દેશ ના ગૌરવ ની વાત : ભારતની દીકરીએ બોડી બિલ્ડીંગ મિસ વર્લ્ડ બનીને વધાર્યું દેશનું માન, જાણો વધુ વિગત

આપણે ત્યાં મહિલાઓના બોડી બિલ્ડીંગ કરવાને વધારે મહત્વ નથી આપવામાં આવતું. પણ આ બધી મુશ્કેલીઓની વચ્ચે દેહરાદૂનની રહેવાવાળી ભારતની દીકરી ભૂમિકા શર્માએ એને પોતાના પ્રોફેશન તરીકે પસંદ કર્યું, અને વૈશ્વિક મંચ ઉપર 50 દેશોમાંથી આવેલી મહિલા પ્રતિસ્પર્ધીઓને પછાડીને બોડી બિલ્ડીંગ મિસ વર્લ્ડનું ટાઇટલ પોતાને નામે કર્યું હતું.

ભારતમાં આજે પણ બોડી બિલ્ડીંગને પુરુષોનો શોખ અને પ્રોફેસન માનવામાં આવે છે. મહિલાઓ તેમાં વધુ રસ નથી લેતી. જિમ જવા વાળી મોટાભાગની મહિલાનું ધ્યાન પોતાની ફિટનેસ પર હોય છે. બોલી બિલ્ડીંગ કરવા માટે એ ક્યારે વિચારતી નથી, અને વાત પણ કરતી નથી. અને મહિલાઓના બોડી બિલ્ડીંગ કરવાને વધારે મહત્વ પણ આપવામાં નથી આવતું.

પણ એવામાં દેહરાદૂનની રહેવાવાળી ભારતની દીકરી ભૂમિકા શર્માએ એને પોતાનું પ્રોફેશન બનાવ્યું. અને તેણે વૈશ્વિક સ્તર પર 50 દેશમાંથી આવેલી મહિલા પ્રતિસ્પર્ધીઓને પછાડીને બોડી બિલ્ડીંગ મિસ વર્લ્ડનું ટાઇટલ પોતાના નામે કરી લીધૂ હતું. 21 વર્ષની ઉંમરમાં આ એવોર્ડ પોતાને નામે કરવાવાળી ભૂમિકા ભારતની પહેલી મહિલા છે. 2017 માં આ સફળતા મેળવ્યા પછી તેણે આજ સુધી કેટલાય એવોર્ડ પોતાના નામે કરી દીધા છે. ભૂમિકાને ભારત સરકાર દ્રોણાચાર્ય એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી ચુકી છે.

2017 માં ઇટાલીમાં થઇ હતી પ્રતિયોગિતા :

વર્ષ 2017 માં ઇટાલીમાં વેનિસમાં આયોજિત થયેલ પ્રતિયોગિતામાં ભૂમિકાએ આખી દુનિયામાંથી આવેલ 50 મહિલાઓને હરાવીને આ એવોર્ડ મેળવ્યો હતો. આ ચેમ્પિયનશીપમાં તેને બોડી પોજીસમાં સૌથી વધુ માર્ક્સ મળ્યા હતા. ભૂમિકાએ પહેલી વખતમાં જ સફળતા મેળવી હતી. ભૂમિકા વર્લ્ડ યુનિવર્સ ચેમ્પિયનશીપની પણ તૈયારી કરી રહી છે. ભૂમિકા વર્લ્ડ અમેચ્યોર બોડી બિલ્ડિંગ એસોસિયન કોમ્પીટીશનમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.

રોજ 7 કલાક સુધી પરસેવો પાડ્યો :

ભૂમિકા પહેલા શૂટિંગમાં પોતાનું કરિયર બનાવવાની હતી. પરંતુ તેમની પસંદગી બોડી બિલ્ડીંગ તરફ થઇ ગઈ. ભૂમિકા આ લેવલ પર પહોંચવા માટે રોજના 7 કલાક વર્કઆઉટ કરતી હતી. તેની સાથે તે સવારે વહેલા ઉઠી જતી હતી. ભૂમિકાએ જણાવ્યું કે, પોતાને આ માટે યોગ્ય બનાવવા માટે તેમને સૌથી વધુ ધ્યાન પોતાના ડાયટનું રાખ્યું. તે ખુબ ચુસ્ત ડાયટ પ્લાન ફોલો કરતી હતી. ભૂમિકાએ જણાવ્યું કે, સામાન્ય છોકરીની જેમ જ તેની બોડીમાં પણ વધુ પ્રમાણમાં ફેટ હતું. વર્કઆઉટ અને સ્ટ્રેચિંગ વડે તેમણે ઘણું ફેટ ઓગાળી દીધું.

લોકોએ તેમની મજાક ઉડાડી, પણ એ પછી ન પડી :

બોડી બિલ્ડીંગ અને મસલ્સ વાળા શરીર પર તેમની ખુબ મજાક ઉડાવવામાં આવી. ત્યાં સુધી કે રસ્તે ચાલતા લોકોએ પણ એની પર કોમેન્ટ કરી. પરંતુ ભૂમિકાએ તેની બિલકુલ ચિંતા કરી નહિ. ભુમિકાએ સતત દોડ લગાવી, વેટ લિફ્ટિંગ ઉપર ફોકસ કર્યું, એટલું જ નહિ શરીરમાં જવાવાળી એક એક કેલરીનો હિસાબ રાખ્યો.

માતાથી મળી પ્રેરણા :

ભૂમિકાને બોડી બિલ્ડિંગની પ્રેરણા તેમની માતા હંસા દ્વારા મળી. તેમની માતા જ તેમની કોચ છે. તે ભારતીય મહિલા વેટલિફ્ટિંગની કોચ છે. ભૂમિકાને શરૂઆતમાં શુટિંગ પસંદ હતું અને તે એમાં જ કરિયર બનાવવા માંગતી હતી. પણ પછી તેમની પસંદ બોડી બિલ્ડીંગ બની અને પછી તે આમાં જ ખપી ગઈ. ભૂમિકાના કહેવા પ્રમાણે તેના માટે બોડીબિલ્ડીંગ કરવું સહેલું નથી રહ્યું. તેના માતા પિતા તેના માટે રાજી ના હતા. પરંતુ તેણે હાર માની નહિ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.