જો તમે બોલીવુડ નાં કલાકારો ને હીરો માનતા હોય તો આ જરૂર વાંચજો

નાનપણ માં જ્યારે આપણી સામેથી દેશ ના વીર જવાનો ની ગાડીઓ રોડ ઉપર નીકળતી ત્યારે આપણે ઉભા રહીને તેને સલામી આપતા હતા કદાચ તમે પણ સલામી આપી હશે….

અને સામે જવાનો ની પ્રતિક્રિયા મળતી ત્યારે તો બહુ ખુશી થતી…લાંબા સમય સુધી જવાનો ની ગાડીઓ ના કાફલા ને જોવાની મને અને મારા મોટા ભાઈ ને માજા આવતી.

જ્યારે લોકો ના મનપસંદ હીરો સની દેઓલ અને સંજય દત્ત હતા એ સમય માં અમારા હીરો મારા પિતાજી અને બને મોટા બાપુ જી (ત્રણે ય ફોજી) હતા….

પિતાજી વરદી માં ઋત્વિક રોશન થી પણ વધુ બહાદુર લાગતા હતા અને એજ કારણ હતું કે અમે પણ નાનપણ થી સૈનિક બનસુ….

એક નાનકડો પ્રસંગ યાદ આવી ગયો મારા હીરો નો તે તમને કહું છું…….

આ વાત ત્યાર ની છે કે જ્યારે પાપા ની પોસ્ટિંગ ઉધમપુર (જમુ) માં હતી…તો બધા જવાનો નો પરિવાર પટનિટોપ માં પીકનીક માટે ગયા…તે સમય ત્યાં બરફ વધુ પડતી હતી અમે બધા બાળકો રમતા હતા ઓચિંતા મારી મોટી બહેન નીરજ બરફ માં લપસી ને એક ખાઇ માં પડી ગઈ,અમે બુમાં બમ કરવા લાગીયા અમારો અવાજ સાંભળી ને પાપા એ જરા પણ વિચાર કારીયા વિના એ ખાય માં છલાંગ લગાવી…

માં રોતી હતી પાપા અને બહેન દેખાતા ન હતા ,મોટા મોટા ઓફિસરો પણ લાચાર થઈ ને વિચાર તા હતા કે હવે સુ કરવું..આટલી ઊંડી ખાય માંથી બચ્ચવવું અઘરું છે પણ હીરો તો હીરો જ હોઈ…પાપા મારી બહેન ને લઇ ને પહાડ ચડતા જોયા…

જલ્દી થઈ દોરી નાખી ને અન્ય જવાનો ની મદદ થી બહાર નીકળ્યા..બહેન અને પાપા એકદમ ઠીક હતા..બસ ખાલી સામન્ય છોળ છાલ હતી…

અમે તો બધા સાવ સ્તભ હતા ….પણ ત્યાં હાજર બધા જવાનો એ તેને “ગાર્ડ ઓફ ઓનર” જેવું સન્માન અપીયુ…
આજે પણ જવાનો ને જોઈ ને સલામી આપું છું..એ વાત અલગ છે કનાજ હું એક જીમેદાર સૈનિક ની ફરજ નિભાવુ છું….!

– લોકેશ કૌશિક