આ 5 બોલિવૂડ એક્ટર્સ, જે ભારતમાં વોટ નથી આપી શકતા

2019 ની લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણના વોટિંગની શરુઆત થઇ ચુકી છે. દરેક વખતે ચૂંટણીમાં ફક્ત સામાન્ય નાગરિક જ નહિ, પણ બોલીવુડના કલાકારો પણ ઘણા ઉત્સાહિત અને એક્ટિવ જોવા મળે છે. એની સાથે જ તેઓ પોતે વોટ આપે છે અને બીજા લોકોને પણ વોટ આપવા એટલે કે મતદાન કરવા માટે કહે છે. પણ અફસોસની વાત એ છે કે, એમાંથી અમુક એવા બોલીવુડ કલાકાર પણ છે, જે લોકસભાના ઈલેક્શનમાં પોતાનો વોટ પાવર નથી વાપરી શકતા. એટલે કે તેઓ ઇચ્છવા છતાં પણ વોટ નથી આપી શકતા.

બોલીવુડના આ મોટા મોટા કલાકારો નથી આપી શકતા વોટ :

1. અક્ષય કુમાર :

જણાવી દઈએ કે અક્ષય કુમારનો જન્મ તો પંજાબના અમૃતસરમાં થયો હતો, પણ સત્તાવાર રૂપથી એમની પાસે ભારતની નાગરિકતા નથી. અક્ષય કુમાર પાસે કેનેડાનો પાસપોર્ટ છે. અને ભારતીય નિયમો અનુસાર, તમે બે દેશની નાગરિકતા નથી રાખી શકતા. એ કારણે અક્ષય કુમાર ચૂંટણીમાં વોટ આપવાના હકદાર નથી.

2. આલિયા ભટ્ટ :

‘રાઝી’ ની કલાકાર અને યુવાનો માટે રોલ મોડલ એવી આલિયા ભટ્ટ પણ આ યાદીમાં આવે છે. એની માં સોની રાજદાન બ્રિટિશ નાગરિક છે, અને આલિયા ભટ્ટ પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. એટલે તે પણ વોટ નહિ આપી શકે.

3. દીપિકા પાદુકોણ :

એ જાણીને ઘણા લોકોને દુઃખ થશે કે આ યાદીમાં બધાની પ્રિય અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ શામેલ છે. હકીકતમાં દીપિકાનો જન્મ ડેનમાર્કના કોપનહેગન(Copenhagen) માં થયો હતો, અને એમની પાસે ડેનિશ(Danish) પાસપોર્ટ છે. એટલે તે પણ વોટ નહિ આપી શકે.

4. કટરીના કૈફ :

અભિનેત્રી કટરીના કૈફના પિતા કશ્મીરી છે. તેમજ કટરીનાનો જન્મ હોંગકોંગમાં થયો છે, અને એની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. એટલે તે ઇચ્છવા છતાં પણ વોટ નહિ આપી શકે.

5. જેકલીન ફર્નાન્ડિસ :

લાખો દિલો પર રાજ કરવા વાળી જેકલીનનો જન્મ બહેરીન(Bahrain) ના મનામા(Manama) માં થયો હતો. એમના પિતા શ્રીલંકા અને માં મલેશિયાની નાગરિક છે. 2006 માં મિસ યુનિવર્સ શ્રીલંકા પ્રતિયોગિતા જીતવા વાળી જૈકલીને 2009 માં બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. અને તે ભારતીય નાગરિકત્વ ધરાવતી ન હોવાથી મત આપી શકે નહિ.

તો મિત્રો આ છે આપણા મનપસંદ અને જાણીતા કલાકારો જે સત્તાવાર રીતે વોટ નથી આપી શકતા. પણ તમે જરૂર વોટ આપજો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.