અખાત્રીજના દિવસે કરો માતા લક્ષ્મીના આ વિશેષ મંત્રોનો જાપ, પૈસાથી ભરાઈ જશે ઘર.

લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે અખાત્રીજના દિવસે કરો આ વિશેષ મંત્રોનો જાપ, ક્યારેય પૈસાની અછત નહિ થાય

શાસ્ત્રોમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ને પવિત્ર દિવસ ગણવામાં આવ્યો છે આ દિવસને સર્વસિદ્ધિ મુહૂર્તનો દરજ્જો આપવામાં આવ્યો છે, આ દિવસે પૂજા કરવાથી અને શુભ કાર્ય કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે, અખાત્રીજને લક્ષ્મી માતાનો દિવસ પણ ગણવામાં આવે છે, અને આ દિવસે લોકોએ લક્ષ્મી માતાની પૂજા જરૂર કરાવી જોઈએ. અખાત્રીજમાં લક્ષ્મી માતાની પૂજા કરવાથી ઘર ધન દોલતથી ભરાઈ જાય છે, અને જીવનમાં ક્યારે પણ અસ્થિક તંગી ઉભી થતી નથી. આજે અમે તમને માતા લક્ષ્મીની પૂજા વિધિ અને તેમના કેટલાક ચમત્કારિક મંત્રો વિષે જાણવા જઈ રહ્યા છીએ. આ વિધિ અને મંત્રનો જાપ કરવાથી દરેક આર્થીક તંગી દૂર થઈ જશે.

આ રીતે કરો અખાત્રીજના દિવસે પૂજા.

અખાત્રીજના દિવસે સ્નાન કરીને મંદિરની સફાઈ કરી લો, મંદિરની સફાઈ કર્યા પછી માતા લક્ષ્મીની પૂજા કરી લો. પૂજા કરતા સમયે પહેલા માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરો, આ ફૂલ ગુલાબી રંગનું હોવું જોઈએ, તેના પછી માતા લક્ષ્મીને પાંચ કોડી અર્પણ કરો, અને કોડી ઉપર સિંદુર લગાવો. એક ઘીનો દીવો માં સામે પ્રજવલિત કરો અને માતાની પૂજા શરુ કરો, પૂજા કરતા કરતા નીચે બતાવેલા ચાર મંત્રોનો જાપ કરો, આ મંત્રોનો જપ માળા કરતા કરતા કરો, અને ઓછામાં ઓછાં 21 વાર કરો.

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેના ખાસ મંત્ર

ॐ विद्या लक्ष्म्यै नम:

ॐ सौभाग्य लक्ष्म्यै नम:

ॐ अमृत लक्ष्म्यै नम:

ॐ पहिनी पक्षनेत्री पक्षमना लक्ष्मी दाहिनी वाच्छा भूत-प्रेत सर्वशत्रु हारिणी दर्जन मोहिनी रिद्धि सिद्धि कुरु-कुरु-स्वाहा।

આ મંત્રના જાપથી થતા ફાયદા.

આ મંત્રને ચમત્કારિક મંત્ર માનવામાં આવ્યા છે, આ મંત્રોનો જાપ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

જે લોકો સાચા મનથી આ મંત્રોનો જાપ કરે છે, તેમની દરેક આર્થિક સમસ્યા દૂર થઇ જાય છે.

કોઈપણ પ્રકારની પૈસાની તકલીફ હોય તો આ મંત્રનો જાપ જાપ કરો.

જો તમારા ઉપર દેવું વધી ગયું છે, તો અખાત્રીજે આ મંત્ર અવશ્ય વાંચો, આ મંત્રનો જાપ કરવાથી દેવું ઉતરી જશે.

મંત્રનો જાપ કાર્ય પછી માતા લક્ષ્મીની આરતી પણ કરો.

ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા

તુમકો નિસદિન સેવત, મૈયા જી કો નિશદિન સેવત, હરિ વિષ્ણુ વિધાતા

ૐ જય લક્ષ્મી માતા-2

ઉમા, રમા, બ્રહ્માણી, તુમ હી જગ-માતા

સૂર્ય-ચંદ્રમા ધ્યાવત, નારદ ઋષિ ગાતા

ૐ જય લક્ષ્મી માતા-2

દુર્ગા રૂપ નિરંજની, સુખ સંપત્તિ દાતા

જો કોઈ તુમકો ધ્યાવત, રિદ્ધિ સિદ્ધિ ધન પાતા

ૐ જય લક્ષ્મી માતા-2

તુમ પાતાલ નિવાસિની, તુમ હી શુભદાતા

કર્મ-પ્રભાવ-પ્રકાશિની, ભવનિધિ કી ત્રાતા

ૐ જય લક્ષ્મી માતા-2

જિસ ઘર મેં તુમ રહતી, સબ સદગુણ આતા

સબ સંભવ હો જાતા, મન નહિ ગભરાતા

ૐ જય લક્ષ્મી માતા-2

તુમ બિન યજ્ઞ ન હોતે, વસ્ત્ર કોઈ ન પાતા

ખાન પાન કા વૈભવ, સબ તુમસે આતા

ૐ જય લક્ષ્મી માતા-2

શુભ ગુણ મંદિર સુંદર, ક્ષીરોદધી-જાતા

રત્ન ચતુર્દશ તુમ બિન, કોઈ નહિ પાતા

ૐ જય લક્ષ્મી માતા-2

મહાલક્ષ્મીજી કી આરતી, જો કોઈ નર ગાતા

ઉર આનંદ સમતા, પાપ ઉતર જાતા

ૐ જય લક્ષ્મી માતા-2

ૐ જય લક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા

તુમકો નિશદિન સેવત

મૈયા જી કો નિશદિન સેવત, હરિ વિષ્ણુ વિધાતા

ૐ જય લક્ષ્મી માતા-2

કરો આ ઉપાય ખુલી જશે નસીબ

1) અખાત્રીજને દિવસે માતા લક્ષ્મીની પૂજા કરતા સમયે તેમને કોડી ચડાવો અને પૂજા પુરી થયા પછી આ કોડીને પોતાની પૈસાની તિજોરીમાં મૂકી દો, આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીનો વાસ તમારી તિજોરીમાં થઇ જશે.

2) આ દિવસે વિષ્ણુજીની પૂજા કરો અને વિષ્ણુજીની પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો, પૂજા પુરી થયા પછી આ વસ્ત્રોને પાંચ હળદરની ગાંઠ મૂકી દો, આ વસ્ત્રને વ્યાપાર થાય તે સ્થાન ઉપર મૂકી દો. આ ઉપાય કરવાથી તમારા ધંધા વ્યાપારમાં લાભ થવાનો શરુ થઇ જશે.

3) અખાત્રીજની સાંજે માતા લક્ષ્મીને ગળી વસ્તુઓનો થાળ કરો અને આ થાળને પ્રસાદના સ્વરૂપમાં ગરીબ લોકોમાં વહેંચી દો, એવું કરવાથી પૈસા કમાવામાં જે અડચણ આવતી હશે, તે દૂર થઇ જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.