અદ્દભુત છે બિહારના ‘કલેકટરોનું ગામ’, કોઈ છે IAS તો કોઈ છે વેજ્ઞાનિક, ૯૦ % છે શિક્ષણ

બિહારના શિવહર જીલ્લાના કામરોલી ગામની વિશેષ ઓળખ છે. ૯૦ ટકા સાક્ષરતા દર સાથે જ ગામના છ આઈએએસ અધિકારી નીકળ્યા છે. હાલમાં બિહાર સરકારના મોટા અધિકારીઓ આ ગામના છે. તે ઉપરાંત ઘણા લોકો વેજ્ઞાનિક, ડોક્ટર અને બેંકમાં અધિકારીઓ બનીને પણ નામ રોશન કરી રહ્યા છે. જેને લઈને તેનું નામ જ ‘કલેકટરોનું ગામ’ પડી ગયું છે. તેમાંથી પ્રેરણા લઈને ભાવી પેઢી આગળ વધી રહી છે.

જીલ્લા મુખ્યાલયથી આશરે ચાર કી. મી. પૂર્વમાં આવેલા કમરોલી ઉપર વિદ્યાની દેવી સરસ્વતીની વિશેષ કૃપા છે. અહિયાંના સીયારામ પ્રસાદ સિંહ ઉર્ફ સીતારામ પ્રસાદને પ્રથમ આઈએએસ અધિકારી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ખેડૂતના પુત્ર લક્ષ્મેશ્વર પ્રસાદને સફળતા મળી હતી. તે ભારત સરકારના માનવ સંસાધન વિભાગમાં નિર્દેશકના હોદ્દા ઉપર ફરજ માંથી નિવૃત્ત થયા છે. પછી અરુણ કુમાર વર્મા, દીપક કુમાર, ચંચલ કુમાર અને અપૂર્વ વર્માએ આઈએએસ બનીને ગામનું ગૌરવ વધાર્યુ. સીયારામ અને લક્ષ્મણેશ્વરને પ્રાથમિક શિક્ષણ ગામમાંથી જ મળ્યું છે.

બીજા ક્ષેત્રમાં ઉભી કરી રહ્યા છે છાપ : આઈએએસ ઉપરાંત બીજી પ્રતિભાની પણ અહી કોઈ કમી નથી. રંધીર કુમાર વર્મા ઈસરોમાં વેજ્ઞાનિક છે. ડોક્ટર રમેશ કુમાર વર્મા મેડીકલ કોલેજ રાંચીમાં લેકચરર હોવા સાથે પ્રસિદ્ધ ડોક્ટર છે. તેની નીચે લગભગ અડધો ડઝન લોકો દેશના ઘણા વિસ્તારમાં સેવા આપી રહ્યા છે. અને અરુણ કુમાર વર્મા ઉપરાંત ડઝનથી વધુ લોકો બેંક અધિકારી છે.

ગામ સાથે સંબંધ હંમેશા : વડીલ સુરેશ વર્મા કહે છે કે જયારે એક પછી એક અહિયાંના યુવાઓ સફળ થવા લાગ્યા, તો ગામ વાળા ઉપરાંત આસપાસના ગ્રામજનો પણ તેને કલેકટર ગામ કહેવા લાગ્યા. કહેવામાં આવે છે કે, સીયારામ પ્રસાદતો સ્મૃતિ જેવા જ રહી ગયા છે, પરંતુ બીજા અધિકારીઓ લગ્ન, છઠ અને હોળી સહીત વિશેષ તહેવારો ઉપર આવે છે. દીપક કુમાર અને અપૂર્વ વર્માને પોતાની જન્મ ભૂમિ પ્રત્યે ઘણો પ્રેમ છે.

દીપક એનએચ ૧૦૪ કિનારે પોતાની જમીન વર્ષ ૨૦૦૮ માં આપી, જેની ઉપર વિમલા વર્મા મેમોરીયલ ઉપરાંત આરોગ્ય સારવાર કેન્દ્ર બનાવ્યું છે. ઠાકુરવાદી પરિસરમાં જીલ્લાનું એકમાત્ર ચિત્રગુપ્ત મંદિર છે. મધ્ય વિધ્યાલય કમરોલીના એચ એમ વિનયકૃષ્ણ જણાવે છે, કે મારી સ્કુલમાં બે ક્લેકટરોએ શરૂઆતનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું. તે ગૌરવની વાત છે. તે નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. જીલ્લાધિકારી અરશદ અઝીઝ કહે છે, એ આનંદની વાત છે કે આ નાના એવા જીલ્લાના એક ગામના અડધો ડઝન લોકો આઈએએસ અધિકારી બન્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.