બ્રિટનનો સૌથી મોટો પરિવાર : 44 વર્ષની મહિલા એપ્રિલમાં 22 માં બાળકની માં બનશે.

બ્રિટનના સૌથી મોટા પરિવારની 44 વર્ષની મહિલા સૂ રેડફોર્ડ 15 અઠવાડિયાથી ગર્ભવતી થઇ છે. થોડા દિવસોમાં 22 માં બાળકને જન્મ અપાશે. પાછલા વર્ષે તેમને તેમના 21 માં બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે સૂ એ કહ્યું હતું કે આ તમનું છેલ્લું બાળક છે.

સૂ એ રવિવારે પતિ નોઇલ રેડફોર્ડ સાથે પોતાનો અલ્ટ્રાસાઉન્ડનો વિડિઓ યુ ટ્યુબ ઉપર શેયર કર્યો. લંકાશાયરમાં મોરકૈબેમાં રહેતી સૂ એ કહ્યું કે તેમના બાળકનો જન્મ એપ્રિલમાં થઇ શકે છે. તેમને એવું લાગી રહ્યું છે કે છોકરો જ થશે. અત્યાર સુધી 11 છોકરાને જન્મ આપી ચુકી છે.

સૌથી મોટો છોકરો 30 વર્ષનો.

સૂ અને નોએલની સૌથી મોટું સંતાન ક્રિસ છે. તે 30 વર્ષનો છે. તેની બહેન સોફિયાની ઉંમર 25 વર્ષની છે, તે પછી કોહલે 23, જૈક 23, ડેનિયલ 20, લ્યુક 18, મિલી 17, કૈટી 16, જેમ્સ 15, એલી 14, એમી 13, જોસ 12, મૈક્સ 11, ટેલી 9, ઓસ્કર 7, કૈસ્પર 6, હૈલી 4, ફૉબી 3, આર્ચિ 18 મહિના, બોની 8 મહિનાની છે.

સૂ અને નોએલ ની 17 મી સંતાન હવે આ દુનિયામાં નથી રહી. એલ્ફીની જન્મતા જ મોત થઇ ગયું હતું. પરિવારમાં ક્રિસ અને સોફિયા હવે પોતાના ઘરે શિફ્ટ થઇ ગયા છે. સોફિયા પોતે 3 બાળકોની માતા બની ચુકી છે.

2004 પહેલા આ પરિવાર 170 પાઉન્ડ (લગભગ 15000 રૂપિયા) ના ભાડાના મકાનમાં રહેતો હતો. પિતા નોએલનો બેકરીનો બિઝનેસ છે અને પરિવાર 10 બેડરૂમ વાળા ઘરમાં રહે છે, પરિવાર દરેક અઠવાડિયે ફક્ત ખાવામાં જ 32 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે. પરિવારમાં રોજ 18 કિલો કપડાં ધોવાય છે. અને ઘરમાં હંમેશા સફાઈ ચાલતી રહે છે.

કેવું લાગતું હશે આ પરિવારના સભ્ય બનવું? તમારા વિચાર કોમેન્ટ કરી જણાવો.

ખાસ મુદ્દા :

બ્રિટનનો આ સૌથી મોટો પરિવાર લંકાશાયરમાં મોરકૈબેમાં રહે છે.

રેડફોર્ડ દંપતીએ નવા મહેમાનની જાણકારી સોસીયલ મીડિયા ઉપર આપી છે.

પરિવાર 32 હજાર રૂપિયા દરેક અઠવાડિયાનો ખાવાનો ખર્ચ કરે છે. 18 કિલો કપડાં રોજ ધોવાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.