પ્રેમિકાએ માંગણી કરી ચંદ્રની તો આ યુવકે ખરીદી લીધી ચંદ્ર પર એક એકર જમીન, જાણો તે બનાવ વિષે

આ યુવકની પ્રેમિકાએ ચાંદો માંગ્યો તો તેણે ચાંદા પર ખરીદી લીધી 1 એકર જમીન, જાણો વધુ વિગત

બિહારના ગયાના રહેવાસી એક ઉદ્યોગપતિએ ચંદ્ર ઉપર એક એકર જમીન ખરીદી છે. તેને જમીનના કાગળો મળી ગયા છે. હવે તેણે લુનર સિટીઝનશીપ પણ મેળવી લીધી છે.

એવું કહેવામાં આવે છે કે, પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે. કંઈક આવા પ્રકારની જ ઘટના બોધગયાના ઉદ્યોગપતિ નીરજકુમાર ગિરી સાથે બની છે. તેણે પ્રેમિકા પાસેથી પ્રેરણા મેળવીને ચંદ્ર ઉપર એક એકરનો પ્લોટ ખરીદવાની મહેચ્છા પ્રાપ્ત કરી, અને લગભગ દોઢ વર્ષની સખત મહેનત કર્યા પછી તેમાં સફળતા પ્રાપ્ત કરી. નીરજ દેશના ચોથા વ્યક્તિ છે, જેણે ચંદ્ર ઉપર પ્લોટની ખરીદી કરી છે.

બકોલ નીરજ, અત્યાર સુધી ચંદ્ર ઉપર જમીન ખરીદનારાઓમાં દેશના એક ઉદ્યોગપતિ અને ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન અને સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતનો સમાવેશ થાય છે. બિહારના સુશાંતસિંહ રાજપૂતે પ્લોટ ખરીદીમાં પોતાનું સરનામું મુંબઈનું આપ્યું. એ સંદર્ભથી જોવામાં આવે તો નીરજ બિહારના પહેલા વ્યક્તિ છે, જેમણે ચંદ્ર ઉપર પ્લોટ ખરીદ્યો છે.

લુનર સોસાયટી ઇન્ટરનેશનલમાં કરાવી નોંધણી :

નીરજે પોતાના જન્મ દિવસ 29 ઓક્ટોબર 2019 ના રોજ લુનર સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા આ પ્લોટ ઓનલાઇન નોંધાવ્યો હતો. ત્યાર પછી સોસાયટી દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજો ઓનલાઇન ભર્યા. નિયત રકમ સોસાયટીના ખાતામાં ઓનલાઇન જમા કરી. નીરજ કહે છે કે, પ્લોટની કિંમત કરતા દસ્તાવેજોની પ્રક્રિયા વધુ જટિલ અને લાંબી છે.

22 જૂન 2020 ના રોજ ઈમેલના દ્વારા તેને ચંદ્ર ઉપર એક એકર પ્લોટ તેના નામે બુકિંગની ઓનલાઇન જાણ કરવામાં આવી. ત્યાર પછી ઓનલાઇન પીડીએફ દ્વારા પ્લોટના દસ્તાવેજ પણ મોકલી દેવામાં આવ્યા. આમ નીરજને લુનર રિપબ્લિકનું નાગરિકત્વ મળી ગયું, જેનું પ્રમાણપત્ર લુનર સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવ્યું.

નીરજ કોણ છે?

નીરજ બોધગયાના બતસપુર ગામના રહેવાસી છે. તેમના પિતા કૃષ્ણનંદન ગિરી જયપ્રકાશ આંદોલનના લડવૈયા હતા. તેમનું બાળપણ બોધગયામાં પસાર થયું હતું, પરંતુ અભ્યાસ માટે રાંચીમાં વધુ સમય પસાર કર્યો. તેને નાનપણથી જ કંઇક અલગ જોવા અને કરવાનો શોખ રહ્યો હતો. તેના શોખ મુજબ આજે તે BMW કારમાં ફરે છે.

નીરજના પરિવારમાં તેના માતાપિતા સિવાય ત્રણ ભાઈઓ અને એક બહેન છે. નીરજ સૌથી નાનો છે. પિતા બોધગયામાં ગાંધી શાંતિ ફાઉન્ડેશન સેન્ટર ચલાવે છે. બહેન હોમિયોપેથિક ડોક્ટર છે. એક મોટો ભાઈ પિતા સાથે સંકળાયેલો છે. અન્ય ભાઈ અભ્યાસ કરી રહ્યા છે. નીરજે પોતાનું કામ જમીનના ધંધાથી શરૂ કર્યું, અને આજે બિંદા રોહિણી ન્યૂ વર્લ્ડ કન્સ્ટ્રક્શન પ્રા.લી. નામની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.