500 માંથી 499 ગુણ લાવનારી CBSE ટોપરે જણાવ્યું પોતાનું સિક્રેટ

જયારે પણ પરીક્ષા પછી પરિણામ આવવાનો સમય આવે છે, તો સૌનું હ્રદય જોરથી ધબકવા લાગે છે. પછી ભલે વિદ્યાર્થી ભણવામાં નબળો હોય કે ઘણો સારો હોય. દરેક જણ પરિણામના સમયે થોડા નર્વસ થઇ જાય છે. એક તરફ નબળા વિદ્યાર્થીને કોઈપણ રીતે પાસ થઇ જવાનું ટેન્શન દુ:ખી કરે છે, તો હોંશિયાર વિદ્યાર્થીને ટોપ કરવાની ચિંતા દુ:ખી કરતી રહે છે.

મનમાં ને મનમાં દરેક વિદ્યાર્થીની ઈચ્છા હોય છે કે, તે જીવનમાં ઓછા માં ઓછું એક વખત તો જરૂર ટોપ કરે. પરંતુ તે સપનાને પુરા કરવા દરેકના નસીબમાં નથી હોતું. મહેનત તો ઘણા બધા લોકો કરે છે, પરંતુ નંબર ૧ માત્ર એક જ વ્યક્તિનો આવે છે. તેવામાં ઘણા લોકોના મગજમાં એવું ચાલતું રહે છે કે, ખરેખર તે પોતાના ભણવા ગણવામાં કઈ ટેકનીક અપનાવે છે? કે તે ટોપ કરી જાય. તેને ધ્યાનમાં રાખીને આજે અમે તમને સીબીએસઈ ૨૦૧૯ ની ટોપર છોકરીનું સિક્રેટ જણાવવા જઈ રહ્યા છીએ.

બે છોકરીઓએ એક સાથે કર્યુ ટોપ :

ગુરુવારના રોજ સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) દ્વારા ૧૨ માં ધોરણનું પરિણામ જાહેર થયું છે. આ વખતે ટોપ લીસ્ટમાં ખાસ કરીને છોકરીઓએ બાજી મારી છે. તેમાં બે છોકરીઓએ ૫૦૦ માંથી ૪૯૯ નંબર લાવીને સંયુક્ત રીતે ટોપ કર્યુ છે.

તે બે છોકરીઓ હંસિકા શુક્લા (ડી.પી.એસ ગાઝીયાબાદ) અને કરિશ્મા અરોડા (એસ.ડી.પબ્લિક સ્કુલ, મુઝફર નગર) છે. ખરેખર આવા પ્રકારના સારા નંબર લાવવા દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે. તેવામાં આજે અમે તમને ટોપર હંસિકા શુક્લા વિષે થોડી જાણવા જેવી વાતો અને તેના અભ્યાસની ટેકનીક વિષે જણાવીશું.

હંસિકાનો માત્ર અંગ્રેજીમાં કપાયો ૧ ગુણ :

૫૦૦ માંથી ૪૯૯ ગુણ મેળવનારી હંસિકા શુક્લાનો માત્ર એક ગુણ અંગ્રેજી વિષયમાં કપાયો છે. તે ઉપરાંત ઈતિહાસ, મનોવિજ્ઞાન, રાજનીતિક વિજ્ઞાન અને સંગીતમાં તેને ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મળ્યા છે. હંસિકાના પિતા (સાકેત કુમાર શુક્લા) રાજ્યસભામાં ડેપ્યુટી સેક્રેટરીના હોદ્દા ઉપર ફરજ બજાવી રહ્યા છે. જો કે તેની માતા (મીના શુક્લા) બીએમએલજી ડીગ્રી કોલેજમાં અધ્યાપિકા છે.

જયારે હંસિકાને તેના ભવિષ્યના પ્લાન વિષે પૂછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું કે તે મોટી થઇને IAS બનવા માંગે છે. અને સાથે એવા બાળકોને ભણાવી ગણાવીને મોટા માણસ બનાવવા માંગે છે, જે પૈસાની અછતને કારણે જ અભ્યાસ પૂરો નથી કરી શકતા. હંસિકા ૧૨ માં ધોરણ પછી મનોવિજ્ઞાનની સ્ટડી કરવા માંગે છે, અને તેના માટે તેની પહેલી પસંદ દિલ્હી યુનીવર્સીટી રહેશે.

આ છે હંસિકાનું ટોપ કરવાનું સિક્રેટ :

જ્યારે એક ઈન્ટરવ્યું દરમિયાન હંસિકાને ટોપ કરવાનું સિક્રેટ પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે હું ટોપ કરવા વિષે ક્યારેય વિચારતી ન હતી. હા, મને સારા ગુણ આવતા પહેલા મારી જાત પર આત્મવિશ્વાસ હતો. મારું સિક્રેટ બસ એ છે કે, તમે મહેનત કરતા જાવ અને ટોપ કરવાના પ્રેશરને બદલે સારા નંબર લાવવાનું વિચારો. હંસિકા આગળ કહે છે કે, મેં પરીક્ષા માટે સતત અભ્યાસ નથી કર્યો, પરંતુ હું એક કલાક અભ્યાસ કરતી હતી, તો એક કલાક રેસ્ટ પણ કરતી હતી.

હંસિકા પોતાની આ સફળતાનો શ્રેય પોતાના ટીચર્સ અને માતા પિતાને આપે છે. ભણવા ગણવા ઉપરાંત હંસિકાને બેડમીંટન અને સ્વીમીંગનો પણ શોખ છે. બીજા નંબર ઉપર ૩ છોકરીઓ સંયુક્ત રીતે આવી છે તે ત્રીજા નંબર ઉપર કુલ ૧૮ વિદ્યાર્થી સંયુક્ત રીતે જ છે જેમાં ૧૧ છોકરીઓ છે. તમે ટોપર્સનું લીસ્ટ તમે અહિયાં જોઈ શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.