BSF એ બહાર પાડી સેંકડો ભરતીઓ, કરવી છે દેશ ની સેવા તો આવી જાવ – ૭૦ હજાર મળશે પગાર

આપણા દેશના યુવાનોમાં બેરોજગારીની સમસ્યા ઘણી જ વધતી જઈ રહી છે. અને આપણે ત્યાં ઘણા ક્વોલીફાઈડ યુવાનો છે જેનામાં કંઈક કરવાની ભાવના છે, અને તેમને તેના માટે કોઈ સારી તક નથી મળી રહી. તો આજે અમે તમને એવી જ એક તક વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં યુવાનો માટે બેરોજગારીનો પ્રશ્ન પણ હલ થઇ જશે અને કંઈક કરવાની તેમની ભાવના પણ સંતોષાશે.

સરહદ સિક્યોરીટી ફોર્સ (BSF) એ ૧૭૬૩ કોન્સ્ટેબલ ટ્રેડસમેનની પોસ્ટ ઉપર રીક્રુટમેંટનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર સ્ત્રી અને પુરુષ બન્ને અરજદારો અરજી કરી શકે છે. તમામ પોસ્ટ ઉપર ડાયરેક્ટ રીક્રુટમેંટ કરવામાં આવશે. આ પોસ્ટ ઉપર અરજી કરવાની છેલ્લી તારીખ ૩ માર્ચ, ૨૦૧૯ છે.

પોસ્ટનું નામ અને જગ્યા :

કોન્સ્ટેબલ (Cobbler) : ૩૨ પોસ્ટ,

કોન્સ્ટેબલ (Tailor) : ૩૬ post,

કોન્સ્ટેબલ (Carpenter) : ૧૩ પોસ્ટ,

કોન્સ્ટેબલ (Cook) : ૫૬૧ પોસ્ટ,

કોન્સ્ટેબલ (w/c) : ૩૨૦ post,

કોન્સ્ટેબલ (w/m) : ૨૫૩ પોસ્ટ,

કોન્સ્ટેબલ (Barber) : ૧૪૬ પોસ્ટ,

કોન્સ્ટેબલ (Sweeper) : ૩૮૯ પોસ્ટ,

કોન્સ્ટેબલ (Waiter) : ૦૯ પોસ્ટ,

કોન્સ્ટેબલ (Painter) : ૦૧ પોસ્ટ,

કોન્સ્ટેબલ (Draughtsmen) : ૦૧ પોસ્ટ,

કોન્સ્ટેબલ (Tailor) (Female Only) : ૦૨ પોસ્ટ,

વયમર્યાદા : ૧ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ અરજદારની ઉંમર ૧૮ થી ૨૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરમાં છૂટછાટ નિયમ મુજબ આપવામાં આવશે.

પગાર ધોરણ : લેવલ – ૩ માટે ૨૧,૭૦૦ થી ૬૯,૧૦૦ રૂપિયા.

શેક્ષણિક લાયકાત : ૧. મેટ્રીક્યુલેશન કે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડ કે યુનીવર્સીટી માંથી તેની સમકક્ષ ડીગ્રી ૨. સબંધિત ટ્રેડસમાં ૨ વર્ષનો અનુભવ કે એક વર્ષનું IIT કોર્ષ સર્ટીફીકેટ.

આવી રીતે કરો અરજી : આ પોસ્ટ ઉપર અરજી કરવા માટે તમારે BSF ની ઓફીશીયલ વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન અરજી મોકલવાની રહેશે.

છેલ્લી તારીખ : જાહેરાતની પોસ્ટને ૨ ફેબ્રુઆરીના સમાચાર પત્રમાં આપવામાં આવી હતી, તેના ૩૦ દિવસ સુધી એટલે કે ૩ માર્ચ સુધી આ પોસ્ટ ઉપર અરજી કરી શકશો.

જો તમે પણ આવી જ નોકરીની શોધમાં છો તો તમારા માટે આ તક ઘણી મુલ્યવાન સાબિત થઈ શકે છે. અંતિમ દિવસોમાં વેબસાઈટ પર વધારે ટ્રાફિક રહેતો હોવાથી તમે અત્યારે જ પોતાની અરજી કરી લો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.