એસીડીટી ને મૂળ માંથી કાઢવી હોય તો વાંચો છાસમાં શું નાખી ને પીવું જોઈએ જેથી એસીડીટી દુર થાય

ગરમીના દિવસોમાં ધોમધખતા તાપમાં લોકોને ઘણા પ્રકારની સમસ્યા થાય છે. એવામાં જો તમે દહીને વલોવીને છાસ બનાવીને તેનું રોજ સેવન કરો તો તે શરીર માટે અમૃત સમાન છે. ખાસ વાત તો એ છે કે જો તમે ખાધા પછી છાસ પીવો તો તેનાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળશે. છાસ જે શરીરને ઠંડક પહોચાડવાનું કામ કરે છે સાથે જ તે શરીર માટે ઘણી ફાયદાકારક પણ છે.

અનિયમિત જીવનધોરણ અને ખાવા પીવાની ખોટી ટેવોને કારણે ડાઈજેશનને લગતી તકલીફો હમેશા રહે છે. તેનાથી બચવા માટે પોતાના ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ બધી સમસ્યામાં છાસ ઘણી ઉપયોગી નીવડે છે.

આજે અમે તમને છાસ ના કેટલાક એવા ગુણ બતાવીશું, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નહી હોય

૧. કબજિયાત: કબજિયાતમાં છાસનું સેવન કોઈ અમૃતથી ઓછુ નથી. કબજિયાત થાય ત્યારે છાસમાં અજમો મેળવીને પીવાથી થોડા જ દિવસોમાં આ સમસ્યાથી રાહત મળે છે. પેટની સફાઈ માટે ગરમીમાં ફુદીના મેળવીને લસ્સી બનાવીને પીવો.

૨. પાચનક્રિયા સુધારે : જે લોકોને ખાવાનું સરખી રીતે ના પચવાની ફરિયાદ હોય છે. તેમણે દરરોજ છાસમાં વાટેલા જીરાનું ચૂર્ણ, કાળા મરીનું ચૂર્ણ અને સિંધાલુણ નું ચૂર્ણ સમાન માત્રામાં મેળવીને ધીમે-ધીમે પીવું જોઈએ.

૩. વિટામીન: છાસમાં વિટામીન સી, એ, ઈ, કે અને બી હોય છે. જે શરીરના પોષણની જરૂરીયાતને પૂરી કરે છે.

૪. લૂથી બચાવે: ગરમીના લીધે કોઈ શારીરિક સમસ્યા હોય અથવા પછી લૂ લાગી હોય ત્યારે છાસનું સેવન સૌથી સારું રહે છે. તે ઠંડી પ્રકૃતિનું હોય છે.

૫. આંખો: ગરમીમાં આંખો ની બળતરા હોય તો તમે દહીંની મલાઈને પાંપણ પર લગાવી શકો છો. તેની સાથે જ જો તમે છાસનું દરરોજ સેવન કરો છો તો તમને રાહત થશે.

૬. હાડકાં મજબુત: તેમાં બાકીના તત્વોની સાથે-સાથે કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જે હાડકાને મજબુત બનાવવાનું કામ કરે છે.

૭. કોલેસ્ટેરોલ: દરરોજ એક ગ્લાસ છાસ પીવાથી કોલેસ્ટેરોલ લેવલ ઓછુ થાય છે અને હાર્ટ એટેકના ખતરાનો ભય ઓછો થયી જાય છે.

૮. એસીડીટી: છાસમાં ખાંડ, કાળા મરી અને સિંધાલુણ ભેળવીને દરરોજ પીવાથી એસીડીટી મૂળમાંથી મટી જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.