રસ્તાના સિક્યોરિટી કેમેરા ચેક કરી રહી હતી પોલીસ, ત્યારે ઓફિસરોના હૃદયને સ્પર્શી ગયું છોકરાઓનું સમર્પણ

પેરુમાં સ્ટ્રીટ લાઈટની મદદ લઈને ભણતર પૂરું કરતા 12 વર્ષના એક છોકરાનો વિડીયો ઘણો શેયર કરવામાં આવી રહ્યો છે, અને તે ઘણો વાયરલ થઇ રહ્યો છે. તે રસ્તાના કિનારે બેસીને પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો, કારણ કે એના ઘરમાં લાઈટની કોઈ વ્યવસ્થા હતી નહીં. અને રોડના સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરતા સમયે પોલીસ ઓફિસરોની નજર એના પર પડી.

પહેલા એમને કંઈ સંદિગ્ધ લાગ્યું, પરંતુ જયારે નજીકથી જોયું તો ભણતર માટે એ છોકરાનું સમર્પણ એમના દિલને સ્પર્શી ગયું. પોલીસે આ ફૂટેજ પોતાના ઓફિસિયલ પેજ પર શેયર કરી, જે તરત વાયરલ થઇ ગઈ.

પોલીસ ઓફિસરોએ શેયર કર્યો વિડીયો :

મોચે પોલીસ ડિપાર્ટમેન્ટ જયારે આ વિસ્તારના સિક્યોરિટી કેમેરા ચેક કરી રહ્યા હતા, ત્યારે એમણે ફુટેજમાં રસ્તાના કિનારે બેસેલા એક છોકરાને જોયો. પોલીસને પહેલા તો કંઈ સંદિગ્ધ લાગ્યું પરંતુ જયારે એમણે એ ફુટેજને ઝૂમ કરીને જોઈ તો એમણે જોયું કે એ છોકરો તો સ્ટ્રીટ લાઈટના અજવાળામાં બેસીને પોતે ભણી રહ્યો છે.

એ છોકરાનું ભણતર પ્રત્યેનું સમર્પણ પોલીસ ઓફિસરોના દિલને સ્પર્શી ગયું. પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર એ છોકરાની ફૂટેજ પોસ્ટ કરી, અને તે વાયરલ થઇ ગઈ. આ વિડીયોને 50 લાખ કરતા વધારે વાર જોવામાં આવી ચુક્યો છે. અને આ છોકરાની વાર્તા દુનિયાભરમાં હેડલાઈન બની ગઈ. આ વિડીયો જેટલો હૃદયને સ્પર્શવા વાળો છે એટલો જ તકલીફ પહોંચાડવા વાળો પણ છે.

લોકલ મીડિયાએ જણાવી સ્થિતિ :

ત્યારબાદ ત્યાંના લોકલ મીડિયાએ આ બાળકને શોધી કાઢ્યો અને એની માં સાથે વાતચીત કરી. અને એના પરથી એ છોકરાના પરિવારની આર્થિક સ્થિતિ વિષે જાણકારી મળી છે. 12 વર્ષના એ છોકરાનું નામ વિકટર માર્ટિન એન્ગ્યુલો જણાવવામાં આવી રહ્યું છે. અને ખરાબ આર્થિક સ્થિતિને કારણે એનો પરિવાર ઘરમાં વીજળીની વ્યવસ્થા કરવા માટે સક્ષમ ન હતો.

એની માં એ જણાવ્યું કે, દિવસના અજવાળામાં તે પોતાનું અસાઈનમેંટ પૂરું કરી શકતો ન હતો. એ કારણે તે બહાર રસ્તા પર લગાવેલી સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં બેસીને એને પૂરું કરતો હતો. વિક્ટરની સ્ટોરી વાયરલ થતા જ મીડિયાએ એને કવરેજ આપવાનું શરુ કરી દીધું. ત્યારબાદ મોચેના મેયર પણ એને મળવા માટે એના ઘરે પહોંચ્યા.

મેયરે વિકટરની ભણવાની પ્રબળ ઈચ્છાની પ્રશંસા કરી અને એને વાયદો કર્યો કે, તે અંગત રીતે એના ઘરે વીજળીની વ્યવસ્થા કરાવશે, જેથી એને બહાર જવાની જરૂર ન પડે. અને ત્યાંથી મળેલી જાણકારી અનુસાર એ વાયદો પૂરો કરવામાં આવ્યો છે, અને એના ઘર સુધી વીજળી પહોંચાડી દેવામાં આવી છે. હવે વિકટર પોતાના ઘરે રહીને જ પોતાનું ભણતર પૂરું કરી શકે છે.

વિકટરે કહ્યું કે, હું મારા પરિવારની મદદ કરવા માંગુ છું અને એના માટે લાયક બનવા માંગુ છું. મારી ઈચ્છા પોલીસમેન બનવાની છે, જેથી ભ્રષ્ટાચારને હું દૂર કરી શકું.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડીયો :