પોલીસને બાળકે કહ્યું : અંકલ સાંભળો… પપ્પા દારૂ પી ને મને અને મમ્મીને ખુબ મારે છે, ખાવાનું પણ નથી આપતા

આજના સમયમાં સોશિયલ મીડિયા ઉપર પણ આપણે ઘણા કિસ્સા એવા સાંભળતા હોઈએ છીએ, કે જેમાં નશાની ટેવને કારણે આખું કુટુંબ બરબાદ થઇ ગયું હોય છે. અને તેમાં પણ ખાસ કરીને દારુનું વ્યસન આજકાલ એટલું ફેલાયું છે કે, દારૂ ઘણી સરળતાથી મળી જાય છે. જો આવા પ્રકારના વેચાણ બંધ થઈ જાય, તો તેના લીધે થતા ગુના ઉપર ઘણો કંટ્રોલ આવી શકે છે, અને તેના માટે સરકાર પણ માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી કરતી જોવા મળે છે.

ઔરૈયા સદર પોલીસ સ્ટેશનમાં પોલીસનો એક નવો ચહેરો જોવા મળ્યો. એક સાત વર્ષનું બાળક પગમાં ચપ્પલ પહેર્યા વગર પોતાના પીતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો. બાળકે જણાવ્યું કે, તેના પિતા દારુ પી ને તેની અને તેની માં સાથે મારઝૂડ કરે છે અને ખાવાનું પણ નથી આપતા.

બાળકની હાલત જોઈ પોલીસે તેને બેસાડીને ભોજન કરાવ્યું. રોજની જેમ સદર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે શહેરના પઢીન દરવાજા મોહલ્લાનો રહેવાસી એવો સાત વર્ષનો આકાશ રડતો રડતો પીલીસ સ્ટેશનમાં પહોંચ્યો.

પોલીસે તેને શાંત કરાવ્યો અને રડવાનું કારણ પૂછ્યું. બાળકે જણાવ્યું કે, તે બીજા ધોરણનો વિદ્યાર્થી છે. તેના પિતા મહેશ દારુ પી ને તેની અને તેની માં સાથે મારઝૂડ કરે છે અને ખાવાનું પણ નથી આપતા. બાળકે જણાવ્યું કે, આજે પણ પિતાએ દારૂ પી ને મારઝૂડ કરી અને ખાવાનું પણ નથી આપ્યું, જેથી તે પિતા વિરૂદ્ધ ફરિયાદ કરવા આવ્યો છે.

બાળકને શાંત પાડીને ઉપનિરીક્ષક પ્રવેન્દ્ર કુમારે બાળક માટે ખાવાનું મંગાવ્યું અને તેને ખવરાવીને આશ્વાસન આપ્યું કે, હવે તેને તેના પિતા હેરાન નહિ કરે. આકાશના પગમાં ચપ્પલ ન જોઈ પોલીસે તેના માટે ચપ્પલની વ્યવસ્થા કરી. પછી બાળકના પિતાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. જ્યાં સમજાવીને બાળકને તેના પિતા સાથે મોકલવામાં આવ્યો. સાથે જ મહેશને પોલીસે સુચના આપી કે, જો ફરી વખત બાળક ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન આવશે તો તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.