Breaking News : પુલવામાં પછી જમ્મુ બસ સ્ટેન્ડ પર થયો ગ્રેનેડથી હુમલો, 26 લોકો ઘાયલ.

ગુરુવારે સવારે જમ્મુમાં એક જોરદાર બસ ધડાકો થયો છે. આ ધડાકો જમ્મુના એક બસ સ્ટેન્ડ પર થયો છે. ધડાકાના સમાચાર મળતા જ જમ્મુ કશ્મીર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને એ વિસ્તારને ઘેરી લીધો. આ ધડાકો ભીડભાડ વાળી જગ્યા પર કરવામાં આવ્યો છે. ધડાકા પછી એ વિસ્તારમાં અવ્યવસ્થા થઇ ગઈ છે.

હાલમાં પોલીસ ધડાકા વાળી જગ્યા પરથી લોકોને હટાવી રહ્યા છે. ધડાકામાં 26 લોકો ઘાયલ થયા છે, એવા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઇ જઈએ એમનો ઇલાજ શરુ કરી દેવામાં આવ્યો છે.

સવારે 11 : 30 વાગ્યે થયો ધડાકો :

જણાવી દઈએ કે લગભગ 11: 30 વાગ્યે આ ધડાકો થયો હતો. રાજ્ય પરિવહનની એક બસમાં આ ધડાકો થયો છે, અને ધડાકા દરમ્યાન બસ જમ્મુના એક બસ સ્ટેશન પર ઉભી હતી. ઘાયલોને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં એમનો ઈલાજ કરવાનું શરુ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાં આ ધડાકો થયો છે, ત્યાં ફળનું એક મોટું બજાર છે, જ્યાં પોલીસ કર્મચારીઓ પૂછપરછ કરી રહ્યા છે. ધડાકો થયો એની પાસેની જગ્યા પર રહેલા સાક્ષીઓએ જણાવ્યું કે, એ બસ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બસ પર હુમલો થયો છે એ બસમાં લગભગ 12 થી 15 લોકો બેસેલા હતા. તેમજ પોલીસને પણ એ જ શંકા છે કે હુમલો ગ્રેનેડથી જ કરવામાં આવ્યો છે.

હાઈ એલર્ટ જાહેર કરી :

જણાવી દઈએ કે પુલવામામાં થયેલા હુમલા પછી 14 થી જ જમ્મુ કશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધી છે. પુલવામા હુમલા પછી એવા ઘણા ઇનપુટ આવ્યા હતા, જેમાં શંકા હતી કે વધુ એક હુમલો કરવામાં આવી શકે છે. એ જ કારણ છે કે આખા રાજ્યમાં સુરક્ષાના તમામ પાસા ચુસ્ત કરી દેવામાં આવ્યા છે.

જાણકારી માટે જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફની એક બસ પર હુમલો થયો હતો. જેમાં 40 કરતા વધારે જવાનો શહીદ થયા હતા. આ હુમલો જૈશ એ મોહમ્મદના આતંકી સંગઠને કરાવ્યો હતો. એના વળતા જવાબમાં વાયુસેના દ્વારા એયર સ્ટ્રાઈક કરવાં છતાં પણ આવી ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. આના માટે ભારતે વધારે કડક પગલા ભરવાની જરૂર જણાઈ રહી છે.

ત્યાં સંદિગ્ધ લોકોની પોલીસે ધરપકડ કરી છે. સાથે સાથે જ્યાં ધડાકો થયો છે ત્યાં બોમ્બ સ્કોર્ડ અને ફોરેન્સિક ડીપાર્ટમેન્ટના અધિકારી ત્યાં પહોચી ગયા છે. અને આગળની કાર્યવાહી હાથ પર લઇ લીધી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.