દર મહિને લાખોનું બિલ ભરે છે આ બોલીવુડ સ્ટાર્સ, નંબર 3 ના બિલમાં તો આલીશાન 3bhk ફ્લેટ આવી જાય.

વીજળીના બિલથી દરેક સામાન્ય માણસ દુ:ખી છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં લોકોને બીલ ભરવામાં સૌથી વધુ તકલીફ થાય છે. એક સામાન્ય માણસ માટે બીલનું એક ચોક્કસ બજેટ હોય છે. પરંતુ બીલનું બજેટ નક્કી કરેલા બજેટની ઉપર નીકળી જાય છે, ત્યારે મહિનો આખો તકલીફોનો સામનો કરવો પડે છે. ઉનાળાની ઋતુમાં લોકોનું વીજળીનું બીલ સૌથી વધુ આવે છે, કેમ કે આ ઋતુમાં લગભગ તમામ ઘરોમાં એસી, કુલર ચાલે છે.

પરંતુ એસી, કુલર ચલાવવા માટે પણ અમુક લોકોએ ઘણું વિચારવું પડે છે. અમુક લોકો તો એસીનો ઉપયોગ ત્યારે જ કરે છે જયારે તેમણે ઘેર મહેમાન આવે છે. આ તો થઇ સામાન્ય લોકોની વાત. પરંતુ મોટા મોટા બોલીવુડ સેલીબ્રેટીઝના ઘરોમાં શું થાય છે? શું તેને પણ સામાન્ય માણસની જેમ વધુ વીજળી બીલ આવવાની સમસ્યા નડતી હશે? આ એક પ્રશ્ન છે જેનો જવાબ દરેક જાણે જ છે. પરંતુ સાહેબ તમને જણાવી દઈએ કે આ સમસ્યા માત્ર સામાન્ય લોકોની છે.

મોટા મોટા કલાકારોને વધુ લાઈટ બીલ સાથે કોઈ લેવા દેવા નથી હોતું. તેમના માટે લાખો રૂપિયા ચણા બરોબર હોય છે. આજની આ પોસ્ટમાં અમે તમને આ બોલીવુડ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું વીજળી બીલ સૌથી વધુ આવે છે. જયારે તમને તેના વિષે ખબર પડશે ત્યારે તમે દાંત વડે આંગળીઓ દબાવવા લાગશો.

અમિતાભ બચ્ચન :

અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક કહેવામાં આવે છે. કરોડોની સંપત્તિ વાળા અમિતાભ બચ્ચન દર મહીને પોતાના બંગલા ‘જલસા’ માટે લગભગ ૨૨ લાખનું બીલ ભરે છે.

સલમાન ખાન :

આ યાદીમાં આગળનું નામ આવે છે બોલીવુડના દબંગ ખાન એટલે સલમાન ખાનનું. વીજળી બીલ ભરવાની બાબતમાં આ સાહેબ પણ પાછળ નથી. તે દર મહીને પોતાના ‘ગેલેક્સી’ અને ‘બીઈંગ હ્યુમન’ ની ઓફીસ માટે લગભગ ૩૦ લાખ રૂપિયા વીજળીનું બીલ ચુકવે છે.

શાહરૂખ ખાન :

શાહરૂખ ખાન બોલીવુડના સૌથી મોટા સુપરસ્ટાર છે. દુર દુરથી લોકો તેમના ઘર ‘મન્નત’ ને જોવા આવે છે. એ વાતમાં કોઈ બે મત નથી કે કિંગ ખાનનું ઘર ઘણું સુંદર છે. અને તમે જાણીને દંગ રહી જશો કે તે દર મહીને લગભગ ૪૩ લાખ રૂપિયા સુધી વીજળી બીલ ભરે છે. એટલામાં તો એક સામાન્ય માણસ પોતાના માટે ૩BHK ફ્લેટ ખરીદી શકે.

સૈફ અલી ખાન :

સૈફ અલી ખાન બોલીવુડમાં છોટે નવાબના નામથી પ્રસિદ્ધ છે. સૈફ પોતાના પરિવાર સાથે જે બંગલામાં રહે છે, તેનું મહિનાનું લાઈટ બીલ લગભગ ૨૫ લાખ રૂપિયા આવે છે. પટોડી પરિવારના ઘણા બધા પેલેસ છે તેવામાં એટલી સામાન્ય એવી રકમ આપવી તેમના માટે કોઈ મોટી વાત નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.