બોલીવુડમાં ગુપચુપ રહ્યા હતા આ અફેયર્સ, શું તમે જાણો છો રણવીર સિંહે અહાના દેઓલને ડેટ કરી હતી?

બોલીવુડ કલાકાર પોતાના કામ સિવાય પોતાના વ્યક્તિગત જીવનને લઇને વારંવાર ચર્ચામાં રહે છે. પરંતુ કેટલાક લોકોના અફેયર મીડિયાની સામે આવી જાય છે અને કોઈના અફેયરની કોઈને ખબર પણ નથી હોતી. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના કેટલાક એવા અફેયર્સ વિશે જણાવીશું, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. તેઓના અફેયર થયા અને સમાપ્ત થઈ પણ થઈ ગયા. પણ કોઈને ખબર પણ ન પડી. કોણ છે તે કલાકારો? આવો જાણીએ.

દીપાનીતા શર્મા અને અભિષેક બચ્ચન :

સુમિત જોશીની બુક ‘અફેયર્સ ઑફ બોલીવુડ સ્ટાર્સ રીવીલ્ડ’ માં આ વાતનો ઉલ્લેખ છે, કે અભિષેક બચ્ચન સાથે દિપાનીતાની દોસ્તી સોનાલી બેન્દ્રેએ કરાવી હતી. સોનાલી દીપાનીતાની ક્લોઝ ફ્રેન્ડ હતી. મળેલા અહેવાલો મુજબ, 10 મહિના સુધી દિપાનીતા અને અભિષેકના સંબંધ ચાલ્યા હતા. અને પછી સમાચાર આવ્યા હતા કે ઉદય કે એશ્વર્યાને કારણે તેમનો બ્રેકઅપ થઈ ગયો. તેમ છતાં, અભિષેકે ક્યારેય પણ મીડિયાની સામે દીપીનીતા સાથે પોતાના સંબંધોની વાત કબુલી નથી.

રણવીર સિંહ અને અહાના દેઓલ :

અહાના દેઓલ હેમા માલિનીની નાની દીકરી છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે રણવીર સિંહે પોતાના કોલેજ ટાઇમમાં અહાના દેઓલને ડેટ કરી છે. તે સમયે રણવીર પણ ફિલ્મોમાં ન આવ્યા હતા, અને અહાના પણ ફિલ્મોથી દૂર છે. તેથી તેઓના અફેયરની માહિતી કોઈને નથી. તેમ છતાં, તેમના સંબંધ ઘણા સમય પહેલા જ તૂટી ગયા. રણવીરે ૨૦૧૮ માં જ દીપિકા પાદુકોણ સાથે ક્ગ્ન કર્યા છે. અને અહાના બિઝનેસમેન વૈભવ વોરા સાથે લગ્ન કરીને સેટલ છે.

રણબીર કપૂર અને અવંતિકા મલિક :

આમીર ખાનના ભાણેજ ઇમરાન ખાને અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા છે. પણ એક સમયમાં અવંતિકા બોલીવુડ કલાકાર રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ હતી. સીરિયલ ‘જસ્ટ મોહબ્બત’ માં કામ કરવા દરમિયાન રણબીરની મુલાકાત અવંતિકા સાથે સેટ ઉપર થઈ હતી. તે તેમની સાથે સમય પસાર કરતા હતા, અને ધીમે ધીમે બંનેને પ્રેમ થઇ ગયો. પરંતુ થોડા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા પછી બન્નેનો સંબંધ તૂટી ગયો, અને અવંતિકાના લગ્ન ઇમરાન ખાન સાથે થઇ ગયા.

શાહિદ કપુર અને બિપાશા બાસુ :

વર્ષ 2011 માં શાહિદ કપુર અને બિપાશા બાસુના અફેયરના સમાચાર ઉડ્યા હતા. બંને સાથે ફરતા પણ જોવા મળતા હતા. પરંતુ બન્નેનો સંબંધ વધુ સમય સુધી ન ચાલ્યો. થોડા મહિના પછી જ બંનેનો સંબંધ તૂટી ગયો. સમાચારો આવ્યા કે શાહિદ આ સંબંધને લઈને વધુ ગંભીર ન હતો. એ કારણે જ બીશાપાએ તેની સાથે બ્રેકઅપ કરી લીધુ. અત્યારે બિપાશાએ કરણ સિંહ ગ્રોવર સાથે અને શાહિદે મીરા રાજપુત સાથે લગ્ન કર્યા છે.

આમીર ખાન અને પૂજા ભટ્ટ :

ફિલ્મ ‘દિલ હે કી માનતા નહિ’ ના શુટિંગ દરમિયાન આમીર ખાન અને પૂજા ભટ્ટની વચ્ચે સંબંધ વધ્યા હતા. જોકે તે સમયે આમિર ખાન પરણિત હતા. થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી બન્નેનું બ્રેકઅપ થઇ ગયું. અને બ્રેકઅપ પછી બન્ને વચ્ચે કડવાશ આવી ગઈ. એક ઈન્ટરવ્યું દરમિયાન પૂજા ભટ્ટે કહ્યું હતું કે, આમીર ખાન સાથે તેમનો સંબંધ પ્રેમ અને નફરત વાળો છે.

પ્રિયંકા ચોપડા અને અસીમ મર્ચન્ટ :

અસિમ મર્ચન્ટ અને પ્રિયંકા ચોપરાએ પણ થોડા સમય માટે એક બીજાને ડેટ કર્યા હતા. અસીમને આપણે ફિલ્મ ‘વોન્ટેડ’ માં જોઈ ચુક્યા છીએ. અસીમ લાઈમલાઈટમાં ત્યારે આવ્યો જયારે તેણે પ્રિયંકા ચોપડાના જીવન ઉપર ફિલ્મ બનાવવાનું વિચાર્યુ હતું. મિસ ઇન્ડિયા બનવા પહેલા પ્રિયંકા અસીમને ડેટ કરતી હતી. પરંતુ વર્ષ 2000 માં બંનેના સંબંધ તૂટી ગયા. તાજેતરમાં પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે.