બોલીવુડની ૮ સૌથી સુંદર ગાયિકાઓ, તેનો અવાજ અને લુક બંને છે ઘણો સુંદર

બોલીવુડ ફિલ્મો ગીતો વગર અધુરી જ લાગે છે. હિન્દી ફિલ્મોમાં જ્યાં સુધી ગીત ન હોય ત્યાં સુધી દર્શકોને મજા નથી આવતી. આમ તો ભારતમાં લોકોને ગીત સાંભળવાનો ઘણો શોખ હોય છે. આજે અમે તમને ભારતની એ મહિલા ગાયિકાઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેના અવાજની સાથે સાથે લુક પણ ઘણો સુંદર છે.

તે ફીમેલ સિંગર્સ ભારતની સૌથી સુંદર ગાયિકાઓમાંથી એક છે. તેની સુંદરતા કાંઈક એવી છે કે, મોટી મોટી બોલીવુડની હિરોઈન પણ તેની સામે ઝાંખી પડે છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ સુંદર ગાયિકાઓના ફોટા છવાયેલા રહે છે. તેને જોઈ તમે પણ તેની ઉપર ફિદા થઇ જશો.

અદિતિ સિંહ શર્મા :

અદિતિએ બોલીવુડમાં સિંગિંગ ડેબ્યુ ‘દેવ ડી’ નામની ફિલ્મથી કર્યું હતું. તે ઉપરાંત તે ‘નો વન જેસિકા’ ‘ધૂમ 3’ અને ‘૨ સ્ટેટ્સ’ જેવી ફિલ્મોમાં પણ પોતાના ગીતોનો જાદુ પાથરી ચુકી છે. અદિતિ ઘણા લાઈવ કોનસર્ટમાં પણ ગાય છે. તેનો અવાજ અને લુક બંને જ ઘણા સુંદર છે.

અનુષ્કા મનચંદા :

ડાંસ બસંતી, મનમાં ઈમોશન જાગે, ગો ગો ગોલમાલ, લકી ટુ લકી મી જેવા ગીત ગાઈને પોતાની ઓળખ ઉભી કરવા વાળી અનુષ્કા મનચંદા ઘણી બોલ્ડ અને હોટ છે. તેની ડ્રેસિંગ સેંસ પણ ગજબની છે. સોશિયલ મીડિયા ઉપર તેની તસ્વીરો ઘણી પસંદ પણ કરવામાં આવે છે.

શ્વેતા પંડિત :

શ્વેતા બોલીવુડના ઘણા દિગ્ગજ ગીતકાર જેમ કે એઆર રહમાન વગેરે સાથે કામ કરી ચુકી છે. તેમણે બોલીવુડમાં ઘણા ફેમસ અને હીટ ગીતો પણ ગાયા છે. તે ઇન્ડીયન ક્લાસિકલ વોકલીસ્ટ અને પદ્મ વિભૂષણ એવોર્ડ સન્માનિત પંડિત જસરાજની મામેરી પૌત્રી છે.

નેહા કક્કર :

નેહા બોલીવુડની સૌથી વધુ ફેમસ યુવાન ગાયિકા છે. ઇન્ડીયન આઈડલ સીઝન ૨ માં કંટેસ્ટેન્ટ રહેલી નેહા હાલમાં ઇંડિયન આઈડલની ૧૧મી સીઝનમાં જજ છે. ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી નેહાની સુંદરતામાં ઘણો વધારો થયો છે. હવે તે સૌથી વધુ લોકપ્રિય ગાયિકા પણ છે.

મોનાલી ઠાકુર :

મોહ મોહ કે ધાગે, જરા જરા ટચ મી, ખ્વાબ દેકે સહીત ઘણા હીટ ગીતો ગાઈને પોપુલર થયેલી મોનાલી ઠાકુરની સુંદરતા પણ કમાલની છે. તે કારણ છે કે, મોનાલી લક્ષ્મી નામની ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે પણ કામ કરી ચુકી છે.

નેહા ભસીન :

નેહા ભસીન જેટલી સારી સિંગર છે એટલી જ સરસ રાઈટર પણ છે. તે ઘણા ગીત ગાવાની સાથે સાથે પોતે લખે પણ છે. સુંદરતાની વાત કરીએ તો નેહાની સ્ટાઈલ ઘણી આકર્ષક છે. તેને ગાવાની તાલીમ ઉસ્તાદ ધુલાલ મુસ્તફા ખાન પાસેથી લીધી હતી.

શલમલી ખોલગડે :

શલમલી ખોલગડેએ ‘ઈશ્કજાદે’ ફિલ્મમાં ગીત ગાઈને બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં તેનું ગાયેલું ગીત એટલું હીટ થયું કે, તેના માટે તેને એવોર્ડ પણ મળ્યા હતા. શલમલી ખોલગડે જેટલી સારી ગાયિકા છે, એટલી જ સારી લુકમાં પણ છે.

નીતિ મોહન :

ઈશ્ક વાલા લવ અને જીયા રે જેવા ફેમસ ગીતો ગાઈને ઘણા એવોર્ડ લેનારી નીતિ મોહનની સુંદરતા પણ ગજબની છે. તેની ફેશન સેંસ પણ કમાલની છે. તે એક આકર્ષક ગાયિકા છે.

આમાંથી તમારી ફેવરીટ ગાયિકા કોણ છે? લુકની વાત કરીએ તો તમને સૌથી વધુ સારું કોણ લાગે છે? તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.