બ્રેકઅપના ૩ વર્ષ પછી કેટરીના એ ખોલી રણબીર કપૂરની પોલ, કહ્યું – તે સોશિયલ મીડિયા ઉપર.

કેટરીના કેફ તે પસંદગી પામેલા કલાકારો માંથી એક છે, જેમણે સોશિયલ મીડિયા ઉપર ઘણી મોડેથી એન્ટ્રી કરી. કેટરીના એ વર્ષ ૨૦૧૭ માં ઈંસ્ટાગ્રામ ઉપર ડેબ્યુ કર્યું હતું. આ અઢી વર્ષોમાં કેટરીનાના ફોલોવરની સંખ્યા ૨૧ મીલીયન થઇ ગઈ છે. કેટરીનાને ઈંસ્ટાગ્રામ ઉપર લાવવાનો શ્રેય રણબીર કપૂરને જાય છે.

ઘણા ઓછા લોકોને એ વાતની જાણ હશે કે રણબીરના કહેવાથી જ કેટરીના ઈંસ્ટાગ્રામ ઉપર આવી. એ વાતનો ખુલાસો ખુદ કેટરીનાએ કર્યો છે. હાલમાં જ કેટરીના અરબાજ ખાનના ચેટ શો પીંચમાં પહોચી હતી.

અહિયાં અરબાજએ કેટરીનાને પૂછ્યું કે શું તમારું સોશિયલ મીડિયા ઉપર કોઈ એવું ફેક એકાઉન્ટ છે. જેનાથી તમે લોકોને સ્ટોક કરો છો. કેટરીના એ જવાબ આપ્યો, બિલકુલ નહિ. ત્યાર પછી કહ્યું, મને ખબર ન હતી કે રણબીરનું ફેક એકાઉન્ટ છે. રણબીરે જ મને ઈંસ્ટાગ્રામ ચલાવતા શીખવાડ્યું.

જણાવી આપીએ કે રણબીર અને કેટરીના એ ૭ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા. વર્ષ ૨૦૧૬ માં બન્નેનું બ્રેકઅપ થઇ ગયું. હવે બન્ને પોતાના બ્રેકઅપ માંથી બહાર આવી ચુક્યા છે. રણબીરના જીવનમાં આલિયા ભટ્ટ આવી ગઈ છે. હાલમાં જ એક ઈવેંટ દરમિયાન રણબીર અને કેટરીના મળ્યા હતા. બન્ને એ એક બીજાને ગળે લગાવીને હેલો કહ્યું. થોડી વાત ચિત કરી અને આગળ વધી ગયા.

કેટરીના એ હાલમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે વસ્તુને પકડીને બેસી રહેવાથી કોઈ ફાયદો નથી. મારે જીવનમાં આગળ વધવા માટે બ્રેક લેવું જરૂરી હતું. હું આ સંબંધને પૂરા કરવાની જવાબદારી લઉં છું. મારી સામે એવી સમસ્યાઓ આવી રહી હતી, જેના માટે હું જવાબદાર ન હતી. મારી માં એ મને સમજાવી કે ઘણી છોકરીઓ આવી સમસ્યાઓ સામે ઝઝૂમે છે. તેને લાગે છે કે તે એકલી છે પરંતુ તું એકલી નથી.

કેટલીક પરિસ્થિતિમાં આપણા માં બાપ આપણને વધુ સમજી શકે છે. જયારે આપણને એમ લાગે કે આપણને કોઈ સમજાતું નથી, આવી સ્થિતિમાં પણ આપણા પેરેન્ટસ આપણો સાથ આપે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.