બ્રેકફાસ્ટ માટે મિનિટોમાં બનાવો સ્વાદિષ્ટ બ્રેડપૌવા

જો નાસ્તમાં બ્રેડપૌવા ખાવા મળે તો વાત જ શું પૂછવી, આ રીતે બનાવો ટેસ્ટી બ્રેડ પૌવા. ભારતના મોટાભાગના રાજ્યોમાં સવારે નાસ્તામાં પૌવા જોવા અને ખાવા મળી જશે, ખાસ કરીને ઈંદૌર અને મહારાષ્ટ્રમાં. જો તમે પણ પૌવા ખાવાનું પસંદ કરો છો, તો આજે રેસિપી ઓફ ધ ડે માં અમે તમારા માટે એક અલગ પ્રકારની પૌવાની રેસિપી લઈને આવ્યા છીએ. આ રેસિપીનું નામ ‘બ્રેડ પૌવા’ છે.

જો તમે ઘરે નાસ્તામાં કંઈક અલગ ટ્રાય કરવા ઈચ્છો છો, તો બ્રેડ પૌવા તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. તેને તમે ઘરે આવનારા મહેમાનોને પણ પીરસી શકો છો. આને બનાવવામાં વધારે સમય નથી લાગતો અને ન તો વધારે મહેનત. તો ચાલો જાણીએ બ્રેડ પૌવા બનાવવાની રેસિપી વિષે.

Bread Poha
Bread Poha

બ્રેડ પૌવા રેસિપી કાર્ડ :

બ્રેડ પૌવા ન ફક્ત ફટાફટ બની જાય છે, પણ તે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે.

કુલ સમય : 35 મિનિટ.

તૈયારી માટે સમય : 20 મિનિટ.

બનાવવાનો સમય : 15 મિનિટ.

પીરસાય : 2 લોકોને.

રસોઈ સ્તર : મીડીયમ.

પ્રકાર : નાસ્તો.

કેલેરી : 150.

ભોજન : ભારતીય.

જરૂરી સામગ્રી :

બ્રેડના ટુકડા – 3 કપ,

પૌવા : 2 કપ,

વટાણા – 1 કપ (બાફેલા),

મગફળી – 1/2 કપ (શેકેલી),

હિંગ – 1/2 ચમચી,

કઢી લીમડો – 5 થી 6 નંગ,

લાલ મરચા આખા – 2 થી 3

હળદર – 1/2 ચમચી,

મીઠું – સ્વાદ અનુસાર,

લીંબુનો રસ – 1 ચમચી,

કોથમીર – 3 ચમચી,

તેલ – 1/2 કપ,

લીલા મરચા – 2 (સમારેલા)

છીણેલું નારિયેળ (વિકલ્પ).

Bread Poha
Bread Poha

બ્રેડ પૌવા બનાવવાની રીત :

સ્ટેપ 1 : સૌથી પહેલા તમે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, લાલ મરચા અને કઢી લીમડો નાખીને શેકી લો.

સ્ટેપ 2 : થોડી વાર પછી તેમાં વટાણા નાખો અને 1-2 મિનિટ સાંતળો.

સ્ટેપ 3 : બે મિનિટ પછી તેમાં મગફળી નાખો અને બ્રાઉન થાય ત્યાં સુધી સારી રીતે સાંતળી લો.

સ્ટેપ 4 : હવે તેમાં મીઠું, હળદર, પૌવા અને બ્રેડના ટુકડા નાખો અને સારી રીતે મિક્સ કરી થોડી વાર તેને ચળવા દો.

સ્ટેપ 5 : થોડી વાર પછી તેમાં થોડું પાણી, લીલા મરચા, લીંબુનો રસ અને કોથમીર નાખી સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 6 : ત્રણથી ચાર મિનિટ પછી ગેસ બંધ કરી દો અને પૌવાને પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ 7 : હવે છીણેલા નારિયેળથી તેને ગાર્નીસ કરો અને સર્વ કરો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.