આ ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને દરેક વાઇરસથી કરશે તમારું રક્ષણ, જાણો કેવી રીતે બનાવવો

તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને વાયરસથી તમારું રક્ષણ કરશે આ દેશી ઉકાળો, જાણો વધુ વિગત

હાલના સમયમાં ચારેય તરફ શરદી, ઉધરસ અને વાયરલ ફેલાઈ રહ્યો છે. તેનાથી બચવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. અને આજના આ આર્ટિકલમાં અમે તમને એક એવા ઉકાળા વિષે જણાવીશું, જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. આ ઉકાળો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જશે અને તેને બનાવવામાં 5 થી 10 મિનિટનો જ સમય લાગશે. તો આવો જાણીએ તેને કઈ રીતે બનાવવો, અને તેનું સેવન કઈ રીતે કરવું?

આ ઉકાળો બનાવવાના માટે તમને સાદું અને સિંધવ બંને પ્રકારનું મીઠું, હળદર, કાળા મરીની ભૂકો, લીંબુ, તુલસીના પાન (25 થી 30), આદુ અને ફુદીનાની જરૂર પડશે. આ દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ઉકાળો બનાવવા માટે સૌથી પહેલા ધોયેલો ફુદીનો અને તુલસીના પાન ખાંડણીમાં નાખવાના છે. પછી તેમાં આદુનો ટુકડો ખમણીને નાખવાનો છે. ત્યારબાદ આ ત્રણેય વસ્તુ એકદમ બારીક થઈ જાય ત્યાં સુધી તેને ખાંડતાં રહેવાનું છે.

બીજી તરફ તમે એક વાસણમાં અડધો લીટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દો. આ ત્રણેય વસ્તુને ખાંડીને ગરમ પાણીમાં ઉમેરી દો અને તેને ફૂલ ગેસ પર ઉકળવા દો. પછી તેમાં 1 મોટી ચમચી કાળા મરીનો ભૂકો, 1 નાની ચમચી હળદર અને સિંધવ મીઠું નાખવાનું છે. (અંતમાં ઉપરથી તેમાં થોડું સાદું મીઠું નાખવાનું છે.) આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી દો.

હળદર અને કાળા મરીનો ભૂકો બંને આપણા શરીર માટે ફાયદાકારક છે. કાળા મરીનો ભૂકો શરીરમાંથી શરદીને શોષી લે છે. અને હળદર ઉધરસમાં એન્ટિ ઓક્સિડન્ટનું કામ કરે છે. તુલસીના પાન શરદી ઉધરસમાં એન્ટી બેક્ટેરિયલ તરીકે, ઇન્ફેક્શનમાં એન્ટી ફંગલ તરીકે તેમજ તાવમાં એન્ટી ઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. સિંધવ મીઠું કે સંચળથી પૂરતી ખારાશ નથી આવતી એટલે અંતમાં તેમાં થોડું સાદું મીઠું ઉમેરવાનું છે. ત્યારબાદ તેમાં અડધું લીંબુ નીચોવીને તેને મિક્સ કરી દો. તો તૈયાર છે તમારો હેલ્ધી ઉકાળો.

આ ઉકાળો તમે પાંદડા સાથે પણ પી શકો છો, અને જો બાળકોને આપવો હોય તો ગાળીને આપી શકો છો.