ભારત આવ્યા પછી પણ 3 મહિના સુધી ફાઈટર જેટ ઉડાવી શકશે નહિ અભિનંદન… વાંચો આનું કારણ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન થોડી જ વારમાં વાઘા અટારી બોર્ડર પરથી છોડશે. એમના સ્વાગત માટે વાઘા બોર્ડર પર ઘણા લોકો પહોંચી ગયા છે. આવામાં અમે તમને જણાવી દઈએ કે વિંગ કમાન્ડર અભિનંદનને ફરીથી ફાઈટર જેટ ઉડાવવામાં કેટલો સમય લાગી શકે છે?

વાયુસેનાના નિયમો મુજબ પહેલા એમણે અમુક પરીક્ષાઓ માંથી પસાર થવું પડશે. એ પછી જ તેઓ ફરીથી ફાઈટર જેટ ઉડાવી શકશે. આ આખી પ્રક્રિયામાં ઓછામાં ઓછો ત્રણ મહિના કે તેના કરતાં વધુ સમય લાગી શકે છે. વિમાન ઉડાવવાના સમયે થયેલ કોઈ પણ ઘટના બાદ જયારે કોઈ પાયલટ ફરી ડ્યુટી પર પાછો આવે છે, તો વાયુસેનાના નિયમો મુજબ એનું પૂરું મેડિકલ ચેકઅપ થાય છે. સૌથી પહેલા એવું નિશ્ચિત કરવામાં આવે છે, કે એને કોઈ ગંભીર ઇજા તો થઈ નથી ને.

જોકે ઘટનાની સ્થિતિમાં વિમાન માંથી બહાર નીકળતી વખતે કરોડરજ્જુના હાડકામાં ઇજા લાગવાનો ભય સૌથી વધારે હોય છે. આવામાં જો પાયલોટ મેડિકલ ફિટનેસ દ્વારા જેટ ઉડાવવા માટેના નિયમોમાં સાચો ના ઉતરી શકે, તો તેને ફાઈટર જેટ ઉડાવવાની અનુમતી આપવામાં આવી શકે નહીં. જો માપદંડ પુરાના થાય તો પાયલટને બીજા વિમાન પર શિફ્ટ કરવામાં આવે છે.

ભારતમાં બધા જ લોકો દેશના વીર જવાનના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. અભિનંદનના માતા પિતા પણ એમને લેવા વાઘા બોર્ડર પર પહોંચી રહ્યા છે. વિંગ કમાન્ડર અભિનંદનના માતા પિતા જેવા જ ચેન્નાઇથી દિલ્હી જવા વાળા વિમાનમાં ચડ્યા, તો વિમાનના બધા જ યાત્રીઓએ ઉભા થઇને તાળીઓ સાથે એમનું સ્વાગત કર્યું. તમને જણાવી દઈએ કે પાયલટ અભિનંદન વાઘા બોર્ડર પહોંચી ગયા છે.

વાઘા બોર્ડર પર ઘણા બધા એમના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. લોકો ત્યાં સવારના પહોચી ગયા છે. અને આખા દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ભારતના બહાદુર જવાનને પાકિસ્તાન છોડવા માટે તૈયાર હતું નહિ, પણ ભારતના કડક વલણને કારણે એમણે મજબુર થવું પડયું અને તે અભિનંદનને છોડવા માટે તૈયાર થઈ ગયા હતા. બીજી તરફ ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે આપણા વિદેશ મંત્રીને આઇઓસી (ઇસ્લામી સહયોગ સંગઠન) માં થવા વાળી બેઠકમાં મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.