સાંજની ચા સાથે ખાવ ફ્લાવર 65, આને ખાધા પછી બટાકાના ભજીયા ભૂલી જશો તમે

બટાકાના ભજીયાને પણ સ્વાદમાં પછાડી દે છે ફ્લાવર 65, જાણો તેની સરળ રેસિપી

આખી દુનિયામાં આપણું ભારત સ્ટ્રીટ ફૂડ માટે ઘણું પ્રખ્યાત છે, દરેક શહેરે અને દરેક રાજ્ય માટે આપણી અહી નાસ્તામાં ઘણી વેરાઈટી જોવા મળે છે, દુનિયાના લોકો ભારતની વાનગીના વખાણ કરતા થાકતા નથી. આપણું અહીનું ભોજના સ્વાદ સાથે હેલ્થ માટે પણ ઘણું સારું માનવામાં આવે છે, દરેક જાતના મિનરલ્સ, વિટામીન વગેરે સારા એવા પ્રમાણમાં આપણને આપણા સ્વાદિષ્ટ ભોજન અને નાસ્તા માંથી મળી રહે છે, આવો જ સારો નાસ્તો જે નાના મોટા સૌનો પ્રિય છે, એવા નાસ્તાની રેસીપી તમારી માટે અમે લઈને આવ્યા છીએ.

આ વખતે જયારે તમે સાંજની ચા લઈને બેસો તો નાસ્તામાં કાંઈક નવું ટ્રાય કરો. જો તમે બટાકા અથવા ડુંગરીના ભજીયા ખાઈને કંટાળી ગયા છો, તો ફ્લાવર 65 ટ્રાય કરો. આ ડીશ મોટાથી લઈને બાળકો સુધી દરેકને પસંદ આવશે. આને ઘરે બનાવવી ઘણી સરળ છે. તમે આને ચા અથવા કોફી સાથે આરામથી ખાઈ શકો છો. આવો તમને જણાવીએ કઈ રીતે બનાવવું ફ્લાવર 65.

ફ્લાવર 65 બનાવવાની સામગ્રી :

1 બાઉલ ફ્લાવર,

2 ચમચી આદુ લસણની પેસ્ટ,

1/2 ચમચી લાલ મરચું,

1/2 ચમચી ગરમ મસાલો,

1 ચમચી લીલા ધાણા,

4-5 મીઠા લીમડાના પાંદડા,

4 ચમચી ચોખાનો લોટ,

2 ચમચી મેંદો,

મીઠું સ્વાદ અનુસાર.

ફ્લાવર 65 બનાવવાની રીત :

સૌથી પહેલા મિક્સિંગ બાઉલમાં ફ્લાવર નાખો. પછી તેમાં આદુ લસણની પેસ્ટ, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું, લીલા ધાણા, મીઠા લીમડાના પાન, ચોખાનો લોટ અને મેંદો મિક્સ કરો. થોડું પાણી નાખીને તેને ફરીથી મિક્સ કરો. પછી ડીપ ફ્રાય કરો. ડીપ ફ્રાય થયા પછી તમારું ફ્લાવર 65 તૈયાર થઈ જશે. હવે તેને ચા કે કોફી સાથે સર્વ કરો.

વિડીયો :

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.