ચહેરાની ચરબીને કરવી છે દુર? તો આ પાંચ વાતોનો દિનચર્યામાં કરો ઉમેરો.

ચહેરા ઉપર ફેટ જમા થઇ જવાને કારણે ગાલોની શાર્પનેસ ઓછી થઇ જાય છે. ચહેરાની ચરબીને તમે થોડા સરળ ઉપાયોની મદદથી ઓછા કરી શકો છો. આ ઉપાયોને ક્યારે પણ અજમાવી શકાય છે.

શરીરની જેમ તમારા ચહેરા ઉપર પણ ચરબી જામી શકે છે, જેથી ચહેરા જાડો દેખાવા લાગે છે. ચહેરો જાડો હોવાથી તમારો દેખાવ અને સુંદરતા ઓછી થઇ શકે છે. સાથે જ તે તમારા ચહેરાના શેપને પણ ખરાબ કરી દે છે. એટલા માટે આપણા ચહેરા ઉપર જામેલી વધારાની ચરબીને ઓછી કરીને આપણી સુંદરતાને જાળવી રાખી શકીએ છીએ. થોડી ટીપ્સની મદદથી તમે માત્ર એક અઠવાડિયામાં તમારા ચહેરાની ચરબી ઓછી કરીને આપણા ચહેરાના મસલ્સને ટોન કરી શકીએ છીએ. આવો જાણીએ કે ક્યા ઉપાય ચહેરાની ચરબીને ઘટાડી શકે છે.

ગ્લીસરીન :-

ગ્લીસરીન ત્વચાને લચીલાપણું અને તાજગી જાળવી રાખે છે. તે ઉપરાંત તેમાં મળી આવતા તત્વ ચહેરા ની ચરબી ને પણ ઓછી કરે છે. એક ચમચી ગ્લીસરીન અને અડધી ચમચી મીઠું ભેળવી લો. ચહેરાની ચરબી ને જલ્દી ઓછી કરવા માટે અઠવાડિયા માં ૩-૪ વખત આ ઉપાય નિયમિત કરવો.

વર્કઆઉટ કરો :-

કસરત કરવાથી તમારા શરીરના બધા મસલ્સને ટોન કરવામાં મદદ મળે છે. તેનાથી તમારા ચહેરાની ચરબી પણ ઓછી થાય છે અને ચહેરાનો શેપ સારો થાય છે. એટલા માટે તમે ફેસ એકસરસાઈઝ સાથે સાથે કાર્ડિયો એકસરસાઈઝનો અભ્યાસ કરો.

X અને O બોલો :-

X અને O બોલવું એક ફેસિયલ એકસરસાઈઝ છે. જે તમારા ફેસના મસલ્સને ટોન કરીને તેનાથી ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. તેનો અભ્યાસ દિવસમાં ૫-૬ વખત કરો.

હાઈડ્રેશન :-

વજન ઓછું કરવાથી તમારા શરીરને પાણીની સૌથી વધુ જરૂર પડે છે એટલા માટે શરીરને હાઈડ્રેટેડ રાખો. પાણી પીવાથી શરીરનું વધારાનું સોડીયમ અને ચરબી ઓછા થાય છે, જેના ફળ સ્વરૂપે ચહેરા માંથી ચરબી ઘટવા લાગે છે.

રીફાઈન્ડ કાર્બ્સનું સેવન ઓછું કરો :-

પ્રોસેસ્ડ કાર્બ્સ કે રીફાઇન્ડ કાર્બ્સ જેવી સફેદ બ્રેડ, સફેદ ચોખા, કેક, ગળ્યા પીણા, સોડા, લોટ વગેરેમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે, જેના સેવનથી શરીરમાં ચરબી જમા થવા લાગે છે. એટલા માટે તેનું સેવન ઓછું કરો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ…