ સુપરહિટ થઇ અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરવાવાળી ફિલ્મોમાં સામેલ થઇ. ભૂમિકા તમિલ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

વર્ષ 2016 માં રીલીઝ થયેલી ફિલ્મ ‘એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ માં ભૂમિકાએ ધોનીની બહેનનું પાત્ર ભજવ્યું હતું. ભૂમિકાએ ઘણી બોલીવુડ ફિલ્મો જેવી કે ‘રન’, ‘દિલ ને જિસે અપના કહા’, ‘સિલસિલે’, ‘દિલ જો ભી કહે’ માં કામ કર્યું, પરંતુ તે તમામ ફિલ્મો તેને એ ઓળખાણ અને સફળતા ન અપાવી શકી.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.