ટીવી કે ફિલ્મો માં લડાઈ ઝગડા કરતા દેખાવાતા આ સંબંધો રીયલ માં કેવા છે જુઓ આ જોડીઓ

આ છે બોલીવુડની ૮ નણંદ ભાભીની જોડીઓ, સગી બહેનો કરતા પણ ગાઢ છે તેમનો સબંધ, જાણો કોણ છે તે !!

જ્યારે કોઈ દીકરી પોતાના પિતાને છોડીને લગ્ન પછી પોતાના પતિના ઘેર આવે છે, તો નણંદ ને ભાભી તરીકે એક સારી બહેનપણી મળે છે. પણ આપણે નાના પડદા ઉપર હમેશા જોઈએ છીએ કે નણંદ અને ભાભી વચ્ચેના સબંધો સારા નથી હોતા. પણ તેનાથી ઉલટું ખાસ કરીને બોલીવુડની નણંદ ભાભી વચ્ચેની સાચા જીવનના સબંધોમાં પ્રેમ અને કેયર થી ભરેલ હોય છે. આજે અમે તમને બોલીવુડની થોડી એવી જ નણંદ ભાભીની જોડી સાથે મુલાકાત કરાવવા જઈ રહેલ છીએ જેમની વચ્ચે સબંધ સગી બહેની થી પણ વધુ ગાઢ છે. તો આવો જોઈએ બોલીવુડ ની નણંદ ભાભીની ટોપ જોડીઓ જે સાચા જીવનમાં સગી બહેનોની જેમ જ રહે છે.

આ છે બોલીવુડની નણંદ ભાભીની જોડીઓ

૧. કરીના કપૂર ખાન અને સોહા અલી ખાન

આ જોડી બોલીવુડની નણંદ ભાભી ની ઉત્તમ જોડીઓના લીસ્ટમાં સૌથી ઉપર છે. આ બન્ને વચ્ચેનો સબંધ સગી બહેનો જેવો છે, કરીના અને સોહા હમેશા એક સાથે રજાઓ અને વિદેશની ટુર ઉપર સાથે જોવા મળે છે. સોહાએ એક વખત પોતાની ભાભી એટલે કેરીના કપૂરના વખાણ કરતા કહ્યું હતું “ હું કરીનાની આ વાત માટે સન્માન કરું છું કે તે કામ અને મારા ભાઈની જરૂરિયાતો પ્રત્યે ખુબ સ્પષ્ટ છે. તે મને પસંદ કરે છે કેમ કે તેની સાથે મારો વ્યવહાર સેફ જેવો જ છે.”

૨. એશ્વર્યા રાય બચ્ચન અને શ્વેતા નંદા

મીડિયામાં હમેશા એવી ખબરો આવતી રહે છે કે બચ્ચન કુટુંબમાં એશ્વર્યા અને શ્વેતા વચ્ચે સબંધો સારા નથી. પણ આવું કાઈ જ નથી. આ બન્ને એક બીજાની ખુબ નજીક છે. બચ્ચન કુટુંબની વહુ એશ્વર્યા અને તેની નણંદ શ્વેતા હમેશા ઘણા કાર્યક્રમોમાં એક સાથે જોવા મળેલ છે. શ્વેતાએ કોફી વિદ કરણ શો માં કહ્યું હતું કે તે પોતાની ભાભી ને પ્રેમ કરે છે અને ખુશ છે કે અભિષેક અને એશ્વર્યા એક સાથે છે.

૩. મલાઈકા અરોડા ખાન અને અર્પિતા ખાન

ભલે મલાઈકાએ અરબાજ ખાન સાથે છૂટાછેડા લઇ લીધા હોય. પણ આજે પણ મલાઈકા અને અર્પિતા વચ્ચે સબંધ એક નણંદ ભાભી જોવા જ છે. એવા સમાચાર હતા કે અર્પિતા અને અર્જુન એક બીજાને ડેટ કરી રહેલ છે,પણ પાછળથી તે મલાઈકા ને લઈને ખબરોમાં રહ્યા હતા કે અર્જુન અને અર્પિતા વચ્ચે સબંધ પાછળથી થોડા ખરાબ થઇ ગયા. પણ તે કુટુંબના કાર્યક્રમોમાં હમેશા એક બીજા સાથે જ જોવા મળે છે.

૪. સોનાક્ષી સિંહ અને તરુના અગ્રવાલ

સોનાક્ષીના મોટા ભાઈ કુશનાં વર્ષ ૨૦૧૫ માં તરુણા સાથે લગ્ન કર્યા હતા. સોનાક્ષી પોતાના ભાઈના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત હતી અને તેમણે સોસીયલ મીડિયા ઉપર ઘણા ફોટા પોસ્ટ કરેલ હતા. તરુના અને સોનાક્ષી એક બીજાની ખુબ નજીક છે અને સગી બહેનોની જેમ રહે છે.

૫. રાની મુખર્જી અને જ્યોતિ મુખર્જી

રાની મુખર્જી પોતાના કુટુંબની ખુબ નજીક છે. ખાસ કરીને પોતાની ભાભી સાથે તે એક સગી બહેન જેમ જ રહે છે, રાનીએ ઘણા વર્ષો સુધી લગ્ન નહોતા કર્યા કેમ કે તે પોતાના કુટુંબ ની દેખરેખ કરવા માગતી હતી. તેનું કારણ એ હતું કે રાનીના ભાઈએ પોતાના કુટુંબની જવાબદારી લીધી ન હતી. તેને કારણે જ તમામ જવાબદારી રાની ઉપર હતી. પણ રાણીએ પોતાની ભાભી અને ભત્રીજાને દરેક રીતે મદદ કરી. બન્ને એક બીજાની ખુબ સારી બહેનપણી છે.

૬. નીતુ સિંહ અને રીમા જૈન

બોલીવુડની નણંદ ભાભીની ટોપ જોડીઓ તો જોઈ લીધી. પણ આમારી યાદીમાં આ જોડી સૌથી જૂની છે. નીતુ અને રીમા જૈન વચ્ચે સબંધ બહેન જેવા છે. બન્ને જુદા જુદા કાર્યક્રમોમાં એક સાથે જોવા મળે છે.

ટ્વિન્કલ ખન્ના અને અલકા ભાટિયા

અક્ષય કુમારના જીવનમાં આ બન્નેનું ખાસ મહત્વ છે. ટ્વિન્કલ અને અલકા ઘરનું બધું કામ સંભાળે છે. જયારે અક્ષય કુમાર પોતાની બહેનની એક એવા માણસ સાથે લગ્ન કરવાના નિર્ણય વિરુદ્ધ હતા જે તેનાથી ૧૫ વર્ષ મોટો હતો અને છૂટાછેડા પણ થયેલો હતો ટ્વિન્કલે અક્ષયને મનાવ્યો હતો.

8. ગૌરી ખાન અને શહનાજ

શાહરૂખ ખાન ની બહેન શહનજ તેનાથી ૬ વર્ષ મોટી છે અને ખાન કુટુંબ તેને ખુબ પ્રેમ કરે છે. પોતાની માં ના મૃત્યુ પછી શહનાજ અવસાદ માં ચાલી રહેલ હતી. તે હમેશા ચુપ અને પોતાનામાં જ ખોવાયેલ રહેતી હતી. પણ, ગૌરી શહનાજનું ખુબ ધ્યાન રાખે છે. ગૌરીના જીવનમાં તેની ભાભી સૌથી મહત્વના લોકોમાંથી એક છે. ગૌરી શહનાજ ની દરેક ઈચ્છા પરી કરે છે.