વાંસમાંથી બનેલી પાણીની બોટલોને ટ્વીટર એકાઉન્ટ ઉપર રવીના ટંડને કરી પ્રમોટ.

આદિવાસીઓએ પોતાના હાથથી બનાવેલી વાંસની પાણીની બોટલો જોઈને રવીના ટંડને પોતાના ટ્વીટર ઉપર કરી તેની જાહેરાત.

જો વાંસની ખાસિયત વિષે વાત કરવામાં આવે તો વાંસના પાક માટે કોઈ ફર્ટિલાઇઝરની જરૂર નથી પડતી. વાંસથી બનેલી દરેક વસ્તુઓ કેમિકલ ફ્રી હોય છે. એટલા માટે પર્યાવરણ બચાવવાના દ્રષ્ટિકોણથી હાલના દિવસોમાં બેંબુ પ્રોડક્ટ એટલે કે વાંસની બનેલી પ્રોડક્ટની માંગ ઘણી વધારે છે.

બહારની સપાટી વાંસમાંથી બનેલી હોય છે :

વાંસનું મહત્વ જાણીને ત્રિપુરામાં પ્રધાનમંત્રી વન ધન યોજના અને નેશનલ બેંબુ મિશન સ્કીમ અંતર્ગત ગામવાળાને વાંસની પ્રોડક્ટ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તેમની હસ્તશિલ્પ કળાની જાણકારી વાંસની ફેન્સી વોટર બોટલને જોઈને મેળવી શકાય છે. આ ફેન્સી બોટલ્સની બહારની સપાટી વાંસની બનેલી હોય છે. તેની અંદરની સપાટી પર કૉપર(તાંબુ) લાઇનિંગ જોઈ શકાય છે.

આજીવિકા ચલાવવાનું અન્ય સાધન નથી :

હકીકતમાં આ પ્રોડક્ટ તે આદિવાસી લોકો અને સ્થાનિક કારીગરના જીવનને સુધારવાનો એક પ્રયત્ન છે, જેમની પાસે પોતાની આજીવિકા ચલાવવાનું કોઈ અન્ય સાધન નથી. તે સિવાય ઇકો ફ્રેંડલી હોવાને કારણે તેમનું ખાસ મહત્વ છે. તેને પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવી રહી છે. બોટલને બનાવવાનું કામ શરૂ કરતા પહેલા એ વાત પર રિસર્ચ કરવામાં આવી કે, તેમને ઈંટરનેશનલ સ્ટાન્ડર્ડ આપવા માટે કઈ રીતે મોલ્ડ કરવામાં આવે.

ઝાડુ અને બોટલ બનાવવાની ટ્રેનિંગ :

વાંસથી બનેલી બોટલ અને ઝાડુના માધ્યમથી ત્રિપુરાના શિલ્પકારોને રોજગાર આપવાનો શ્રેય આઈએફએસ ઓફિસર પ્રસાદ રાવને જાય છે. તે આદિવાસી શિલ્પકારોને વાંસથી ઝાડુ અને બોટલ બનાવવાની ટ્રેનિંગ આપે છે. થોડા સમયમાં તેમણે લગભગ 1000 લોકોને વાંસથી ઝાડુ બનાવવાની ટ્રેનિંગ આપી હતી. જયારે પ્રસાદ રાવને આ કામમાં સફળતા મળી તો તેમણે શિલ્પકારોના આખા પરિવારને વાંસમાંથી બોટલ બનાવતા શીખવાડ્યું.

વાંસની પ્રોડક્ટ બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યા છે :

આ પ્રોજેક્ટને બેંબુ એન્ડ કેન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને અગરતલાના ફોરેસ્ટ રિસર્ચ સેંટર ઓફ લાઈવલીહુડ એક્સ્ટેંશનની મદદ મળી. આ કામ માટે લોકોને ટ્રેનિંગ આપવાની શરૂઆત 10 માસ્ટર ટ્રેનરથી થઈ હતી. હવે તે ટ્રેનર 1000 શિલ્પકારોને પ્રધાનમંત્રી વન ધન યોજના અને નેશનલ બેંબુ મિશન સ્કીમ અંતર્ગત વાંસની પ્રોડક્ટ બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યા છે.

વાયરસ અને ફૂગથી બચાવી શકો :

પ્રસાદ રાવ કહે છે કે, વાંસથી બનેલી આ બોટલની અંદરની સપાટીને તાંબાથી એટલા માટે બનાવવામાં આવી છે જેથી પાણી બેક્ટેરિયા, વાયરસ અને ફૂગથી બચી શકે. આ બોટલ 300 મિલી સિવાય 500 મિલી, 750 મિલી અને 1 લીટરના માપમાં ઉપલબ્ધ છે. પ્રસાદ રાવ પોતાના આ પ્રયત્નથી નાના પાયે કરવામાં આવતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે. તે આવી પ્રોડક્ટ વાપરવાની સલાહ આપે છે. તેમની રુચિ પ્લાસ્ટિક ફ્રી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તરફ છે.

પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા કર્યું પ્રમોટ :

આ વાંસની બોટલને બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડને પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા પ્રમોટ કરી છે. વાંસથી બનેલી આ બોટલને આખી દુનિયામાં પસંદ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાની શક્તિનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, રવીનાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ બોટલને પ્રમોટ કરતા જ આખી દુનિયામાંથી તેને ખરીદવાની માંગ કરવામાં આવી રહી છે. રવીનાએ ન ફક્ત પોતે આ બોટલ ખરીદી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તે અન્ય લોકોને પણ આ પ્રકારની બોટલનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા છે.